Advertisement
Author: નોબત સમાચાર

પોરબંદર-રાજકોટ વચ્ચે નવી બે લોકલ ટ્રેન દોડાવવા રેલવેનો નિર્ણય

મુસાફરોની સુવિધાને ધ્યાનમાં લઈને

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧રઃ પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ-પોરબંદર વચ્ચે બે ની લોકલ ટ્રેન ચલાવવામાં આવશે.

૦૯પ૬૧, રાજકોટ-પોરબંદર લોકલ ઉદ્ઘાટન સ્પેશ્યલ તા. ૧૪-૧૧-ર૦રપ ના રાજકોટ સ્ટેશનથી સવારે ૧૦-૩૦ કલાકે ઝંડી બતાવી રવાના કરાવામાં આવશે.

ટ્રેન નંબર પ૯પ૬૧/૬ર રાજકોટ-પોરબંદર લોકલ રાજકોટથી સવારે ૮-૩પ કલાકે ઉપડશે અને બપોરે ૧-૧પ કલાકે પોરબંદર પહોંચશે. આજ રીતે પ૯પ૬ર પોરબંદર-રાજકોટ લોકલ તા. ૧પ થી દરરોજ પોરબંદરથી બપોરે ર-૩૦ કલાકે ઉડપશે અને સાંજે ૬-પપ કલાકે રાજકોટ પહોંચશે, જ્યારે બીજી ટ્રેન પ૯પ૬૩, રાજકોટ-પોરબંદર લોકલ તા. ૧૬-૧૧-ર૦રપ થી સપ્તાહમાં પાંચ દિવસ (ંબુધવાર, શનિવાર સિવાય), રાજકોટથી બપોરે ર-પ૦ કલાકે ઉપડશે અને રાત્રે ૮-૩૦ પોરબંદર પહોંચશે.

તેવી જ રીતે તા. ૧પ નવેમ્બરથી સપ્તાહમાં પાંચ દિવસ (ગુરુવાર, રવિવાર સિવાય) પોરબંદર સ્ટેશનથી સવારે ૭-પ૦ કલાકે ઉપડશે અને બપોરે ૧ર-૩પ કલાકે રાજકોટ પહોંચશે.

આ બન્ને ટ્રેનો બન્ને દિશામાં ભક્તિનગર, રિબડા, માંડલ, વિરપુર, નવાગઢ, જેતલસર, ધોરાજી, ઉપલેટા, પાનેલી મોટી, જામજોધપુર, બાલવા, કાટકોલા, વાંસજાળિયા અને રાણાવાવ સ્ટેશને ઊભી રહેશે. તમામ કોચ જનરલ (અન રીઝર્વડ) રહેશે. આ નવી બે ટ્રેનના પરિણામે ૧૯પ૭ર પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ ટ્રેન સમયમાં ફેરફાર કરવામાં આવશે.

આ ટ્રેન પોરબંદરથી તેના નિર્ધારિત સમય બપોરે ર-૩પ કલાકના બદલે બપોરે ૪ વાગ્યે ઉપડશે તથા રાજકોટ સાંજે ૬-પપ ના બદલે રાત્રે ૯-ર૦ કલાકે પહોંચશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh