Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસને જોઈને પાંચ શખ્સ નાસી ગયાઃ
જામનગર તા. ૯: જામનગરના સુભાષ શાક માર્કેટ રોડ પર બાવાગોરની શેરી પાસેથી શનિવારે મોડીરાત્રે ત્રણ શખ્સ ઘોડીપાસા વડે જુગાર રમતા ઝડપાઈ ગયા છે. પોલીસના દરોડા વેળાએ પાંચ શખ્સ નાસી જવામાં સફળ થયા હતા. તેઓના પોલીસે સગડ દબાવ્યા છે.
જામનગરમાં જુની દીપક ટોકીઝથી સુભાષ શાક માર્કેટ તરફ જવાના રસ્તા પર આવેલી બાવાગોર શેરી પાસે શનિવારે મોડીરાત્રે કેટલાક શખ્સો એકઠા થઈને ઘોડીના પાસા ફેંકી જુગાર રમી રહૃાા હોવાની બાતમી પરથી સીટી એ ડિવિઝનના પીઆઇ એન.એ. ચાવડાની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફે રાત્રે અઢી વાગ્યે દરોડો પાડ્યો હતો.
આ સ્થળે ઘોડીપાસા વડે જુગાર રમી રહેલા શાહનવાઝ રઝાકભાઈ આંબલીયા ઉર્ફે નવાઝ, મહેબૂબ ઉર્ફે મુસો મુસાભાઇ ઓડિયા, હસન ઉર્ફે બોદુ હાજીભાઈ આંબલીયા નામના ત્રણ શખ્સ ઝડપાઈ ગયા હતા. જ્યારે પોલીસને જોઈને હનીફ ગુલામહુસેન આરબ, મુસ્તુફા મેમણ, મહમદ કૈફ ખંભાળિયાવાલા, શાહનવાઝ મોહમ્મદ લુસવાલા તથા અહેમદ ગફારભાઈ લખાના ઉર્ફે બોલેરો નામના પાંચ શખ્સ મુઠ્ઠીઓ વાળીને નાસી ગયા છે. પોલીસે પટમાંથી રૂ।.૪૫૦૦ રોકડા કબજે કરી ત્રણ શખ્સની ધરપકડ કરી છે અને નાસી ગયેલા પાંચ શખ્સોના સગડ દબાવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial