Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચોમાસા છતાં એસ.ટી નિગમે બસો ચાલુ રાખતા રાહત
ગાંધીનગર તા. ૨૧: રાજયમાં સરેરાશ ૭૫% થી વધુ વરસાદ પડ્યો છે. રાજ્યના ૭૦ ડેમ હાઈ એલર્ટ, ૩૫ ડેમ એલર્ટ અને ૧૬ ડેમ વોર્નિંગ એલર્ટ પર મળીને કુ લ ૧૨૧ જળાશયો એલર્ટ પર રખાયા છે.
રાજયમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. ૨૧ ઓગષ્ટ ૨૦૨૫ની સ્થિતિએ સરેરાશ ૭૫ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ૭૮.૯૯ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં, કચ્છમાં ૭૮.૮૧ ટકા, સૌરાષ્ટ્રમાં ૭૬.૩૬ ટકા, ઉત્તર ગુજરાતમાં ૭૪.૬૭ ટકા જ્યારે પૂર્વ-મધ્યમાં ૭૧.૯૭ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.
સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ ૭૯.૩૭ ટકા ભરાયેલો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ ૨૦૬ ડેમમાંથી ૫૫ ડેમ ૧૦૦ ટકા ભરાયેલા છે. જ્યારે ૬૬ ડેમ ૭૦ થી ૧૦૦ ટકા, ૩૬ ડેમ ૫૦ થી ૭૦ ટકા, ૩૦ ડેમ ૨૫ થી ૫૦ ટકા વચ્ચે અને ૧૯ ડેમ ૨૫ ટકાથી ઓછા ભરાયેલા છે. રાજ્યમાં હાલમાં ૭૦ ડેમ હાઈ એલર્ટ, ૩૫ ડેમ એલર્ટ તથા ૧૬ ડેમ વોર્નિંગ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં પાંચ તાલુકાઓમાં ૧૩ ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. જેમાં જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં ૧૩ ઈંચથી વધુ, કેશોદ તાલુકામાં ૧૧ ઈંચથી વધુ, વંથલી તાલુકામાં ૧૦ ઈંચથી વધુ તેમજ પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકામાં ૧૦ ઈંચ અને નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ૯ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
ચોમાસાની સ્થિતિમાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની એસ.ટી. બસોના સફળ આયોજનના પરિણામે નહિવત ટ્રીપો રદ કરીને ૧૪હજારથી વધુ રૂટ પર ૪૦ હજારથી વધુ ટ્રીપો પૂર્ણ કરીને વાહન વ્યવહારની સુવિધા નાગરિકોને પહોંચાડવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial