Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લાના અન્ય કેટલા વિસ્તારોમાં નુકસાન થયું પણ...
ખંભાળીયા તા. ૫: ખંભાળીયા પંથકમાં છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઓછો વરસાદ છતાં પાકની સ્થિતિ ખૂબ સારી હોઈ જગતનો તાત ખુશ છે, હજુ એક વરસાદ થોડા દિવસ પછી થાય તો તે ફાયદામાં છે.
દેવભૂમિ દ્વારકામાં છેલ્લા પાંચ વર્ષમાં આ વર્ષે મોસમનો સૌથી ઓછો વરસાદ પડ્યો છે. જે ચિંતાજનક ગણાય, પણ ખંભાળીયાને પાણી પૂરૃં પાડતો ઘી ડેમ ૨૦ ફૂટ ભરાઈ ગયો છે. અને છલકાવાની સ્થિતિમાં છે. તથા પાકની સ્થિતિ પણ ખૂબ સારી છે. જેથી ખેડૂતો ખુશ છે.
માગ્યો વરસાદ મળ્યો છે
આ વર્ષે ભલે વરસાદમાં ખંભાળીયા અન્ય તાલુકાઓ થી અડધો વરસાદ પડ્યો હોય પણ માંગ્યો મે આવ્યા જેવું છે. જ્યારે જ્યારે ખેડૂતોને પાણીની જરૂર પડી ત્યારે જ વરસાદ થયો છે. જે દર વર્ષે અત્યારની સ્થિતિમાં ૭૦ થી ૭૫ ઈંચ હોય, તેના બદલે ૧૯ ઈંચ પણ પૂરો થયો નથી, પણ તાલુકામાં મગફળી તથા અન્ય પાકોની ખૂબજ સારી સ્થિતિ છે.
જિલ્લામાં કેટલાક સ્થળે નુકસાન
દ્વારકા જિલ્લાના અન્ય વિસ્તારોમાં અતિવૃષ્ટિ તથા સતત વધુ વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાણા. કેટલાએ વિસ્તારોમાં પાકની સ્થિતિ થોડી નબળી છે. જ્યારે ખંભાળીયા વિસ્તારમાં માંગ્યો વરસાદ અને સતત તડકો રહેતા મગફળીના પારવા સામસામા ભેગા થઈ ગયાની સ્થિતિ થઈ ગઈ છે. તો પાકમાં પણ નરવાઈ સાથે રોગચાળો પણ નથી.
થોડા દિ' પછી એક રાઉન્ડની શક્યતા
આગામી સમયમાં પાકને પાણીની જરૂર પડે તેવું છે ત્યારે ફરી ૧૦ તારીખ પહેલા વરસાદના એક રાઉન્ડની શક્યતા હોય, ફરીથી મેઘરાજા માંગ્યા મે આપે તેવું થશે તો પાકની સ્થિતિ ખૂબજ સારી થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial