Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને કોર્ટનો સણસણતો તમાચો...!
વોશિંગ્ટન તા. ૩૦: અમેરિકામાં ગઝબની સ્થિતિ ઊભી થઈ છે. કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પના હથિયાર પર હથોડાથી પ્રહાર કર્યો છે. ટ્રમ્પના ટેરિફને ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યો છે. યુએસ અપીલ કોર્ટે પોતે સ્વીકાર્યુ છે કે, ડોનાલ્ડ ટ્રમ્પનો ટેરિફ ગેરકાયદેસર છે. તે ગેરકાનૂની છે. યુ.એસ. અપીલ કોર્ટે પોતાના નિર્ણયમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા મોટાભાગના ટેરિફના નિયમો કાયદા અનુસાર નથી. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પે આ નિર્ણય પછી કહ્યું હતું કે, ટેરિફ હજુ પણ અમલમાં છે.
ભારત સહિત વિશ્વભરના દેશો સામે ટેરિફ યુદ્ધ છેડનારા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને યુએસ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. એક અપીલ કોર્ટે શુક્રવારે પોતાના નિર્ણયમાં ટ્રમ્પના મોટાભાગના ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફને યુએસ વિદેશ નીતિનો આધારસ્તંભ બનાવ્યો છે અને તેનો ઉપયોગ રાજકીય દબાણ બનાવવા અને યુએસમાં માલ નિકાસ કરતા દેશો સાથે વેપાર કરારો પર ફરીથી વાટાઘાટો કરવા માટે કર્યો છે.
કોર્ટના ૭-૪ બહુમતીના નિર્ણયથી નીચલી કોર્ટના નિષ્કર્ષની પુષ્ટિ થઈ છે કે, ટ્રમ્પે ટેરિફ લાદવા માટે કટોકટીની આર્થિક શક્તિઓનો ઉપયોગ કરીને પોતાની સત્તાનો ભંગ કર્યો છે. આ નિર્ણયને ટ્રમ્પની વેપાર નીતિ પર સીધો હુમલો માનવામાં આવી રહ્યો છે અને હવે આ અંગે આગામી કાનૂની લડાઈ સુપ્રિમકોર્ટમાં થવાની શક્યતા છે.
કોર્ટે કહ્યું કે, આ કાયદો રાષ્ટ્રપતિને જાહેર કરાયેલ રાષ્ટ્રીય કટોકટીના પ્રતિભાવમાં અનેક પગલાં લેવા માટે નોંધપાત્ર સત્તા આપે છે, પરંતુ આમાંથી કોઈપણ કાર્યવાહીમાં ટેરિફ, ડ્યુટી અથવા સમાન પગલાં લાદવાનો અથવા કર વસૂલવાનો અધિકાર સ્પષ્ટપણે સામેલ નથી. જો કે, કોર્ટે ટેરિફને મધ્ય ઓક્ટોબર સુધી ચાલુ રાખવાનો સમય આપ્યો હતો, જેથી ટ્રમ્પ વહીવટીતંત્ર તેને સુપ્રિમકોર્ટમાં પડકારી શકે.
જો કે, અમેરિકન પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કોર્ટના નિર્ણયની ટીકા કરી કોર્ટના નિર્ણયને ખોટો હોવાનું જણાવ્યું છે અને ટેરિફ યથાવત જ રહેશે, અને ટેરિફ એ વેપાર ખાદ્ય તથા વિદેશી વેપાર અવરોધોનો સામનો કરવા ઉત્તમ માર્ગ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial