Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, હોમગાર્ડઝ અને જામ્યુકોના સંયુક્ત ઉપક્રમે
જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ઉપક્રમે હોમગાર્ડઝ અને જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે રંગમતિ નદીની સ્વચ્છતા જાળવી રાખવાનો સંદેશો આપવાના ઉદ્દેશથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આદર્શ સ્મશાનથી સિદ્ધનાથ મહાદેવ મંદિર સુધી આ રેલી યોજાઈ હતી. રંગમતિ નદીને ગંદકીથી બચાવવાનું આહ્વાન ડીએલએસએના સચિવ અનિકેત શુકલ અને હોમગાર્ડઝના કમાન્ડન્ટ ગિરીશ સરવૈયાએ આપ્યું હતું. રંગમતિ નદી એ જામનગરની શાન છે. સમયાંતરે આ નદીનું ભાવી અંધકારમય ન થાય તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં અનિકેત શુકલ, ગિરીશ સરવૈયા ઉપરાંત મહાનગરપાલિકાના વોરીયર્સ ડીએલએસએના વોલન્ટીયર્સ, મહાનગરપાલિકાના કર્મચારીઓ, હોમગાર્ડઝના જવાનો વિગેરે જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial