Advertisement
Author: નોબત સમાચાર

આંગણવાડીમાં ભરતી માટેના અરજી ફોર્મ ભરવા-અન્ય દાખલા માટે કતારો

હાય રે... બેરોજગારી

                                                                                                                                                                                                      

ગુજરાત સરકાર દ્વારા આંગણ વાડીઓમાં ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે અંગેના અરજી ફોર્મ ભરવા તથા તે સંદર્ભમાં રજૂ કરવાના આવક-જાતિના દાખલા, તેના વેરીફિકેશન માટે મામલતદાર કચેરીમાં દરરોજ મોટી સંખ્યામાં અરજદાર બહેનોની લાંબી કતારો લાગે છે. મામલતદાર કચેરી દ્વારા દરરોજ ત્રણસો ટોકન જ આપવામાં આવે છે, જ્યારે લાઈનમાં અંદાજે એકાદ હજાર જેટલી બહેનો હોય છે, તેથી વારો ન આવે તો બીજા દિવસે ફરીથી ધક્કો ખાઈને ટોકન માટે અને અન્ય પ્રક્રિયા માટે કલાકો સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે. આ સમસ્યાના નિરાકરણ માટે મામલતદાર ઓફિસમાં સુચારૂ અને ઝડપી વ્યવસ્થા માટે ઉગ્ર માગણી ઊઠવા પામી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh