Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા પોલીસ અધિક્ષકની કચેરીમાં
ખંભાળીયા તા. ૧૨: રાષ્ટ્રીય સ્વતંત્રતા દરમ્યાન રાષ્ટ્રગાન વંદે માતરમના માધ્યમથી સમગ્ર સ્વતંત્રતા ચળવળ એક તાંતણે બંધાઈ હતી અને એક નવી ઉંચાઈ હાંસલ કરી હતી. ભારતનું રાષ્ટ્રગીત આપણા સમગ્ર દેશ માટે રાષ્ટ્રીય ગૌરવની બાબત છે. વર્ષ ૧૮૭૫માં રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળના દરમ્યાન 'વંદે માતરમ્' એ દેશવાસીઓમાં રાષ્ટ્ર ચેતના પ્રગટાવી હતી અને દેશવાસીઓને માતૃભૂમિના ગૌરવની એકસૂત્રતામાં બાંધ્યા હતા.
૭મી નવેમ્બર ૨૦૨૫ના તેને ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના ગૌરવંતા ક્ષણની ઉજવણી નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા તેની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીમાં પોલીસ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા વંદે માતરમ્ નું સમૂહગાન કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા સહિત પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વદેશી અપનાવવા શપથ ગ્રહણ કર્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial