Advertisement
Author: નોબત સમાચાર

શિરેશ્વર લોકમેળામાં બે પોલીસકર્મીએ સગીરને ધમકી આપી મોબાઈલ તોડ્યો

એસપીએ રજૂઆત ન સાંભળ્યાની કેફિયતઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧: ખંભાળિયામાં શિરેશ્વર લોકમેળામાં બે પોલીસકર્મીએ ચકડોળમાંથી ઉતરવા બાબતે બોલાચાલી કરતા એક સગીરને ધમકી આપી માર મારવા ઉપરાંત મોબાઈલ તોડી નાખ્યાની ચર્ચા ઉગી છે. આ બાબતની એસપી સમક્ષ રજૂઆત કરાતા તેઓએ રજૂઆત ન સાંભળી હોવાની સગીરના દાદાએ રજૂઆત કરી છે.

ખંભાળિયામાં દર વર્ષે યોજાતા શિરેશ્વર લોકમેળામાં ખંભાળિયા બ્રહ્મસમાજના અગ્રણી તેમજ એડવોકેટ ઉપરાંત વકીલ મંડળના પ્રમુખ સંજયભાઈ જયંતિલાલ જોષીના સગીર વયના પુત્રને એક ચકડોળમાંથી ઉતરવા બાબતે બોલાચાલી થયા પછી બે પોલીસકર્મી આવી ગયા હતા.

આ પોલીસ કર્મચારીઓએ તે સગીરને માર મારવા ઉપરાંત મોબાઈલ તોડી નાખી હાથ-પગ ભાંગી નાખવાની ધમકી આપતા ચકચાર જાગી છે. બનાવની જાણ થતાં ચાઈલ્ડ વેલફેર સમિતિના સદસ્યો ધસી આવ્યા હતા.

આ બનાવ અંગે તે તરૂણના દાદા અને ખંભાળિયાના બ્રહ્મસમાજના પૂર્વ પ્રમુખ જે.કે. જોષીએ જણાવ્યું છે કે, પોલીસ કર્મચારીઓએ પોતાના પૌત્રને મારેલા માર અંગે રજૂઆત કરવા જ્યારે તેઓ એસપી સમક્ષ પહોંચ્યા ત્યારે એસપીએ લેખિતમાં ફરિયાદ આપવાનો આગ્રહ કરવા ઉપરાંત તેઓની રજુઆત સાંભળી ન હતી. અધિકારીઓની હાજરીમાં સગીર પર અત્યાચાર થયો તે બાબત શરમજનક ગણી શકાય.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh