Advertisement
Author: નોબત સમાચાર

બેકારી અને અવ્યવસ્થાથી પીડાતા બિહારીઓ માટે હજુ ક્ષિતિજે સુખનો સૂર્યોદય દેખાતો નથી!

૪ કરોડ બિહારીઓ રોજગાર માટે રાજ્ય બહાર ભટકી રહૃાા છે

                                                                                                                                                                                                      

બિહારમાં છઠ્ઠ પૂજા પર્વનું બહુ મહત્ત્વ છે. વેસ્ટર્ન રેલ્વેના જણાવ્યા અનુસાર આ પ ર્વમાં બિહાર જવા માંગતા લોકો માટે સુરતના ઉધના સ્ટેશનથી ૧.૬૦ લાખ  બિહારીઓ માટે ૧૦૪ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી છે. ભારતીય રેલ દ્વારા  સમગ્ર દેશમાંથી ૩૦ નવેમ્બર સુધી ૫૧૯ ખાસ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે.  અખબારી અહેવાલો અનુસાર છઠ્ઠ પૂજા માટે મુંબઈથી યુ.પી. અને બિહાર તરફ ૧૦  લાખથી વધુ લોકો જશે અને તેના માટે સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવે ૧૪૧૪ ખાસ ટ્રેન  દોડાવવી પડી છે. માત્ર આ બે તહેવારો માટે જ નહીં, નાના-મોટા પ્રસંગોએ  બિહાર જવા અને આવવા માટે ભારે ધસારો રહે છે. ભારત સરકારે છેલ્લા દોઢ  દાયકાથી વસ્તી ગણતરી કરી નથી એટલે ચોક્કસ સંખ્યા મળતી નથી કે કેટલા  કરોડ બિહારીઓ ધંધા રોજગાર માટે બિહારની બહાર લાચારી અથવા કમને વસી  રહૃાા છે. આ પૈકીના ૯૯ ટકા બિહારીઓ ક્ષુલ્લક નોકરી કે મજૂરી કરી ગુજરાન  ચલાવે છે. બિહાર બહાર દારૂણ જીવન જીવે છે. આ પરિસ્થિતીનો મતલબ એ થયો  કે બિહારમાં તેના માટે મજૂરી જેવું પીડાદાયક કામ પણ ઉપલબ્ધ નથી! બિહારમાં  વર્તમાન અંદાજ મુજબ ૧૪ કરોડની વસ્તી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ  (એઆઈ) ગોર્ક ના જણાવ્યા અનુસાર અંદાજે વસતિના ૩૫ ટકા બિહારીઓ આજે  પણ આવકની બાબતે અન્ય રાજ્યો કે વિદેશ ઉપર નિર્ભર છે! લાલુ પ્રસાદ યાદવે  સોસિયલ મીડિયા એક્સ ઉપર ૨૫ ઓક્ટોબરે લખીને કહૃાું કે, રોજગારી માટે ૪  કરોડ બિહારીઓ રાજ્ય બહાર ચાલ્યા ગયા છે!

બિહારમાં રાજકીય પક્ષો પોતાની સત્તા લાલસા માટે મોટી મોટી ગુલબંગો પોકારે છે,  પરંતુ નક્કર કે સામાન્ય લોકોનું જીવન ધોરણ સુધરે તેવા પગલાં લેતા નથી.  રાજકારણીઓનો વિકાસ થયો તેટલો બિહારીઓનો થયો નથી. નીતિશ કુમાર સાથે  બેઠેલા રાષ્ટ્રીય પક્ષો હકીકતે નરેન્દ્ર મોદીના નામે વધુ એક વખત સમૃદ્ધ બિહારના  નારા સાથે ચૂંટણી લડી રહૃાા છે. બે દાયકામાં બિહારીઓનું પલાયન નોંધનીય રીતે  વધ્યું છે. કારણ કે નક્કર અને કાયમી રોજગારી નથી. બિહાર ભ્રષ્ટાચાર માટે  બહુ બદનામ છે. અહીની અવ્યવસ્થા માટેના લાલુ પ્રસાદ યાદવ બ્રાન્ડ એમ્બેસેડર  છે. ભાજપ અને નીતિશ કુમારે કઈં ખાસ ઉકાળ્યું જ નથી. બિહાર લોભ, લાલચ  અને સ્વાર્થના રાજકારણનો ભોગ બન્યું છે!

રાજકીય સત્તા

૧૯૬૭ પછી અહી ગેર-કાંગ્રેસ રાજકારણનો ઉદય થયો જે આજ સુધી ચાલુ છે.  બિહાર આજે પણ બીમાર રાજ્ય છે. નક્કર વિકાસ કે રોજગારી નથી. ખેતી આધારિત જીવન નિર્વાહ છે. શિક્ષણ પણ નોંધનીય નથી. એક સમયે અહી નાલંદા  જેવી વિદ્યાપીઠ હતી. લાલુ પ્રસાદ યાદવે તો બિહારને નિચોવી નાખ્યું. બિહારના મતદારો પણ ચતુર ન નીકળ્યા. લાલુ પ્રસાદ જેલમાં ગયા તો રાબડી દેવીએ રાજ ચલાવ્યું અને હવે તેના સુપુત્ર તેજસ્વી યાદવ મુખ્યમંત્રી થવાના સ્વપ્ન જોવે છે.

બિહારના ભ્રષ્ટ રાજકારણ માટે ભારતીય જનતા પક્ષ પણ જવાબદાર છે. ત્યાં  એન.ડી.એ. પણ દૂધે ધોયેલું નથી. માત્ર સત્તામાં હોવાથી કાયદો તેનાથી દૂર રહે  છે. અહી તકલાદી રાજકારણ ચાલે છે. સ્મૃતિભ્રમ જેવા કોઈ રોગથી પીડાતા નીતિશ કુમાર  વધુ એકવાર મુખ્યમંત્રી બનવા માટે થનગની રહૃાા છે. ભાજપ એકલે હાથે ચૂંટણી  જીતી શકે તેવી કોઈ શક્યતા નથી. અહીના મતદારો માટે શંભુમેળા જેવી કહો કે  ખિચડી સરકાર જ નસીબમાં લખયેલી છે.

'જબ તક સમોસે મે આલુ રહેગા, તબ તક બિહાર મે લાલુ રહેગા' જેવા નર્સરી  કક્ષાના સૂત્રો ચાલે છે! બિહાર વિકસિત રાજ્ય બની ગયું હોત તો બીજા રાજયો માંથી આટલી બધી ખાસ ટ્રેનો દોડાવવી ન પડત!

બિહારમાં પ્રાદેશિક રાજકીય પક્ષોનું વર્ચસ્વ છે. મુખ્ય રાજકીય જૂથો રાષ્ટ્રીય જનતા  દળ (આરજેડી), ભારતીય જનતા પાર્ટી (બીજેપી), જનતા દળ (યુનાઇટેડ) (જેડી (યુ)), ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (આઈએનસી), ડાબેરી મોરચો, લોક જનશક્તિ  પાર્ટી (એલજેપી), હિન્દુસ્તાની અવમ મોરચા (એચએએમ), અને ઓલ ઇન્ડિયા  મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમ (એઆઈએમઆઈએમ) છે. સમતા પાર્ટી, રાષ્ટ્રીય  જન જન પાર્ટી, રાષ્ટ્રીય લોક જનતા દળ, જન અધિકાર પાર્ટી, વિકાસશીલ ઇન્ સાન પાર્ટી, લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) અને રાષ્ટ્રીય લોક જનશક્તિ પ ાર્ટી સહિત અનેક પ્રાદેશિક પક્ષો પણ છે. બિહાર હાલમાં એનડીએ દ્વારા શાસિત  રાજ્ય છે.

વર્તમાન ચૂંટણી

બિહારમાં ૨૦૨૫ વિધાનસભાની ચૂંટણી રાષ્ટ્રીય અને સ્થાનિક મળીને ૨૫ રાજકીય  પક્ષ ૨૪૩ બેઠક માટે લડી રહૃાા છે. તાજેતરમાં મહાગઠબંધન મોરચાની પત્રકાર પ રિષદમાં ૧૪ પક્ષોના નેતાઓ હજાર રહૃાા હતા!

બિહારમાં રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (એનડીએ)માં ભારતીય જનતા પાર્ટી  (બીજેપી), જનતા દળ (યુનાઇટેડ), લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ),  હિન્દુસ્તાની અવમ મોરચા અને રાષ્ટ્રીય લોક મોરચાનો સમાવેશ થાય છે. વર્ત માનમાં સત્તામાં છે તે, જાન્યુઆરી ૨૦૨૪ માં ફરીથી ગઠબંધન રચાયું હતું. જેના  નેતા નીતિશ કુમાર છે. વર્તમાન અહેવાલો મુજબ મહાગઠબંધન ૧૧ બેઠક ઉપર  સમજૂતી નથી કરી શક્યું, એટલે કે તેમના ઉમેદવારો સામસામે લડશે!

મુસ્લિમ

બિહારમાં મુસ્લિમો પણ બાહુબલીની ભૂમિકામાં છે. કુલ વસ્તીના ૧૮ ટકા મુસ્લિમો  છે. ૪૦ બેઠકો ઉપર તેમનું પ્રભુત્ત્વ છે અને ૧૫ બેઠકો ઉપર નિર્ણાયક મતો ધરાવે  છે.

વર્તમાન ચૂંટણી

૨૦૨૫ની બિહાર વિધાનસભાની ચૂંટણીને એક ખૂબ જ રોમાંચક લડાઈ માનવામાં  આવી રહી છે. અહી ચૂંટણીમાં નરેન્દ્ર મોદી, નીતિશ કુમાર, તેજસ્વી યાદવ અને  પ્રશાંત કિશોર મુખ્ય પ્રભાવક ચહેરાઓ છે. બિહારમાં તેની વૈવિધ્યસભર જાતિ  ગતિશીલતા, યુવા મતદારોમાં વધારો (જનરેશન-ઝેડમાં ચારમાંથી લગભગ એક  મતદાર છે), રોજગાર, કાયદો અને વ્યવસ્થા અને વિકાસ જેવા મુખ્ય મુદ્દાઓ  સાથે, શાસક રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (એનડીએ) અને વિપક્ષી મહાગઠબંધન  વચ્ચે ગળાકાપ સ્પર્ધા છે.

આગાહીઓ અને મતદાન પ્રી-પોલ સર્વેક્ષણો કસો કસની લડાઈ સૂચવે છે.  એન.ડી.એ. માટે ૧૧૦ થી ૧૩૦ બેઠકોનો અંદાજ મૂકવામાં આવી રહૃાો છે. અહી   નીતિશના શાસન અને મોદીના આકર્ષણ પર જીતનો આધાર છે. કોંગ્રેસ અને  આર.જે.ડી. ના મહાગઠબંધન માટે ૧૦૦ થી ૧૨૦ બેઠકો ઉપર જીતનો પ્રાથમિક  અંદાજ છે. અપક્ષ/અન્યઃ ૧૦ થો ૨૦ બેઠકો જીતી શકે છે.

પ્રશાંત કિશોર

બિહારની ચૂંટણીમાં આ નવું પાસું ઉમેરાયું છે. તેની જન સુરાજ પાર્ટીએ બિહાર  ચૂંટણીમાં પ્રથમવાર ઝંપલાવ્યું છે. પાર્ટીએ ૨૪૦ તમામ ઉમેદવારો જાહેર કરી દીધા  છે. પ્રશાંત કિશોર પોતે ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહૃાું છે કે જો  તેમની પાર્ટી ૧૫૦ થી ઓછી બેઠકો જીતશે તો હાર માની લેશે.

૨૦૨૦

૨૦૨૦ની ગત બિહાર વિધાનસભા ચૂંટણીમાં જનતા દળ (યુનાઇટેડ) (જેડીયુ),  ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના બનેલા રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (એનડીએ)  નો વિજય થયો હતો. રાજદના નીતિશ કુમારે ફરીથી મુખ્યમંત્રી તરીકે શપથ લીધા  હતા. આજે પણ તે હોદ્દા ઉપર બિરાજમાન છે. રાષ્ટ્રીય લોકશાહી જોડાણ  (એનડીએ)એ કુલ ૧૨૫ બેઠકો જીતી, જે બહુમતીનો આંકડો (૧૨૨) વટાવી ગયો  હતો. રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) એકલા ૭૫ બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ  તરીકે ઉભરી આવ્યું, પરંતુ મહાગઠબંધન કુલ બેઠકોમાં પાછળ રહી ગયું.

૨૦૨૦ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં, કોંગ્રેસના નેતૃત્ત્વ હેઠળના મહાગઠબંધને  કુલ ૧૧૦ બેઠકો જીતી હતી. કોંગ્રેસે ૭૦ બેઠકો ઉપર ઝુકાવ્યું હતું અને ૧૯ બેઠકો  જીતી હતી. રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) ૭૫ બેઠકો જીતી હતી. અન્ય ભા ગીદારોમાં મહાગઠબંધનમાં ડાબેરી પક્ષો પણ શામેલ હતા, જેમ કે ભારતીય  કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ), ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી-લેનિનવાદી)  લિબરેશન (સીપીઆઈએમએલ), અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી)  (સીપીઆઈએમ), જેમણે એકંદર જીતમાં ફાળો આપ્યો હતો.

૨૦૨૫

વર્તમાન બિહાર વિધાનસભાનો કાર્યકાળ ૨૨ નવેમ્બર, ૨૦૨૫ ના સમાપ્ત થવાનો  છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીઓ ઓક્ટોબર-નવેમ્બર ૨૦૨૦માં યોજાઈ હતી.  ચૂંટણીઓ પછી, રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (એનડીએ) એ રાજ્ય સરકાર  બનાવી, અને નીતિશ કુમાર મુખ્યમંત્રી બન્યા.

૯ ઓગસ્ટ, ૨૦૨૨ના, જેડી(યુ)એ ભાજપ સાથેનું જોડાણ સમાપ્ત કર્યું, અને નીતિશ  કુમારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું. ૧૦ ઓગસ્ટ, ૨૦૨૨ના જેડી(યુ) આરજેડી અને કોંગ્રેસના મહાગઠબંધનમાં જોડાઈ, અને નીતિશ કુમારે નવી સરકારના  મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

જાન્યુઆરી ૨૦૨૪માં, જેડી(યુ)એ મહાગઠબંધન સાથેનું જોડાણ સમાપ્ત કર્યું, અને નીતિશ કુમારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું. તેમણે ભાજપની આગેવાની હેઠ ળના એનડીએ સાથે નવી સરકાર બનાવી અને ફરીથી મુખ્યમંત્રી તરીકે શપથ  લીધા.

બિહાર વિધાનસભાની ૨૪૩ બેઠકો માટે વર્તમાન ચૂંટણી ૬ અને ૧૧ નવેમ્બરના યોજાવાની છે, અને મતગણતરી ૧૪ નવેમ્બરના થશે.

જરૂરિયાત

બિહારમાં કોઈપણ ગઠબંધન ચમત્કારનું વચન આપી શકે તેમ નથી. આગામી બે  વર્ષમાં છઠ્ઠ પૂજા નિમિત્તે એક પણ ખાસ ટ્રેન દોડાવવી નહીં પડે તેવું કોઈ કહી શકે  તેમ નથી. અહી રોજગારી, બેકારી, ગરીબી, જ્ઞાતિ વાદ, અંધશ્રદ્ધા, ગુંડાગીરી  અત્ર તત્ર સર્વત્ર છે. બિહારને હવે યોગી આદિત્યનાથ જેવા નેતાની જરૂર છે. ઉત્તર  પ્રદેશ પણ બહુ બદનામ રાજ્ય હતું. અહીના ગુંડાઓ દેશ વિદેશમાં પ્રખ્યાત હતા.  આજે પરિસ્થિતિ જુદી છે. નરેન્દ્ર મોદી જો પી.એમ. તરીકે ધારે તો બિહારને અંધકારમાંથી બહાર  લાવી શકે તેમ છે. જ્યાં સુધી નીતિશ કુમાર, તેજસ્વી યાદવ જેવા નેતાઓના ભરોસે  બિહાર ચાલશે ત્યાં સુધી કોઈ નવી આશા નથી. એક સમયે બિહારના રસ્તાઓ  અતિ ખરાબ હાલતમાં હતા ત્યારે લાલુએ ચૂંટણીમાં વચન આપ્યું હતું કે, તે જીતશે  તો બિહારના રસ્તાઓ હેમા માલીનીના ગાલ જેવા કરી આપશે! જીત્યા તો ખરા,  પરંતુ રસ્તા ખસ્તા હાલ રહૃાા.

મહારાણી

આ વેબ સિરીઝ બિહારના સડકછાપ રાજકારણ ઉપર છે. ત્રણ સિઝન આવી અને  હવે ચોથી સિઝન આવશે. નવી પેઢી એટલે કે જેન-ઝીને બિહાર બાબતે બહુ  જાણકારી નથી તેમણે મહારાણીના ત્રણેય ભાગ જરૂર જોવા. 'મારે તેની તલવાર'  આમ તો ગુજરાતી કહેવત છે, પરંતુ બિહારમાં તે તદ્દન ફીટ બેસે છે. મુખ્ય કલાકાર  રાણી ભારતીને રાબડી દેવીની ભૂમિકામાં દર્શાવવામાં આવ્યા છે.

દુનિયા આગળ વધી રહી છે ત્યારે બિહારમાં પરિસ્થિતિ કથળી રહી છે. ચૂંટણી  લડતા કોઈ પણ પક્ષ પાસે નક્કર આયોજન કે દૃષ્ટિ નથી. મતદારો પણ લાચાર છે.  અવ્યવસ્થા અને બેકારીથી પીડાતા બિહારીઓ માટે હજુ ક્ષિતિજે સુખનો કોઈ  સૂર્યોદય દેખાતો નથી.

પરેશ છાંયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh