Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ખીજડા મંદિરમાં શ્રી પ્રાણનાથજી પ્રાગટ્યોત્સવઃ શોભાયાત્રા નીકળી

મહંત કૃષ્ણમણિજીની નિશ્રામાં ધ્વજારોહણ, પારાયણ, મહાઆરતી સહિતના ધર્મકાર્યોઃ રઘુવંશી સમાજ દ્વારા વિશેષ સ્વાગત

                                                                                                                                                                                                      

જામનગર તા.૨૩: મહંત પૂ. કૃષ્ણમણિજીની નિશ્રામાં નીકળેલ શોભાયાત્રાનું રઘુવંશી સમાજ દ્વારા વિશેષ સ્વાગત કરાયું હતું. 'છોટીકાશી' જામનગરમાં આવેલ શ્રી કૃષ્ણ પ્રણામી સંપ્રદાયની આચાર્ય પીઠ 'પ નવતનપુરીધામ' ખીજડા મંદિરનાં દેશ - વિદેશમાં લાખો અનુયાયીઓ છે. આ સંપ્રદાયનાં વિસ્તારમાં જેમનો સિંહફાળો છે એવા બ્રહ્મલીન મહામતિ શ્રી પ્રાણનાથજીનાં પ્રાગટ્ય મહોત્સવનું વર્તમાન મહંત પૂ. કૃષ્ણમણિજી મહારાજની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યુ હતુ. ત્રિ દિવસીય મહોત્સવ અંતગર્ત વિવિધ ધર્મકાર્ય યોજાયા હતાં.પરંપરાગત રીતે થતા તારતમ પારાયણમાં સૈંકડો અનુયાયીઓ જોડાયા હતાં. સુંદરસાથ ભાવિકોની વિરાટ ઉપસ્થિતિમાં મહાઆરતી યોજાઇ હતી. પૂ. કૃષ્ણમણિજી મહારાજ ઉપરાંત પૂ. જગતરાજજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, આસામનાં પૂ. નારાયણ સ્વામીજી, પૂ. દિવ્યચૈતન્યજી મહારાજ, પૂ. ચંદનસૌયભજી મહારાજ સહિતનાં સંતોનાં પાવન સાંનિધ્યમાં ખીજડા મંદિરે કળશ પૂજન તથા નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત ગણેશ ફળીમાં આવેલ મહામતિ પ્રાણનાથજીનાં જન્મસ્થાન મેડી મંદિરે પણ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.  મહોત્સવનાં ઉપક્રમે વિશાળ શોભાયાત્રા પણ નીકળી હતી. જે ખીજડા મંદિરથી આરંભ થઇ હવાઇ ચોક, સેન્ટ્રલ બેંક, ચાંદી બજાર, ગણેશ ફળી - પ્રાણનાથજી મેડી મંદિર,સજુબા હાઇસ્કૂલ, રણજીત રોડ, બેડી ગેઇટ, પંચેશ્વર ટાવર, સત્યનારાયણ મંદિર રોડ તથા હવાઇ ચોક થઇ ખીજડા મંદિરે પરત પહોંચી પૂર્ણ થઇ હતી. શોભાયાત્રાનું માર્ગમાં ઠેર - ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મહામતિ પ્રાણનાથજીનો જન્મ લોહાણા સમાજમાં થયેલ હોય રઘુવંશી સમાજ પણ મહોત્સવમાં શ્રદ્ધાપૂર્વક જોડાયો હતો અને સમાજનો એક ફ્લોટ રાખવામાં આવ્યો હતો તથા રઘુવંશી સમાજનાં હોદ્દેદારો અને અગ્રણીઓ દ્વારા શોભાયાત્રાનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યુ હતુ અને મહંત કૃષ્ણમણિજીની વંદના કરવામાં આવી હતી.સત્યનારાયણ મંદિર રોડ પર શ્રી સત્યનારાયણ મંદિરનાં મુખ્યાજી તથા સેવકો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યુ હતું.મુખ્યાજી દ્વારા પૂ. કૃષ્ણમણિજીને ખેસ ઓઢાડી તથા પ્રસાદ આપી તેમનું અભિવાદન કરી ધર્મોત્સવનાં આયોજન બદલ સાધુવાદ પાઠવવામાં આવ્યો હતો.સમગ્ર આયોજનને સફળ બનાવવા ટ્રસ્ટીઓ મનસુખભાઇ સંઘાણી, ગૌતમભાઇ ઠક્કર, શશિભાઇ મિત્તલ સહિતનાં હોદ્દેદારો તથા સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી. કિંજલભાઇ કારસરીયા સહિતનાં લોકોએ શોભાયાત્રાનાં સંકલનની વ્યવસ્થા સંભાળી હતી. ૧૫ થી વધુ ફ્લોટ્સવાળી શોભાયાત્રાનાં નગરભ્રમણથી સનાતન ધર્મનાં શ્રી કૃષ્ણ સમર્પિત સંપ્રદાયની યાત્રાની ઝાંખી પરમ ચેતનાને 'પ્રણામ' રૂપ બની રહી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh