Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાંસદ, જિ.પં. પ્રમુખ, મહાનુભાવોની ઉપસ્થિતિ અને વડાપ્રધાનની વર્ચ્યુલ ઉપસ્થિતિમાં પી.એમ. કિસાન ઉત્સવ
જામનગર તા. ૪: સાંસદ પૂનમબેન માડમ તથા જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસરની ઉપસ્થિતિમાં પી.એમ. કિસા ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુલ ઉપસ્થિતિમાં પી.એમ. કિસાન સમ્માન નિધિ યોજનાનો ર મો હપ્તો ચૂકવાયો હતો, જેથી જામનગર જિલ્લાના એક લાખથી વધુ ખેડૂતોને રૂ. રર.પ૬ કરોડની સહાયનો લાભ મળ્યો હતો.
પૂનમબેન માડમ તથા જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસરની ઉપસ્થિતિમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જમનગરમાં 'પી.એમ. કિસાન ઉત્સવ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પી.એમ. કિસાન સંન્માન નિધિ યોજનાનો ર મો હપ્તો ચૂકવાયો હતો, જેમાં જામનગર જિલ્લાના ૧,૦૧,૭૮૮ ખેડૂતોને રૂ. રર.પ૬ કરોડની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોને સંબોધતા સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોના સંઘર્ષો અને મુશ્કેલીઓને દૂર કરવા માટે સતત પ્રયત્નશીલ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ખેડૂતોની આવક બમણી કરવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જે સાચા અર્થમાં ખેડૂતોને મદદરૂપ થઈ રહી છે.
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સંબોધન પણ ઉપસ્થિત સૌએ વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યું હતું. કૃષિ, વૈજ્ઞાનિક કે.પી. બારૈયાએ ખેડૂતોને પ્રાકૃતિક અને આધુનિક કૃષિ પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં મહાનુભાવોના હસ્તે ખેડૂતોને ટ્રેક્ટર સહાય, કૃષિ યાંત્રિકીકરણ સહાય સહિતના કૃષિ સહાયના લાભો પણ અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા ખેતીવાડી અધિકારી ગોહિલે સૌનું સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હસમુખભાઈ કણઝારિયા, અગ્રણી વિનુભાઈ ભંડેરી, નાયબ ખેતી નિયામક કે.એસ. ઠક્કર સહિત બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial