Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૧૭ ફેબ્રુઆરી, મંગળવાર અને મહા વદ અમાસનું રાશિફળ

મિથુન સહિત બે રાશિના જાતકોને પ્રગતિકારક સંજોગો સર્જાય, અગત્યના નિર્ણયો લઈ શકાય

                                                                                                                                                                                                      

 

Aries (મેષ: અ-લ-ઈ)

આપના હાથ ધરેલા કાર્યો અંગે સંજોગોનો સાથ મળતો જણાય. સ્વાસ્થ્ય બાબતે આપે સાચવવું પડે.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૫-૨

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના વ્યાવસાયિક કાર્યો અંગે વધુ ધ્યાન અને અન્યનો સાથ જરૂરી માનજો. લાભની તક મળી શકે  છે.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૮

 

Gemini (મિથુન: ક-છ-ધ)

પ્રગતિકારક સંજોગો સર્જાય, અગત્યના નિર્ણયો લઈ શકો. સ્વજનો-સ્નેહીજનોનો સહકાર મળી રહે.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૩-૬

 

Cancer (કર્ક: ડ-હ)

વ્યાવસાયિક અને આધ્યાત્મિક બનીને કાર્ય ફળ પ્રાપ્ત થતું જણાય. ખર્ચ ઉપર અંકુશ રાખવો જરૂરી  બની શકે.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૯-૪

 

Leo (સિંહ: મ-ટ)

આપને ઉતાવળે આંબા પાકે નહીં તે સમજીને વીચારીને ડગ ભરશો તો સફળતા આવી મળશે.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૬-૧

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના ધાર્યા કામ અંંગે અવરોધ હશે તો તેને પાર કરી શકશો. ગૃહસ્થજીવનમાં સંવાદિતા રહે.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૪-૯

 

Libra (તુલા: ર-ત)

આપના મહત્ત્વના કાર્યો ફળદાયી જણાય. ધાર્યા કાર્ય સફળ થાય. પ્રગતિકારક તક આપને પ્રાપ્ત થાય.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૭-૫

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

માનસિક ચિંતા-બેચેનીમાંથી બહાર આવી શકશો. ખર્ચ-વ્યય અટકાવજો. સામાજિક કાર્ય થઈ શકે છે.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૧-૪

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના ગૃહસ્થ જીવનમાં સંવાદિતા સર્જાય. કાર્ય સફળતા માટે તબિયત આપે સાચવવી જરૂરી જણાય.

શુભ રંગઃ લવંડર - શુભ અંકઃ ૫-૮

 

Capricorn (મકર: ખ-જ)

આપના નોકરી-ધંધા કે અન્ય કોઈ કામ અંંંગે ટેન્શન હશે તો દૂર થાય. યાત્રા-પ્રવાસનું આયોજન  શક્ય બને.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૬-૯

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

અંગત સમસ્યાઓનો હલ મળતો જણાય. આશા અમર સમજવી. ખર્ચ-ખરીદીના પ્રસંગો બની શકે.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૩-૮

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

ધીરજના ફળ મીઠા સમજતા કાર્ય લાભ વિલંબથી મળતો જણાય. સ્વજનો-સ્નેહીથી મિલન-મુલાકાત  થાય.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૨-૬



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh