Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શનિવારે કેચ પકડ્યા પછી ઈજાગ્રસ્ત સ્થિતિમાં મેદાન છોડ્યું હતું
મુંબઈ તા. ર૭: ભારતીય ટીમના ક્રિકેટર શ્રેયસ ઐયરને આઈસીયુમાં દાખલ કરવા પડ્યા છે. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં પાંળીમાં ઈજા થતા રક્તસ્ત્રાવ થયો હોવાનું જાણવા મળે છે.
ભારતીય ક્રિકેટ ટીમના વન-ડે વાઈસ કેપ્ટન શ્રેયસ ઐયરને ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં રમાયેલી ત્રીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચ દરમિયાન પાંસળીમાં ગંભીર ઈજા પહોંચી હતી. એલેક્સ કેરીનો કેચ પકડતી વખતે ડાબી પાંસળીમાં થયેલી આ ઈજાને કારણે આંતરિક રક્તસ્ત્રાવ થતા તેમને સિડનીની એક હોસ્પિટલના ઈન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ કરવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર આગામી પાંચથી સાત દિવસ સુધી હોસ્પિટલમાં જ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવે તેવી શક્યતા છે.
પહેવાલો અનુસાર શ્રેય ઐયરને શનિવારે (ર૬ મી ઓક્ટોબર) મેચ દરમિયાન ડાબી પાંસળીમાં ઈજા થઈ હતી. એલેક્સ કેરીનો કેચ પકડ્યા પછી તે પીડામાં હોવાનું જણાતા તેને તરત જ ડ્રેસિંગ રૂમમાં લઈ જવામાં આવ્યો હતો. બીસીસીઆઈની મેડિકલ ટીમે ડ્રેસિંગ રૂમમાં પ્રાથમિક તપાસ પછી પરિસ્થીતિની ગંભીરતા જોતા તાત્કાલિક કાર્યવાહી કરી અને ઐયરને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.
હોસ્પિટલમાં રિપોર્ટ આવ્યા પછી પાંસળીમાં ઈન્ટરનલ બ્લડીંગ જોવા મળ્યું, જેના કારણે તેમને તાત્કાલિક આઈસીયુમાં દાખલ કરવો પડ્યો. સૂત્રોના જણાવ્યાનુસાર રક્તસ્ત્રાવને કારણે ચેપ ફેલાતો અટકાવવા માટે ઐયરને તેમની રિકવરી પર આધાર રાખીને બેથી સાત દિવસ સુધી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે.
જો કે, તેમની સ્થિતિ હવે સ્થિર છે. તે એક મજબૂત ખેલાડી છે અને ટૂંક સમયમાં સ્વસ્થ જઈ જશે, તેવીઆશા સેવાઈ રહી છે, જો કે, તેના ચાહકો ઘણાં જ ચિંતિત છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી કોમેન્ટો દ્વારા લાગણી વ્યક્ત કરી રહ્યા છે.
જો કે, ઈજાની ગંભીરતા જોતા શરૂઆતમાં તેમને ત્રણ અઠવાડિયા સુધી રમતથી દુર રહેવાની અપેક્ષા હતી, પરંતુ હવે તેમનો સ્વસ્થ થવાનો સમયગાળો લાંબો થઈ શકે છે, જેનાથી આગામી દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર પણ અસર પડી શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial