Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિગ કમિટી દ્વારા વિવિધ વિકાસ કામો માટે રૂ. ૩૫ કરોડ ૪૭ લાખના ખર્ચને મંજૂરી

વોર્ડ નં. ૧ થી ૮માં ડોર ટુ ડોર કચરા કલેકશન માટે ૯૦ કરોડનો ખર્ચ મંજૂર કરાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગર મહાનગર પાલિકાની આજે મળેલી સ્ટન્ડીંગ કમિટીની બેઠકમાં જુદા જુદા વિકાસકામો માટે કુલ રૂ. ૩૫.૪૭ કરોડના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. શહેરના વોર્ડ નં. ૧ થી ૮માં ડોર ટુ ડોર કચરો કલેકશન કરવા માટે ૯૦૦ લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી.

જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજે ચેરમેન નિલેષ કગથરાના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, ડે. કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી ઈજનેર ભાવેશ જાની, ઈન્ચાર્જ આસી. કમિશનર મુકેશ વરણવા અને જીગ્નેશ નિર્મલ ઉપસ્થિત રહ્યા હતાં.

જામનગરમાં ચોમાસાની ઋતુ દરમિયાન જુદી જુદી જગ્યાએ ડી. વોટરીંગ કરવાના કામ માટે રૂ. ૫ લાખ, વોટર વર્કસ શાખા હસ્તકના જુદા જુદા કામો માટે સર્વે ફિઝિબિલિટી, રીપોર્ટ, ડીપીઆર સર્વે તથા ઓઈલ ઈન્વેસ્ટીગેશન, ટેન્ડરો તૈયાર કરવા, ટેન્ડર ઈ-વેલ્યુલેશન સ્ટ્રક્ચર ડિઝાઈન પ્રુફ ચેકીંગ, થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન તથા ડે ટુ ડે સુપરવિઝન વિગેરે સાથે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી સર્વિસના કામ અંગે કમિશનરની દરખાસ્ત અન્વયે રૂ. ૯૯.૯૦ લાખ, બે વર્ષ માટે લિક્વીડ ક્લોરીન ટર્નર એન્ડ સિલિન્ડરનું જામનગર-વડોદરા વચ્ચે પરિવહન માટેનું રૂ. ૨૯.૭૯ લાખ ખર્ચ મંજુર કરાયું છે. નાઘેડી માર્ગે ફાયર સ્ટેશન અને ફાયર સ્ટાફ ક્વાટર્સ બનાવવા માટે રૂ. ૬૨૨.૯૩ લાખના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. બે સ્થળોએ ગણેશ વિસર્જન ફંડ બનાવવા માટેના રૂ. ૨૮.૫૭ લાખના ખર્ચને બહાલી આપવામાં આવી હતી.

સરદાર વલ્લભભાઈ પટેલ એમ્યુઝમેન્ટ પાર્કના નામનું લાઈટ બોર્ડ બનાવવાનું રૂ. ૨.૬૮ લાખનું ખર્ચ મંજુર કરાયું, લાલપુર જંકશન ઉપર ફ્લાય ઓવર બ્રિજ બનાવવા માટે રૂ. ૪૨.૦૭ લાખનુ કન્સલ્ટન્સી સર્વિસનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો.

પી.પી.પી.ના ધોરણે ૧પ નંગ સીએનજી ચલાવવાના કામની દરખાસ્ત અન્વયે રૂ. ૯૨.૩૪ લાખનો વાર્ષીક ખર્ચ મંજૂર કરાયો હતો. મહાનગરપાલિકા હસ્તકના ગાર્ડન રીઝર્વ દરખાસ્ત અન્વયે છ ગાર્ડન ડેવલોપમેન્ટ માટે આપવા તથા તળાવ ફરતે સહિતના સ્થળે ટ્રી-પ્લાન્ટેશન કરવાની દરખાસ્ત ભલામણ સાથે જનરલ બોર્ડમાં મુકવા મંજૂર કરાયો હતો. જેમાં અંદાજે ૧૨,૨૬,૫૧૫ ફૂટ વિસ્તારમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા ટ્રી પ્લાન્ટેશન કરવામાં આવશે.

વોર્ડ નં. ૧૬ મા નંદનવન પટેલ સમાજ સુધી આજુબાજુના રોડમાં સીસી રોડ, શેરી નં. ૩, નંદનવન કોમ્પ્લેક્સ આજુબાજુમાં સી.સી. રોડ, નંદનવન પાર્ક ગેઈટથી સાંઈબાબા ગેઈટ સુધી સી.સી. રોડના કામ અંગે, રૂ. ૧૩૧.૪૦ લાખ, વોર્ડ નં. ૧૬મા ખાનગી સોસાયટીમાં ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં નવા અન્ય રહેણાક વિસ્તારમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાની વિકાસ યોજના અંતર્ગત સી.સી. રોડ માટે રૂ. ૨૫૦ લાખ, વોર્ડ નં. ૧૬ મા આલાપ સોસાયટી અને સાંઈ પાર્ક મેઈનમાં સી.સી. રોડ, સાંઈ પાર્ક, શેરી નં. ૧, ર અને ૩ મા સીસી રોડ, મંગલધામ પાર્ક કંસારાવાળા મેઈન રોડ, છેવાડેથી આલાપ એવન્યુના ગેઈટ સુધી સી.સી. રોડ માટે રૂ. ૮૬.૩૨ લાખ, વોર્ડ નં. ૧૬, લાલપુર રોડ, ગ્રીન સિટી પુલિયાથી પટેલ પાર્ક અને રામવાડી વચ્ચેની કાલીંદી સ્કૂલવાળા મેઈન રોડ સુધી આર.સી.સી. બોક્સ કેનાલ બનાવવાના કામ માટે રૂ. ૩૯૮.૬૦ લાખ, વોર્ડ નં. ૮, ૧પ અને ૧૬ મા સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ચોક રોડ વર્કસ (મેટલ, મોરમ, ગ્રીટ સપ્લાય કરી પાથરી આપવાનું કામ) માટે રૂ. ૭.૫૦ લાખ, સિવિલ નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલ ઝોનમાં જુદી જુદી કંપની દ્વારા કેબલ લેઈંગ/ગેસ પાઈપલાઈન અને વોટર વર્કસ શાખા દ્વારા કરવામાં આવેલ ટેન્સમાં આસ્ફાલ્ટ સ્ટ્રેન્ધનીંગ, (ચરેડા) ના કામ માટે રૂ. ૧૦ લાખ, ૭૮ વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્યની ૧૭૦ ટકા ગ્રાન્ટ અન્વયે ધારાસભ્યએ સૂચવેલ સિવિલ કામ અંગે રૂ. ૨૦૦ લાખ, વોર્ડ નં. પ, ૯, ૧૩ અને ૧૪ મા ગાર્ડન વર્કસના સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેટેશનના કામ માટે રૂ. ૫ લાખ.

સાંસદ પૂનમબેન માડમની ગ્રાન્ટમાંથી સિવિલ સેન્ટ્રલ માટે, વોર્ડ નં. ૧૪ મા કોમ્યુનિટી હોલ બનાવવાના કામ માટે રૂ. ૧૦ લાખ, ગાર્ડન શાખા દ્વારા ચાર કન્ટ્રીબ્યુઝન લેન્ડમાં મીયાવાકી પદ્ધતિથી થીમ ફોરેસ્ટ બનાવવાના કામ (ત્રણ વર્ષ નિભાવણી સાથે) માટે રૂ. ૧૨૫.૩૨ લાખ, આ કામમાં ૫૧૬૬૬૭ ફૂટ વિસ્તારમાં મીયાવાકી પદ્ધતિથી થીમ ફોરેસ્ટ બનાવવાની કામગીરી થશે.

ખોડિયાર કોલોનીમાં રાજ્ય પુરોહિત બ્રાહ્મણ બોર્ડીંગ પાછળ કાળેશ્વર મહાદેવના મંદિર પાસે કોમ્યુનિટી હોલ બનાવવાના કામ માટે રૂ. ૪ લાખના ખર્ચને મંજુરી આપવામાં આવી હતી.

વોર્ડ નં. ૧૦, ૧૧ અને ૧ર મા મેટલ, મોરમ, ગ્રીટ પાથવરવાના કામ માટે રૂ. ૭.૫૦ લાખ, શહેરના નિચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર ડેમેજના કામના કન્સલટન્સી ખર્ચ માટે રૂ. ૪૮૯ લાખની રકમને મંજુરી આપવામાં આવી હતી.

શહેરના વોર્ડ નં. ૧ થી ૮ માંથી ડોર ટુ ડોર ગાર્બેઝ કલેક્શન, ઓપન પોઈન્ટ ગાર્બેઝ કલેક્શન બીન્સ કલેક્શન કરી પોતાના બંધ બોડીના વાહન દ્વારા નિકાલ કરવાના કામની દરખાસ્ત અન્વયે પ્રોરેટા અનુસાર રૂ. ૯૦૦ લાખના ખર્ચને મંજુરી આપવામાં આવી હતી.

આમ આજની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં કુલ રૂ. ૩૫ કરોડ ૪૭ લાખના ખર્ચને  બહાલી આપવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh