Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સત્તાધારી પક્ષ માટે પડકાર
ખંભાળીયા તા. ૧૩: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં કોંગ્રેસના રાહુલ ગાંધીના માર્ગદર્શનમાં સુસુપ્ત ગણાતા પ્રમુખને બદલે એક્ટિવ અને રાજ્ય કિસાન કોંગ્રેસ પ્રમુખ લડાયક નેતા પાલભાઈ આંબલીયાને જિલ્લા પ્રમુખ બનાવાતા કોંગ્રેસમાં નવો કરંટ આવ્યો હોય તેમ અનેક મુદ્દે આંદોલનો જાગૃતતાની સ્થિતિથી અન્ય પક્ષો માટે ચિંતાની સ્થિતિ થવા લાગી છે.
તાજેતરમાં રેંકડી ધારકો પાથરણાવાળાના મુદ્દે દ્વારકામાં આંદોલન, જામ-રાવલમાં ભ્રષ્ટાચાર રજૂઆતો, સાની ડેમ સહિતના પ્રશ્નો અંગે જાગૃતતા સાથે તાજેતરમાં જામ-રાવલમાં મોટી સંખ્યામાં ભાજપનાના હોદ્દેદારો કોંગ્રેસમાં ભળતા સુસુપ્ત થઈ ગયેલા કોંગ્રેસ પક્ષમાં દ્વારકા જિલ્લામાં સક્રિયતા આવવાની સાથે ભાજપને પણ ચિંતાજનક સ્થિતિ થઈ છે.
હાલ કોંગ્રેસ પક્ષ પાસે સલાયા નગરપાલિકા છે તથા આગામી સમયમાં ખંભાળીયા, જામ-રાવલ નગરપાલિકા ચૂંટણીઓ આવનાર છે ત્યારે કોંગ્રેસ મજબૂત સ્પર્ધા કરે તેવી સંભાવના ઊભી થઈ છે. નિયમ મુજબ કામો નહીં, ગુણવત્તામાં બેદરકારી, ભ્રષ્ટાચાર, ગ્રાન્ટોનો વ્યવસ્થિત ઉપયોગ ન થવો વિગેરે મુદ્દાઓ સત્તાધારી પક્ષ માટે મુશ્કેલી ઊભી કરનાર થાય તો નવાઈ નહીં !!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial