Advertisement
Author: નોબત સમાચાર

પડાણા પાટીયા પાસે મોટરસાયકલે ઠોકર મારતા મહિલાને ગંભીર ઈજા

કરિયાણું લેવા જતા હતા ત્યારે નડ્યો અકસ્માતઃ

                                                                                                                                                                                                       

જામનગર તા. ૧૨: જામનગર-ખંભાળિયા રોડ પર પડાણા ગામના પાટીયા પાસે સપ્તાહ પૂર્વે એક મહિલાને મોટરસાયકલના ચાલકે ઠોકર મારતા આ મહિલાને માથામાં ગંભીર ઈજા થતાં હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે. તેમના પુત્રએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા લાલપુર તાલુકાના પડાણા ગામના પાટીયા પાસે આશાપુરા સોસાયટીમાં વસવાટ કરતા સગાભાઈ માંડાભાઈ વાઘેલા નામના યુવાનના માતા હરખુબેન ગઈ તા.પની સવારે પડાણામાં શિવપુરામાં કરિયાણાની દુકાને ખરીદી કરવા માટે નીકળ્યા હતા.

આ મહિલા જ્યારે ચાલ્યા જતા હતા ત્યારે જીજે-૩૭-સી ૬૦૮૦ નંબરના મોટરસાયકલના ચાલકે તેઓને હડફેટે લીધા હતા. રોડ પર પછડાયેલા હરખુબેનને માથામાં ગંભીર ઈજા તથા હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે. અકસ્માત સર્જી મોટરસાયકલનો ચાલક સ્થળ પરથી નાસી ગયો છે. તેની સામે સગાભાઈ વાઘેલાએ મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh