Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ટાઉનહોલમાં પોલીંગ સ્ટાફને તાલીમ

જિલ્લા ચૂંટણી અધિકારી પી.બી. પંડયાની ઉપસ્થિતિમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મુક્ત ન્યાયી અને પારદર્શી વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પી.બી. પંડયાની ઉપસ્થિતિમાં શહેરના ટાઉનહોલમાં પોલીંગ સ્ટાફ માટે તાલીમનું આયોજન કરાયું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત કર્મચારીઓને સંબોધતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પી.બી. પંડયાએ અત્યંત સરળ ભાષામાં ચૂંટણી કાર્યની ગંભીરતા અને તેની પવિત્રતા વિશે ઉંડાણપૂર્વક સમજણ આપી હતી. તેમણે જણાવ્યું કે લોકાહીના આ મહાપર્વમાં પોલીંગ સ્ટાફની ભૂમિકા અત્યંત મહત્ત્વની છે. તેથી દરેક કર્મીએ ઝીણામાં ઝીણી બાબતોનું ધ્યાન રાખી સમગ્ર પ્રક્રિયા ક્ષતિરહિત રીતે પૂર્ણ થાય તે સુનિશ્ચિક કરવું જોઈએ.

તાલીમ દરમિયાન કલેકટરે ચૂંટણી પ્રક્રિયામાં સામેલ અધિકારીઓ, કર્મચારીઓને શું કરું અને શું ન કરવું તેની જાણકારી આપી હતી. તેમણે ખાસ તાકીદ કરી હતી કે ચૂંટણીલક્ષી તમામ પ્રકારની વહીવટી અને ક્ષેત્રીય તૈયારીઓ મતદાનના એક દિવસ અગાઉ જ પૂર્ણ કરી લેવીજોઈએ. જેથી મતદાનના દિવસે કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય. વધુમાં જો કોઈ પણ સ્તરે મુંઝવણ કે માર્ગદર્શનની આવશ્યકતા હોય તો વિલંબ કર્યા વિના તુરત જ ઉપરી અધિકારીનું ધ્યાન દોરી યોગ્ય માર્ગદર્શન હેળવી લેવા સૂચના આપી હતી.

આ તાલીમ કાર્યક્રમાં ચૂંટણી અધિકારી વિરલ માકડીયા સહિત વોર્ડ નં.પથી ૮ના પોલીંગ ઓફિસર તથા મોટી સંખ્યામાં મહિલા પોલીંગ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh