Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારતની ૬૫ ટકા જનસંખ્યા કૃષિ ક્ષેત્રમાં: દેશના જીડીપીમાં તેમનું યોગદાન ફક્ત ૧૪%
નવી દિલ્હી તા. ૨૫: કેન્દ્રીય માર્ગ-પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ બુધવારે જણાવ્યું કે, સરકારે એ ખેડૂતોનું સમર્થન કરવું જોઈએ જેને પોતાના ઉત્પાદનનું યોગ્ય ભાવ નથી મળતો. કારણ કે, આ ભાવ વૈશ્વિક કારણોથી નક્કી થાય છે. ભારતની ૬૫ ટકા જનસંખ્યા કૃષિ ગતિવિધિઓમાં લાગેલી છે. પરંતુ, દેશના જીડીપીમાં તેમનું યોગદાન ફક્ત ૧૪ ટકા જ છે. ખાંડની કિંમત બ્રાઝીલ, તેલની કિંમત મલેશિયા, મકાઈની કિંમત અમેરિકા અને સોયાબીનની કિંમત અર્જેન્ટિનાથી પ્રભાવિત થાય છે. કેન્દ્રીય મંત્રીએ કહૃાું કે, 'આપણે ગ્રામીણ અને આદિવાસી ભારતમાં ગરીબી અને બેરોજગારીની સમસ્યાઓનો સામનો કરી રહૃાા છે. કારણ કે, વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ખેડૂતોને યોગ્ય મૂલ્ય નથી મળી રહૃાું. એવામાં ગ્રામીણ કૃષિ અને આદિવાસી અર્થવ્યવસ્થાને બચાવીને રાખવા માટે આપણે કૃષિનું સમર્થન કરવાની જરૂર છે. જે ઉત્પાદક, દેશ અને આપણા માટે મહત્ત્વપૂર્ણ છે. ખેડૂતોના પાકને યોગ્ય વળતર ન મળવાના કારણે આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી રહૃાો છે. ગડકરીએ વધુમાં દાવો કર્યો કે, 'જ્યારે સરકારે મકાઇના બાયો-ઇથેનોલ બનાવવાની મંજૂરી મળે તો મકાઈની કિંમત ૧૨૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધીને ૨૮૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ. મકાઈથી ઇથેનોલનું ઉત્પાદન કરીને ખેડૂતોએ ૪૫ હજાર કરોડ રૂપિયાની વધારાની કમાણી કરી છે. આ પ્રકારે જોઇએ તો ઊર્જા અને વીજળી ક્ષેત્ર તરફથી કૃષિનું વૈવિધિકરણ આપણા દેશની જરૂરિયાત છે. વૈકલ્પિક ઈંધણનું ભારતમાં ભવિષ્ય ઉજ્જવળ છે. હાલ આપણે ઊર્જા આયાત કરીએ છીએ. પરંતુ, એ દિવસ જલદી આવશે જ્યારે આપણે તેની નિકાસ કરીશું. આ દેશ માટે એક ઐતિહાસિક સફળતા હશે.'
દેશમાં વાયુ પ્રદૂષણનો ઉલ્લેખ કરતા તેમણે કહૃાું કે, '૪૦ ટકા વાયુ પ્રદૂષણ પરિવહન ઈંધણના કારણે થાય છે અને આ દેશ, ખાસ કરીને દિલ્હી માટે એક મોટી સમસ્યા છે. ભારત દર વર્ષે ૨૨ લાખ કરોડ રૂપિયાની કિંમતે અશ્મિભૂત ઈંધણની આયાત કરે છે, જેનાથી પ્રદૂષણ પણ વધી રહૃાું છે. આર્થિક અને પ્રદૂષણ બંને જ પાસા જોઈએ તો આ દુનિયા અને ભારત માટે વૈકલ્પિક ઈંધણને પ્રોત્સાહન આપવાનો સમય છે. મારો લક્ષ્ય ભારતને ઉડ્ડયન ઈંધણના વિસ્તારમાં પણ અગ્રણી બનાવવાનો છે.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial