Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શૈક્ષણિક તથા ઈત્તર પ્રવૃત્તિઓને ઉજાગર કરવા
મીઠાપુર તા. ૩: મીઠાપુરની કુમાર મંદિર શાળામાં નૂતન ધરોહર ધારા શીર્ષક હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની સર્વાંગી પ્રતિભા પ્રગટ કરવાનો તથા વર્ષ દરમિયાન યોજાયેલી શૈક્ષણિક તથા ઈત્તર પ્રવૃત્તિઓને ઉજાગર કરવાનો હતો.
આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ ગુજરાતી અને અંગ્રેજીમાં નાટકો રજૂ કર્યા હતાં તેમજ સંગીત અને નૃત્યની કૃતિઓ રજૂ કરી હતી. શાળાની નવી વેબસાઈટનું લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શાળાની વર્ષ દરમિયાન થયેલી પ્રવૃત્તિઓ સાથેનું ઈ-ન્યૂઝ લેટર પ્રકાશિત કરાયું હતું. વર્ષ દરમિયાન ઉત્તમ પ્રદર્શન કરનાર છાત્રોને સન્માનિત કરાયા હતાં. સારૂ: કાર્ય કરનારા શિક્ષકોને ટીચર ઓફ ધી યરના એવોર્ડ આપવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં મુખય અતિથિ તરીકે ટાટા કંપનીના અધિકારી રીનો રાજ ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત ડીએવી સ્કૂલના આચાર્ય, સ્ટાફ, મીઠાપુર હાઈસ્કૂલના આચાર્ય, સ્ટાફ, અન્ય મહેમાનો હાજર રહ્યા હતાં. કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગીત સાથે કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial