Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડના શેઢાખાઈમાં મોબલીંચીંગના ૧પ મહિના પહેલાંના કેસમાં સિનિયર ધારાશાસ્ત્રીની સ્પેશિયલ પીપી તરીકે નિયુક્તિ

પ્રેમલગ્ન કરનાર પૂજારીના પુત્રની ટોળાએ કરી હતી નિર્મમ હત્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: છેલ્લા કેટલાક વર્ષાેમાં દેશમાં ઓનર કિલીંગ અને મોબલીન્ચીંગની ઘટનાઓ વધી છે. લોકોના સમૂહ દ્વારા કરવામાં આવતી એકલદોકલ વ્યક્તિની હત્યાને આ પ્રકારનો ગુન્હો ગણવામાં આવે છે. નવા ફોજદારી કાયદામાં કલમ ૧૦૩ (ર)થી વંશ, જાતી, સમાજ કે અંગત માન્યતાના આધારે લોકોના સમૂહ દ્વારા આચરવામાં આવતા ગુન્હા માટે ફાંસી કે આજીવન કારાવાસની જોગવાઈ કરવામાં આવી છે. આ નવો કાયદો તા.૧-૭-૨૦૨૪થી લાગુ પાડવામાં આવ્યો છે.

ભાણવડ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હાલાર વિસ્તારના આ પ્રકારના પ્રથમ અપરાધની ફરિયાદ તા.૪-૮-૨૦૨૪ના નોંધવામાં આવી હતી. શેઠાખાઈ ગામે રહેતી મુસ્લિમ યુવતીને ગામના મંદિરના પૂજારીના પુત્ર સાથે પ્રેમ થતા બંને પ્રેમલગ્ન કરવા માંગતા હતા. યુવતીના પિતા અને પરિવારને જાણ થતાં તેઓએ પોતાની પુખ્ત વયની પુત્રીને પોતાના ધર્મના કોઈ યુવક સાથે નિકાહ કરાવી દેવાનો પ્રયાસ કર્યાે હતો. આ કારણે યુવતી તેણીના પ્રેમી યાજ્ઞિક લક્ષ્મીદાસ દુધરેજીયા સાથે લગ્નના ઈરાદે ઘર છોડીને નીકળી ગઈ હતી.

તે પછી આ યુગલ રાજસ્થાન ચાલ્યું ગયું હતું અને તેણીના પિતા ઈશાભાઈ મુસાભાઈએ પોતાની પુત્રી ગુમ થયાની જાહેરાત કરી હતી. યુવતી રજીયાએ યાજ્ઞિક દુધરેજીયા સાથે ઘર છોડ્યા બાદ હિન્દુ ધર્મ અંગીકાર કરેલો અને દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મારગલા ગામે લગ્નની નોંધણી કરાવી બંને રાજસ્થાનમાં રહેતા હતા.

શેઠાખાઈ ગામે યુવતીના પિતા, ભાઈઓ અને સગા-સંબંધીઓએ તેઓની પુત્રી હિન્દુ યુવક સાથે નાસી ગયેલી તે ઘટનાને સમાજનું અપમાન ગણી બંનેની શોધખોળ શરૂ કરી હતી. ધર્મ પરિવર્તન કરી રજીયામાંથી હેતલ નામ ધારણ કરી આ યુવતી તેના પતિ સાથે રાજસ્થાનમાં હતી તેથી તેણીના માવતર શોધી શક્યા ન હતા. આ યુવતી ગર્ભવતી બનતા બંને વ્યક્તિ ખંભાળિયા રહેવા  આવી ગયા હતા અને ત્યાં ગઈ તા.ર૪-૬-૨૪ના દિને હેતલે પુત્રીને જન્મ આપ્યો હતો. શેઠાખાઈ ગામે શાંતિ જણાતા તા.ર૬-૬-૨૪ના રજીયા ઉર્ફે હેતલ શેઠાખાઈમાં રહેવા તેના પતિના માતા-પિતા સાથે રહેવા આવી ગયા હતા. સામાજિક પ્રતિષ્ઠા ભંગ ગણી તેણીના પિતા, ભાઈઓ અને સગા-સંબંધીઓ દ્વારા કાવતરૂ કરી યાજ્ઞિકે તેઓની આબરૂ મીટાવી છે તેમ ગણી સાજીદ ઈશા દેથા, સલીમ હુસેન દેથા, જુમા મુસા દેથા, આદમ મુસા દેથા, ઓસમાણ મુસા દેથા, હોથી કાસમ દેથા, ઈસ્માઈલ સલેમાન દેથા અને એક કાયદાથી સંઘર્ષિત કિશોરે ગુન્હાહિત કાવતરૂ કરી ઘાતક હથિયારો ધારણ કરી તા.૩-૮-૨૪ના બપોરે શેઠાખાઈ ગામે ભરબજારમાં યાજ્ઞિક દુધરેજીયાની હત્યા કરી હતી.

આ ઘટના મોબલીન્ચીંગની પ્રથમ ઘટના હતી અને પુખ્ત વયની યુવતી સાથે લગ્ન કરનાર યુવકના ટોળા દ્વારા ખૂનની ઘટનાની નિંદા કરવામાં આવી હતી. આઠેય આરોપીઓ સામે મોબલીન્ચીંગ (ટોળા દ્વારા હત્યા), ગુન્હાહિત કાવતરૂ, ગેરકાયદેસર મંડળી સહિતના અપરાધો તળે ગુન્હો નોંધી પોલીસે આઠેયની ધરપકડ કરી હતી.

આ કેસ દેવભૂમિ દ્વારકા જિલ્લા સેશન્સ અદાલતમાં શરૂ થતાં હાલાર વિસ્તારમાં મોબલીન્ચીંગનો નવા કાયદા તળેનો પ્રથમ અપરાધ હોય, ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા આ કેસમાં સ્પેશિયલ પબ્લીક પ્રોસીક્યુટર તરીકે વી.એચ. કનારાની નિમણૂંક કરી છે. પકડાયેલા આઠ આરોપી પૈકી એક આરોપી સગીર હોવાથી તેની સામે અલગથી ચાર્જશીટ કરવામાં આવ્યું છે અને બંને કેસ ખંભાળિયા સ્પે. જજ એસ.જી. મનસુરીની કોર્ટમાં પેન્ડીંગ છે. આશરે ૩૯ વર્ષથી જામનગર અને હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલ વી.એચ. કનારા આ કેસમાં સરકાર તરફથી દલીલો રજૂ કરશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh