Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૧૧ ઓગસ્ટ, સોમવાર અને શ્રાવણ વદ બીજનું રાશિફળ

વૃશ્ચિક સહિત બે રાશિના જાતકોએ કાર્યક્ષેત્રની સાથે રોકાણ-વ્યવહારના કામકાજમાં સાનુકૂળતા જણાય

 

Aries (મેષ: અ-લ-ઈ)

દિવસનો પ્રારંભ કામની વ્યસ્તતા સાથે થાય. પરંતુ દિવસ પસાર થાય તેમ કામમાજમાં રૂકાવટ આવતી જાય.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૫-૭

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

દિવસનો પ્રારંભ સુસ્તી-બેચેની સાથે થાય પરંતુ જેમ દિવસ પસાર થાય તેમ આપના કામમાં વ્યસ્ત થતા જાવ.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૪-૯

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના કામમાં ભાઈ-ભાંડુની મદદ મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય. બપોર પછી દિવસ મધ્યમ રહે.

શુભ રંગઃ દુધિયા - શુભ અંકઃ ૧-૩

 

Cancer (કર્ક: ડ-હ)

દિવસના પ્રારંભથી જ આપને કામકાજ અંગે દોડધામ-શ્રમ અનુભવાય. પરંતુ જેમ દિવસ પસાર થતો જાય તેમ ઘટાડો થાય.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૫-૨

 

Leo (સિંહ: મ-ટ)

દિવસની શરૂઆત આપના માટે સારી રહે. પરંતુ જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને મુશ્કેલી જણાય.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૮-૬

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

માનસિક પરિતાપ-વ્યગ્રતામાં દિવસ પસાર થાય. વિચારોની દ્વિધા-અસમંજસતાને લીધે કામમાં વિલંબ થાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૭-૪

 

Libra (તુલા: ર-ત)

આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. રાજકિય-સરકારી કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૬-૯

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના કાર્યની સાથે રોકાણ-વ્યવહારના કામકાજ કરી શકો. સંયુક્ત ધંધામાં ભાઈ-ભાંડુ મદદરૂપ થાય.

શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૪-૯

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. બપોર પછી આપને કામમાં પ્રતિકુળતા જણાય.

શુભ રંગઃ પિસ્તા - શુભ અંકઃ ૫-૨

 

Capricorn (મકર: ખ-જ)

દિવસનો પ્રારંભ ઉચાટ-ઉદ્વેગ સાથે થાય. કામમાં પ્રતિકુળતા જણાય. જેમ દિવસ પસાર થતો જાય તેમ રાહત થતી જાય.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૩-૮

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

દિવસના પ્રારંભે આપને કામકાજમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામ ઉકેલાય. દિવસ પસાર થાય તેમ પ્રતિકુળતા રહે.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૬-૨

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપના દોડધામ-શ્રમમાં રાહત થતી જાય. અન્યનો સહકાર પ્રાપ્ત કરી શકો.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૨-૬



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh