Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માનવીના જીવનનું નિર્માણ શું થયું હોય એ તો ઈશ્વર જ જાણતા હોય, જન્મ ક્યાં હોય? સંજોગો કેવા હોય? બાળપણ, યુવાની અને લગ્ન એ પછીનો સંસાર, ગરીબીમાંથી સારા દિવસો કે અમીરીમાંથી ગરીબી , આ બધું કેવું જાય એ ઈશ્વર જ જાણતા હોય. આપણે અનેક લોકો કે પરિવારો જોયા હોય અને કહેવાતું હોય કે *શું હતા અને શું થઈ ગયા?* ક્યાં હતા અને ક્યાં પહોંચી ગયા* આવું ઘણા માટે આપણે સૌએ જોયું હશે.પણ જે દિવસો હોય એમાં છકી ન જાય કે દુઃખી ન થાય એ જ વ્યક્તિ સંતોષ થી જીવન માણી શકે.
કવિ પ્રભુલાલ દ્વિવેદીએ કેટલું યોગ્ય લખ્યું છે....
*એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી,
એથી જ શાણા સાહૃાબીથી લેશ ફુલાતા નથી.
ભાગ્ય રૂઠે કે રીઝે એની તમા જેને નથી,
એ જ શૂરા જે મુસીબત જોઈ ગભરાતા નથી.
ખીલે તે કરમાય છે, સર્જાય તે લોપાય છે,
જે ચઢે તે પડે, એ નિયમ બદલાતા નથી.*
આ જીવન ચક્ર ની આખી વાત એક જ પરિવારમાં બની છે.... એ વાંચો સમજો તો ખ્યાલ આવે કે છકી ન જવું કે ડરી ના જવું... સમતોલ જમીન થી જોડાયેલા રહેવું...
હવે તો ગામડા વિકસવા માંડયા છે અને લગભગ શહેરમાં ભળવા માંડયા છે એમ જ નગરના છેવાડાના ગામ હવે શહેરમાં ભળી ગયું ત્યાં પણ આધુનિક મકાન , બંગલા , ફ્લેટ , શોપિંગ કોમ્પ્લેક્ષ વગેરે કેટલું વધી ગયું એમાંના એક કોમ્પ્લેક્ષમાં આજે બુટિક નું ઉદ્ઘાટન હતું....ગામના અમુક માણસો એ જોયું કે આવું બુટિક તો બીજા પરામાં પણ છે આ શાખા હશે? ત્યાં પશાકાકા એ એના પગથિયા પર બેઠેલા મંદબુદ્ધિ બાળક ને જોયો... પશાકાકા કહે કે આ છોકરો તો ઓલા અમરત નો કે નહિ? બીજા બધા કહે કે હા આ એ જ ઘોઘો , તો એની બહેન ક્યાં છે? શાલુ ? એટલામાં એ દેખાણી પશાકાકા કહે આ રહી... એ નોકરી કરતી હશે? દુકાનનું નામ છે શૈલી બુટિક , પશાકાકા કહે કે આ શૈલી એની શેઠાણી હશે... શાલુ ની નજર પડી અને એ દોડતી આવી અને પશાકાકા ના પગમાં પડી ગઈ.... ઉત્સાહથી બોલવા લાગી કે સારું થયું તમે આવ્યા આજે મારી દુકાનનું ઉદ્ઘાટન છે... આ બીજી શોપ છે ... પહેલી શોપ શહેરની વચ્ચે જ છે , એ બહુ જ સરસ ચાલવા લાગી , આ બાજુના ગ્રાહકોને ત્યાં આઘુ પડતું હતું એટલે અહીં કરી... માત્ર બહેનોના ડિઝાઈનર કપડા... પણ કાકા આ બધું મારી સાહેલી અમીને આભારી છે...પશાકાકા આ સાંભળી વિચારોમાં ખોવાઈ ગયેલા .... એમને પાછળનું બધું જ યાદ આવવા માંડ્યું.... આ છોકરી કેટલી દુઃખી હતી? અમરત પાસે કેટલી જમીન હતી? એના પિતાના શેઠે આપેલી.... પૈસામાં છકી ગયો દારૂના રવાડે ચડી ગયો અમરત , એક દીકરી હતી અને બીજો દીકરો જન્મ્યો એ મંદબુદ્ધિ . બધું બરબાદ થઇ ગયું.... આ દીકરી અમરતે એને દારૂૂ પહોંચાડતા જીતિયા સાથે પરણાવી દીધી... એય દારૂડિયો... આ શાલુની તો જિંદગી બરબાદ થઈ ગઈ.... એ પછી અમરત ગુજરી ગયો... એનું ઘર વગેરે બધું ગયું... દીકરી શાલુ માથે મંદબુદ્ધિ ભાઈ ઘોઘા ની જવાબદારી આવી ગઈ.... પણ એ છોકરી હારી નહી એની સાથે રાખતી.....એ દરમિયાન એના વર જીતિયા ને અકસ્માત થયો દારૂના નશામાં જ પડ્યો અને પગ ગુમાવ્યા. એને ય બધું બરબાદ થઇ ગયું.... પછી શું થયું કોને ખબર? આ વિચાર પશાકાકા કરતા હતા ,આંખો અધ્ધર હતી અને શાલુએ પશાકાકાને હલાવ્યા. કાકા ક્યાં ખોવાઈ ગયા? પશાકાકા કહે કે બેટા મને તારું બધું યાદ આવતું હતું... એકદમ બધું ખલાસ થઇ ગયેલું , તારે ભીખ માંગવાના દિવસો આવી ગયેલા અને આ શું થયું? શાલુ કહે કાકા આ બધું જ મારી સખી અમી અને એના પતિ જય ને કારણે છે , તમને તો ખબર છે ને મારી અને અમીની દોસ્તી? પશાકાકા કહે હા હા, એક વખતના જમીનદાર અભય શેઠની દીકરી....તારા પિતા અને અભયશેઠ બન્ને ની જાહોજલાલી હતી ત્યારે તું અને એ અમી એક જ દિવસે જન્મ્યા ત્યારે તમે સાથે જ.... તમે બેય મોટા થયા તારા પિતા બરબાદ થયા એટલે બધા સંબંધો ચાલ્યા ગયા... અમીના લગ્ન બહુ જ સારા ખાનદાનમાં એકના એક દીકરા જય સાથે થયા....
શાલુ એ વાત આગળ ચલાવી.... મારા લગ્ન થી હું જરાય રાજી નહોતી...જીતુ પાસે પૈસા પુષ્કળ પણ આ દારૂના ધંધાને કારણે , વાતવાતમાં જેલમાં જાય... એ રોજ બપોર પછી દારૂ સપ્લાય કરવા જાય અને છેલ્લે એક ભાઈબંધ હારે પીવા બેસે , રાત્રે મોડા આવે.... એમાં એક દિવસ પી ને આવતો હતો અને અકસ્માત થયો... પગ ભાંગી ગયો જે ક્યારેય ઠીક ન થાય...કાંઈ સુજે નહીં... બધા પૈસા એના ઈલાજમાં ખલાસ થઈ ગયા. મારા ભાઈ ઘનશ્યામના ઇલાજના પણ પૈસા ન રહ્યા. આમ તો ઘનુ ને ઘણું સારું હતું.... હવે બધા કામ કરતો હતો... જે કહીએ એ કરે , ખાલી બોલી નહીં...જીતુ ઘરમાં પડી રહે કોઈ આવકનું સાધન નહીં... શું કરું? એમાં મને એકદમ અમી યાદ આવી ગઈ... એ તો શહેરમાં રહે, એનું સરનામું પણ મારી પાસે નહીં... મેં એના મામા પાસે સરનામું માગ્યું તો એ કહે કે શું કામ છે? એની પાસે ભીખ માંગવા જઈશ? હું કાંઈ ન બોલી.... મનમાં કહૃાું કે આમ તો એ જ કહેવાય પણ શું કરું? હું સરનામું લઇ શહેર પહોંચી ગઈ.. લગભગ આ ઘનુને લઇ ખાધા પીધા વગર સરનામે પહોંચી ગઈ... પણ ઘરમાં જવું કેવી રીતે? કેવો પ્રતિભાવ મળશે? એટલા હું અને ઘનુ ઘરની બહાર બેસી રહૃાા.એ દરમ્યાન એ બંગલામાંથી એક સોહામણો યુવાન બહાર નીકળ્યો...હું ઉભી થઇ ગઈ... એ બોલ્યો કે કોણ છો? કેમ અહીં બેઠા છો? કોનું કામ છે? મેં ખચકાતા કહૃાું કે અમી.... અમિતા અહીં જ રહે છે? એ કહે કે હા આ એનું જ ઘર છે ..એ મારી પત્ની છે , હું જય ,તમે કોણ? મેં કહૃાું કે હું શાલુ એની નાનપણની દોસ્ત... જય કહે હા હા મને યાદ આવ્યું એણે તમારા બંનેની મિત્રતા ની બધી વાત કરી... કેમ સાથે રહેતા પછી કેવી પરિસ્થિતિ થઈ , તમે છૂટા પડયા. એ તમારી વાત કરતા કરતા ઢીલી પણ થઇ જાય છે... અરે હા બહાર કેમ ઉભા છો અંદર આવો બેસો..., અમે અંદર જઈને બેઠા એમનું ઘર કેટલું ભવ્ય હતું... વૈભવશાળી પણ એ સાવ સરળ એમણે અમને પાણી આપ્યું અને પૂછ્યું કે આ સાથે કોણ છે? મેં કહૃાું કે મારો ભાઈ છે.... ઘનશ્યામ એટલે કે ઘનુ , હા હવે અમી ને બોલાવો ને? જય કહે કે એ ગામ જ ગઈ છે એની કંઈક વસ્તુ લાવવા...આવશે ..કામ શું હતું? મેં ખચકાતા આખી પરિસ્થિતિ જણાવી અને કહૃાું કે થોડી પૈસાની મદદ થઈ જાય તો હું ઘર પણ ચલાવી શકું અને મશીન લઇ સિલાઈ કામ કરી શકું.... હું નાનપણથી સિલાઇની શોખીન , ડ્રેસ ડિઝાઈનર બનવું હતું પણ સંજોગોએ એવી લપડાક મારી કે બધું ખતમ થઈ ગયું.....
