Advertisement
Author: નોબત સમાચાર

ભૌતિક સાથે નૈતિક વિકાસ પણ જરૂરી છે, આત્મનિર્ભર બનીએ...: મોહન ભાગવત

સંઘના ૧૦૦ વર્ષે અંગે નાગપુરમાં ઉજવણી દરમિયાન સંબોધનઃ

                                                                                                                                                                                                      

નાગપુર તા. ૨: આર.એસ.એસ.ની શતાબ્દી સાથે નાગપુરમાં વિજયાદશમી ઉત્સવ અંગે સંઘ સુપ્રિમે મોહન ભાગવતે કહ્યું હતું કે, સ્વદેશીનો ઉપયોગ કરવો કોઈ મજબુરી નથી આપણો અધિકાર છેઃ પહલગામ હુમલાએ સ્પષ્ટ કરી દીધુ કે કોણ આપણા મિત્ર છે અને કોણ દુશ્મન છેઃ દેશની સુરક્ષા માટે આપણે સતર્ક-સમર્થ રહેવું પડશે. ભૌતિક સાથે નૈતિક વિકાસ પણ જરૂરી છે. સ્વદેશી અપનાવીને આપણે હવે આત્મનિર્ભર બનવું પડશે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના વડા મોહન ભાગવતે નાગપુરમાં આરએસએસની ૧૦૦મી વર્ષગાંઠ નિમિત્તે વિજયાદશમી ઉજવણીમાં આજે સંબોધન કર્યું. તેમણે દેશના લોકોને સ્વદેશીને પ્રોત્સાહન આપવા અપીલ કરી અને પડોશી દેશોમાં ચાલી રહેલા અશાંતિનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે પહલગામ હુમલા અને ઓપરેશન સિંદૂરનો પણ ઉલ્લેખ કર્યો.તેમણે કહૃાું, આજે, દુનિયા ભારત તરફ જોઈ રહી છે. આપણે દરેક પસાર થતા દિવસ સાથે મજબૂત બની રહૃાા છીએ. સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગને વધુ પ્રોત્સાહન આપવાનો સમય આવી ગયો છે. મારું માનવું છે કે સ્વદેશી ઉત્પાદનોનો ઉપયોગ કરવો એ કોઈ ફરજ નથી, પણ એક અધિકાર છે. આપણે હવે આત્મનિભ્ર બનવુ પડશે.

સંબોધનમાં મોહન ભાગવતે કહૃાું કે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા નવા ટેરિફ દરેકને અસર કરી રહૃાા છે, અને તે તેમના પોતાના ફાયદા માટે કરવામાં આવ્યા છે. વિશ્વ જીવન પરસ્પર નિર્ભરતા પર ચાલે છે, રાષ્ટ્રોમાં તમામ પ્રકારના સંબંધો હોય છે. આ વર્ષે ગુરુ તેગ બહાદુરના બલિદાનની ૩૫૦મી વર્ષગાંઠ છે. ભારતની ઢાલ બનીને, ગુરુ તેગ બહાદુરે સાંપ્રદાયિક સૌહાર્દ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું, તેમણે કહૃાું. સીમા પારથી આવેલા આતંકવાદીઓએ ૨૬ ભારતીયોને તેમના ધર્મ વિશે પૂછયા પછી મારી નાખ્યા. આ આતંકવાદી હુમલાએ દેશને શોક અને આક્રોશમાં મૂકી દીધો. તે પછી આપણા સુરક્ષા દળોએ જોરદાર જવાબ આપ્યો.

સંઘના વડાએ જણાવ્યું હતું કે દેશ પ્રવર્તમાન આર્થિક વ્યવસ્થા અનુસાર આર્થિક વિકાસ અનુભવી રહૃાો છે. જોકે, વર્તમાન આર્થિક વ્યવસ્થામાં કેટલીક ખામીઓ પણ ઉભરી રહી છે.  આપણે વર્તમાન આર્થિક વ્યવસ્થા પર સંપૂર્ણપણે નિર્ભર ન રહેવું જોઈએ. નિર્ભરતા એક મજબૂરી ન બનવી જોઈએ. તેથી, જો આપણે નિર્ભરતાને મજબૂરી બનાવ્યા વિના જીવવા માંગતા હોઈએ, તો આપણે આત્મનિર્ભર અને સ્વદેશી જીવન જીવવું પડશે. વિશ્વ સાથે રાજદ્વારી અને આર્થિક સંબંધો પણ જાળવવા પડશે, પરંતુ તેમના પર સંપૂર્ણ નિર્ભરતા રહેશે નહીં. ભાગવતે પડોશી દેશોમાં હિંસક ઘટનાઓ પર પણ ચિંતા વ્યક્ત કરી હતી.

મોહન ભાગવતે કહૃાું, આજે, સમગ્ર વિશ્વમાં અરાજકતાનું વાતાવરણ છે. આવા સમયે, સમગ્ર વિશ્વ ભારત તરફ જુએ છે. આશાનું કિરણ એ છે કે દેશની યુવા પેઢીમાં તેમના દેશ અને સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ વધ્યો છે. સમાજ સશક્ત અનુભવે છે અને સરકારની પહેલથી, પોતાની સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરી રહૃાો છે. બૌદ્ધિકો પણ તેમના દેશના કલ્યાણ વિશે વધુને વધુ ચિંતિત છે. કુદરતી આફતોમાં વધારો થયો છે. ભૂસ્ખલન અને સતત વરસાદ સામાન્ય બની ગયા છે. આ પેટર્ન છેલ્લા ૩-૪ વર્ષથી જોવા મળી રહી છે. હિમાલય આપણી રક્ષણાત્મક દીવાલ છે અને સમગ્ર દક્ષિણ એશિયા માટે પાણીનો સ્ત્રોત છે. જો વિકાસની વર્તમાન દિશા એ જ આફતોને ઉત્તેજન આપી રહી છે જે આપણે જોઈ રહૃાા છીએ, તો આપણે આપણા નિર્ણયો પર પુનર્વિચાર કરવો જોઈએ. હિમાલયની વર્તમાન સ્થિતિ એક ચેતવણીની ઘંટડી છે.

મોહન ભાગવતે કહૃાું, સંઘે પોતાના વિઝન અને પરંપરાને અનુસરીને ૧૦૦ વર્ષ પૂર્ણ કર્યા છે. સંઘનું દર્શન સ્વયંસેવકો અને સમાજના સંચિત અનુભવો પર આધારિત છે. આખું વિશ્વ આગળ વધ્યું છે, અને આપણે પણ આગળ વધ્યા છીએ. હવે, જો આપણે તરત જ પાછળ પડી જઈશું, તો ચક્ર ઉલટું થઈ જશે. આવી સ્થિતિમાં, આપણે ધીમે ધીમે ફેરફારો કરવા પડશે અને વિકાસનો પોતાનો માર્ગ બનાવવો પડશે. તેને વિશ્વ સમક્ષ રજૂ કરીને જ આપણે સાચો વિકાસ પ્રાપ્ત કરી શકીશું. આપણે વિશ્વને ધર્મનું વિઝન આપવું જોઈએ. તે ધર્મ પૂજા કે ખોરાક વિશે નથી; તે એક એવો ધર્મ છે જે બધાને સાથે લઈ જાય છે અને બધાના કલ્યાણ માટે કાર્ય કરે છે. આપણે આ વિઝન વિશ્વને આપવું જોઈએ. પરંતુ સિસ્ટમો તેને બનાવી શકતી નથી. માનવીઓ સિસ્ટમો બનાવે છે. તેઓ તેમની સ્થિતિ અનુસાર સિસ્ટમો બનાવશે. સિસ્ટમ સમાજની સ્થિતિ અનુસાર કાર્ય કરશે. તેથી, સમાજના વર્તનમાં પરિવર્તન આવવું જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh