Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આ વર્ષે મગફળીનું ડબલ વાવેતર થયું હોવાથી
જામનગર તા. ૮: ચાલુ વર્ષમાં સૌરાષ્ટ્રમાં મગફળીનું ગયા વર્ષની સામે બમણું વાવેતર થયું છે અને મગફળીનું બમણું ઉત્પાદન થવાનું છે. ત્યારે હાલમાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી વેંચવા માગતા ખેડૂતોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું, તેમાં જામનગર જિલ્લામાં ગયા વર્ષે ૪૯,૦૦૦ કરતા આ વર્ષે ૧,૦ર,૭૦૦ જેવું બમણી સંખ્યામાં ખેડૂત ખાતેદારોનું રજિસ્ટ્રેશન થયું છે. જો સરકાર ખરેખર ખેડૂતોને મદદરૂપ થવા માગતી હોઈ અને ખેડૂતે કરેલા ખર્ચનું યોગ્ય વળતર આપવા માગતા હોઈ તો ખેડૂત ખાતેદાર દીઠ ૩૦૦ મણ મગફળીની ખરીદી કરવી જોઈએ, જેથી ખેડૂતોને પોતાની મહેનતનું યોગ્ય વળતર મળી રહે.
જામનગર જિલ્લામાં ખરીદી કેન્દ્રની સંખ્યા તાલુકાવાર ૧ થી વધારી રજિસ્ટ્રેશનની સંખ્યા મુજબ ર થી ૩ ખરીદી કેન્દ્ર કરવામાં આવે તો ખેડૂતોને પડતી તકલીફો દૂર થાય અને ખેડૂતોની મગફળી ઝડપથી ખરીદાય અને ખેડૂતોનો વાહન તથા અન્ય ખર્ચ બચાવી શકાય. ખેડૂતોના હિતમાં તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડે રજૂઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial