Advertisement
Author: નોબત સમાચાર

લાલુ પ્રસાદ, રાબડી દેવી અને તેજસ્વી યાદવ પર દિલ્હી કોર્ટમાં કલમ-૪૨૦ હેઠળ ચાર્જશીટ

બિહારમાં ચૂંટણી ટાણે યાદવ પરિવારને જબરો ઝટકોઃ આઈ.આર.સી.ટી.સી. કૌભાંડમાં આરોપો ઘડાયાઃ હજુ લેન્ડ ફોર જોબ કેસમાં નિર્ણય બાકી

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૩: બિહાર ચૂંટણી વચ્ચે લાલુ-તેજસ્વી અને રાબડી દેવી સામે આજે કલમ ૪૨૦ હેઠળ આરોપો ઘડાયા છે. જેથી યાદવ પરિવારને જબરો ઝટકો લાગ્યો છે.

 બિહારમાં ચૂંટણીનો માહોલ છે અને પહેલા-બીજા તબક્કા માટે નોમિનેશનની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે વિપક્ષના મહાગઠબંધનના આગેવાન રાષ્ટ્રીય જનતા દળ ના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ અને તેમનો પરિવાર કાનૂની પ્રક્રિયામાં ગુંચવાઈ ગયો છે.

 લાલુ યાદવ, તેજસ્વી યાદવ અને રાબડી દેવી દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટ પહોંચ્યા હતા આજે લેન્ડ ફોર જોબ કેસ અને આઈઆરસીટીસી કૌભાંડ મામલે આરોપો નક્કી કરવા મામલે કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો અને કોર્ટે લાલુ યાદવના પરિવારને મોટો ઝટકો આપતા કલમ ૪૨૦ હેઠળ લાલુ, તેજસ્વી અને રાબડી દેવી સામે આરોપો ઘડ્યા હતાં.

વિપક્ષના મહાગઠબંધનના આગેવાન રાષ્ટ્રીય જનતા દળ ના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ અને તેમનો પરિવાર કાનૂની પ્રક્રિયામાં ગુંચવાઈ ગયો છે. આજે લેન્ડ ફોર જોબ કેસ અને આઈઆરસીટીસી કૌભાંડ મામલે આરોપો નક્કી કરવા મામલે કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે. જયારે લેન્ડ ફોર જોબ કેસમાં આરોપો નિશ્ચિત કરતા ચૂકાદો હજુ બાકી છે. જે ૨૫મી તારીખે આવશે.

રાઉઝ એવન્યુ કોર્ટની વિશેષ સીબીઆઈ કોર્ટે કહૃાું કે, લાલુ યાદવે ટેન્ડર પ્રક્રિયામાં દખલગીરી કરી હતી. ટેન્ડર પ્રક્રિયામાં મોટો ફેરફાર કર્યો હતો. સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે લાલુ યાદવ વિરૂ.દ્ધ કેસ નોંધ્યો છે. રાબડી દેવી અને તેજસ્વી યાદવ વિરૂ.દ્ધ છેતરપિંડી, ભ્રષ્ટાચાર સહિત અનેક કલમો હેઠળ આરોપો નિશ્ચિત થયા છે. કોર્ટે ષડયંત્ર, પદનો દુરૂ.પયોગ, ટેન્ડર પ્રક્રિયામાં છેતરપિંડીના આરોપોસર લાલુ યાદવ અને તેમના પત્નીને દોષિત ઠેરવ્યા છે. આ કૌભાંડનો સંબંધ લાલુ પ્રસાદ યાદવના ૨૦૦૪ થી ૨૦૦૯ સુધીના કેન્દ્રીય રેલવે મંત્રી તરીકેના કાર્યકાળ સાથે છે. લેન્ડ ફોર જોબ કેસમાં મુખ્ય આરોપ એ છે કે લાલુ યાદવે રેલવે મંત્રી તરીકે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને ગ્રુપ 'ડી' પોસ્ટ પર અમુક વ્યક્તિઓને રેલવેમાં નોકરીઓ આપી હતી. આ નોકરીઓ આપવાના બદલામાં, ઉમેદવારોએ અથવા તેમના પરિવારોના સભ્યોએ તેમની જમીન અથવા સંપત્તિ લાલુ યાદવના પરિવારના સભ્યો (જેમ કે રાબડી દેવી, તેજસ્વી યાદવ, મીસા ભારતી, હેમા યાદવ) અને તેમની સાથે જોડાયેલી કંપનીઓના નામે બજાર કિંમત કરતાં ઘણાં ઓછા ભાવે વેચી દીધી અથવા ભેટ તરીકે આપી દીધી હતી.

સીબીઆઈના જણાવ્યા મુજબ, પહેલા ઉમેદવારોને રેલવેના વિવિધ ઝોનમાં (જેમ કે મુંબઈ, જબલપુર, કોલકાતા, જયપુર, હાજીપુર) અવેજી તરીકે ગેરકાયદેસર રીતે ભરતી કરવામાં આવ્યા, અને જ્યારે તેમના પરિવારોએ જમીનના સોદા કર્યા, ત્યારે તેમને પાછળથી નિયમિત કરવામાં આવ્યા હતા. સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) આ મામલાની તપાસ કરી રહી છે. ઈડ્ઢએ આ કેસમાં મની લોન્ડરિંગના આરોપ હેઠળ લાલુ પરિવારની કરોડોની સંપત્તિ પણ જપ્ત કરી છે.

આજે જેમાં ચાર્જશીટ મુકાયુ છે, તે આઈઆરસીટીસી કૌભાંડ પણ લાલુ પ્રસાદ યાદવના રેલવે મંત્રી તરીકેના કાર્યકાળ (૨૦૦૪-૨૦૦૯) સાથે સંબંધિત છે. મુખ્ય આરોપ એ છે કે રેલવેના બે હોટલો (બિહારના રાંચી અને પુરી) ના મેન્ટેનન્સ અને સંચાલનનો ટેન્ડર ખાનગી કંપનીઓને આપવા બદલ ગેરરીતિઓ આચરવામાં આવી હતી. કથિત રીતે, ટેન્ડરની શરતોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા જેથી એક ચોક્કસ ખાનગી કંપનીને ફાયદો થાય.

આના બદલામાં, લાલુ યાદવના પરિવારને જમીન અથવા અન્ય આર્થિક લાભોના રૂ.પમાં લાંચ મળી હતી. સીબીઆઈએ આ મામલે લાલુ પ્રસાદ યાદવ, તેમની પત્ની રાબડી દેવી અને પુત્ર તેજસ્વી યાદવ સહિત અન્ય આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને ગુનાહિત કાવતરાના આરોપો હેઠળ ચાર્જશીટ દાખલ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh