Advertisement
Author: નોબત સમાચાર

દરેડ પાસે દુકાનમાંથી ઝડપાયું ગેસનું ગેરકાયદે રીફીલીંગઃ ચાર બાટલા કબજે

સ્થળ પરથી નોઝલ, રેગ્યુલેટર વગેરે સામાન મળ્યોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: જામનગરના દરેડ પાસે શિવમ્ પાર્ક નજીક એક દુકાનમાં શનિવારે પોલીસે દરોડો પાડી રાંધણગેસનું ગેરકાયદે કરાતું રીફીલીંગ પકડી પાડ્યું છે. સ્થળ પરથી રાંધણગેસના ચાર ખાલી બાટલા કબજે કરી મસીતીયાના શખ્સ સામે ગુન્હો નોંધાયો છે.

જામનગરના લાલપુર બાયપાસ પાસે આવેલા દરેડ નજીક શિવમ્ પાર્કમાં એક દુકાનમાં ગેરકાયદેસર રીતે રાંધણગેસના બાટલામાંથી રીફીલિંગ કરી આપવામાં આવતું હોવાની બાતમી પરથી પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે શનિવારે બપોરે ત્યાં આવેલી અઝીમ ગેસ સર્વિસ નામની દુકાનમાં દરોડો પાડ્યો હતોે.

આ દુકાનમાં કોઈપણ જાતના સેફટીના સાધન રાખ્યા વગર જ ગેસના ભરેલા બાટલામાંથી ખાલી બાટલામાં કરાતું રીફીલીંગ ઝડપાઈ ગયું હતું. સ્થળ પરથી પોલીસે ગેસના ચાર ખાલી બાટલા, ઈલેક્ટ્રીકની મોટર, પાઇપ, રેગ્યુલેટર, નોઝલ, વજનકાંટો વગેરે કબજે કર્યા છે અને દુકાનદાર અઝીમ યુસુબભાઈ ખીરા સામે ગુન્હો રજીસ્ટર કર્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh