Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હિમાલયન રામર્પણ ધ્યાન યોગ પરિવટ્ઠાર દ્વારા
જામનગર તા. ૧૩: આગામી તા. ર-૧૦-ર૦રપ અને ગુરુવારે વિજ્યાદશમીના દિવસે હિમાલયન સમર્પણ ધ્યાન યોગ પરિવાર દ્વારા ધ્યાનસ્થલી મોરબી (સિંધાવદર) માં શ્રી ચૈતન્ય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
જુદા જુદા દેશોમાં ધ્યાનસ્થળી પણ નિમાર્ણ થયેલ છે, જ્યાં સ્થિત શ્રી ગુરૂ શક્તિધામમાં શ્રી મંગલમૂર્તિના સાનિધ્યમાં લોકો ધ્યાનનો લાભ મેળવે છે.
મોરબી નજીક સિંધાવદરમાં પણ ધ્યાન સ્થળી છે, જ્યાં ગુરુશક્તિ ધામનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, જેને વેગ મળે તે હેતુથી તા. ર-૧૦-ર૦રપ ના સાંજે ૩ થી પ સુધી શ્રી ચૈતન્ય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
અહીં વિવિધ શ્રેણીના કુંડ બનાવાયા છે. વિજ્યાદશમીના સવારે ૧૦ થી ૧૧ સમૂહ ધ્યાન ૧૧ થી ૧ર સુધી નાગપુરથી પૂ. સ્વામીજીના પ્રવચનનું જીવંત પ્રસારણ કરવામાં આવશે અને બપોરે ૩ થી પ ચૈતન્ય મહાયજ્ઞ યોજાશે. જે લોકોને યજ્ઞમાં બેસવું નથી તે લોકો પણ હાજરી આપી શકશે. એ માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા અને વધુ વિગત અને રજિસ્ટ્રેશન માટે ૯૪ર૯૦ ૪૪૧૮૦ નો સંપર્ક કરવો.