જય કહે અરે એમ થોડું ખતમ થાય? કેટલા પૈસા જોઈએ છે? મેં કહૃાું કે વીસ હજાર મળશે તો ચાલશે...ઘરમાં એક બે મહિનાનું ખાવાનું આવી જશે, મશીન લાવીશ અને એમાંથી આગળ ચાલશે... જય ઉભો થયો અને અંદર જય પૈસા લઇ આવ્યો એણે કહૃાું કે લ્યો આ વિસ નહીં પણ પચાસ હજાર , મેં કહૃાું ના ના... આટલા બધા તો નહિ જ અને લઈશ તો અમીની હાજરીમાં નહિ તો એને એમ થશે કે હું તમને ફોસલાવી ને લઇ ગઈ....જય કહે કે ના એણે તમારી એટલી બધી વાત કરી છે કે મને તમારી બધી વાત ખબર છે... એ ચિંતા કરતી જ હોય છે કે શાલુ શું કરતી હશે? દુઃખી તો નહીં હોય ને? કદાચ એ તમને જોવા પણ જશે... તમે બેસો હું તમારા માટે જમવાનું મંગાવું છું , તમે જમો આરામ કરો.. હું કામે જાઉં મેં કહૃાું કે બરાબર પણ અમે જમીને નીકળી જઈએ પછી આવું.... અમે જમ્યા પછી નીકળતા હતા ને સામે અમી આવી... મને જોઈ વળગીને ધ્રુસકે ધ્રુસકે રોઈ પડી... જયકુમારે બધી વાત કરી...અને કહૃાું કે મેં પચાસ હજાર આપ્યા પણ એ તારા વગર લેવા તૈયાર નહીં.... કાકા માનશો? એમીએ મને ખૂબ ધમકાવી અને કહૃાું કે તું તો માસ્ટર છે... એણે કહૃાું કે જયની એક શોપ ખાલી પડી છે જ્યાં તું શરૂ કર.... હું તારી સાથે છું... તું જ તારા ડિઝાઇન કરેલા વસ્ત્રો બનાવ.... દુકાન હું તૈયાર કરીશ.... અને અમે કરી.... ખુબ ચાલવા લાગી લોકો ક્યાં ક્યાં થી આવવા મંડ્યા મારા વર જીતુનું પણ હ્ય્દય પરિવર્તન થયું.... એ હવે દુકાને બેસતા થયા... પગ નથી પણ આવીને ગલ્લે બેસે છે... બધો હિસાબ રાખે છે...હવે તો મારો ભાઈ પણ બોલી નથી શકતો પણ કામ બધા કરે છે... અમે નવું ઘર પણ લીધું... અને આ બીજી શોપ... આ નામ પણ મારા નામથી અમીએ રાખ્યું છે..
શૈલી બુટિક.... મુખ્ય દુકાન પાછળ વર્કશોપ છે... કેટલીયે બહેનોને રોજગાર મળે છે... મારા બુટિક બીજા વેપારી પણ લઇ જાય છે.... એટલામાં અમી અને એના પતિ જય આવ્યા પશાકાકા એ આશીર્વાદ આપ્યા અને કહૃાું કે તમારા બે ની મિત્રતા કહેવું પડે... અમી કહે કે ઈશ્વર ની બાકી આ શાલુ ગરીબી હાડમારીથી ડરી નહિ એમાં જીતી ગઈ.... એના પપ્પા સુખ સાહૃાબીથી છકી ગયા અને બરબાદ થયા પણ દીકરી ગરીબી દુઃખ... તકલીફોથી ગભરાયા વગર આગળ વધી તો જુઓ હે પાછું બધું સરસ થયું.... જીતુ કુમાર પણ સુધરી ગયા અને સાચી રાહ પર આવી ગયા તો બધા કેવા સુખી છે? પશાકાકા કહે , એ તમારા બે ના સહયોગથી... અમી અને જય વાહ....જય કહે અમે તો નિમિત્ત .... પછી તો ગામના સૌ આવ્યા... આ છે જીવનના સંજોગો.... મક્કમ રહો, અડગ રહો.... સકારાત્મક રહો અને મહેનત કરો...હતાશ ન થાવ.. બધું જ સારું થશે....
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial