Advertisement
Author: નોબત સમાચાર

કંપની સામે કોઈ કાર્યવાહી કરવામાં ઢીલી નીતિના કારણે મનપા કરોડોનો દંડ ભરવા પણ જાણે તૈયાર!

કચરા કોન્ટ્રાક્ટર કંપનીને બચાવવા મહાનગરપાલિકાના હવાતિયા !!!

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૭: જામનગરમાં કરારો સળગાવી તેમાંથી વીજળી પેદા કરવાના જે કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તે કંપનીએ અચાનક કામ બંધ કરી કરારની શરતોનો ભંગ કર્યો... મનપા તંત્ર કચરાનો નિકાલ કરવા હાલ છેલ્લા છ-છ મહિનાથી જ્યાં-ત્યાં કચરાના ગંજ-ખડકલા કરી રહ્યું છે. મનપાની તિજોરીને જે માટે જંગી ખર્ચ થઈ રહ્યો છે, તો કરાર ભંગ કરનાર વેસ્ટ ટુ એનર્જી કંપની સામે આજ દિવસ સુધી મહાનગરપાલિકા તંત્ર દ્વારા માત્ર નોટીસો આપવા સિવાય કોઈ કરતા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

વેસ્ટ ટુ એનર્જીની આવી હરકતો સામે કોઈ કડક કે દંડાત્મક પગલાં ન લેવામાં આવે તે માટે મનપાના સત્તાધારી ભાજપના જ કોઈ નેતાનું દબાણ કારણભૂત હોવાનું ચર્ચાઈ રહ્યું છે, અને તેમાં મનપાના સૌથી જવાબદાર ઉચ્ચ અધિકારી પણ શંકાસ્પદરીતે ઢીલી નીતિ અપનાવી રહ્યા હોવાનું સમજાય છે.

વેસ્ટ ટુ  એનર્જી સામે કાયદેસરની કાર્યવાહી કરવા અંગે મનપા તંત્રએ નોટીસો આપી, પણ આ કંપનીએ રાજકીય વગના ઓઠા હેઠળ એક પણ નોટીસનો જવાબ સુદ્ધા આપ્યો નથી. તેમ છતાં મહાનગરપાલિકા તંત્રના નોટીસ પાઠવનાર અધિકારી અને મ્યુનિ. કમિશનર ચૂપકીદી જ સેવી રહ્યા છે. શા માટે નોટીસમાં દર્શાવેલા પગલાં લેવાતા નથી?

આ પ્રશ્ને જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સદસ્ય અને જાગૃત નાગરિકે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને વેસ્ટ ટુ એનર્જી સામે તાકીદે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી, દંડાત્મક પગલાં લેવાની માગણી દોહરાવી છે.

રાજકોટ મહાનગરપાલિકાને આ પ્રકારના જ પ્રકરણમાં રૂ. રર કરોડ જેવી જંગી રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે, તો શું જામનગર મહાનગરપાલિકા કંપનીની સામે કોઈ કાર્યવાહી નહીં કરીને કરોડોનો દંડ ભરવા તૈયાર છે? કંપની સામે આ પ્રકારના કુણા વલણના કારણે પ્રજાના નાણા દંડ સ્વરૂપે ભરવા પડશે તે માટે જવાબદાર કોણ?

વેસ્ટ ટુ એનર્જી કંપનીને ફટકારવામાં આવેલી નોટીસમાં મુદ્ત વીતી ગઈ હોવાથી હવે કાયદાકીય રીતે નોટીસમાં દર્શાવેલ કાર્યવાહી કરવા નીતિનભાઈ માડમે રજૂઆત કરી છે. હવે જો મહાનગરપાલિકા તંત્ર આ કંપની સામે કોઈ કાર્યવાહી નહીં કરે તો સમગ્ર પ્રકરણને અદાલતમાં લઈ જવાની ચિમકી આપી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh