Advertisement
Author: નોબત સમાચાર

પારકી પરણેતર સાથે ફોન પર વાત કરતો હોવાની આશંકાથી યુવાન પર બે શખ્સે કુહાડીથી કર્યાે પ્રહાર

રક્કામાં યુવાનને છ શખ્સે લમધાર્યાે: બાળકોના ઝઘડામાં સસરા-જમાઈ પર હુમલોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: જામનગરના એક યુવાન પર પારકી પરણેતર સાથે ફોન પર વાત કરવાની શંકાથી બે શખ્સે હુમલો કરી તેને ધોકાવી નાખ્યો હતો. જ્યારે મચ્છરનગરમાં એક પ્રૌઢને બે શખ્સે ધમકી આપી હતી. લાલપુરના રક્કામાં એક યુવાનને છ શખ્સે માર માર્યાે હતો. દુકાને નશો કરીને આવવાની ના પાડતા કાલાવડના મોટા વડાળામાં વેપારી પર છરીથી હુમલો કરાયો છે. ભીલવાસમાં સસરાના ઘેર સૂતેલા એક યુવાનને ચાર શખ્સે માર મારી ત્રણ ફ્રેક્ચર કરી નાખ્યા છે. ઉપરાંત બાળકોના ઝઘડાના પ્રશ્ને ગઈકાલે સાંજે સસરા-જમાઈ પર ત્રણ શખ્સે હુમલો કરી માર માર્યાે હતો.

જામનગરના ખંભાળિયા નાકા બહારના વિસ્તારમાં આવેલા ખોજાવાડના પીરચોકમાં રહેતા અયુબ મોહમ્મદહુસેન જુમાણી નામના યુવાન શનિવારે રાત્રે સાડા નવેક વાગ્યે સેન્ટ્રલ બેન્ક સામે આવેલી લુહારસારમાંથી પોતાના ઘર તરફ જતા હતા ત્યારે રસ્તામાં સમીર ઉર્ફે પોચા ગુલમામદ સુમરા તથા ફરદીન બસીરભાઈ સુમરા નામના બે શખ્સે તેઓને રોકી લીધા હતા.

આ શખ્સો પૈકીના સમીરને શંકા હતી કે તેની પત્ની સાથે ફોન પર અયુબ વાતો કરે છે તે બાબતનો ખાર રાખી ગાળો ભાંડયા પછી સમીરે પોતાની પાસે રહેલી કુહાડીથી હુમલો કર્યો હતો જ્યારે તેની સાથે રહેલા ફરદીન બસીરભાઈએ ધોકાથી હુમલો કરી આડેધડ માર માર્યો હતો. અન્ય વ્યક્તિઓ પણ ધોકા વડે તૂટી પડ્યા હતા. ઈજા પામેલા અયુબને સારવારમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાંથી તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના ગાંધીનગર નજીકના મચ્છરનગર વિસ્તારમાં રહેતા સહદેવસિંહ તખુભા સોઢા નામના પ્રૌઢ શુક્રવારે સાંજે પોતાની દુકાન પાસે હતા. ત્યારે મોટરસાયકલ પર આવેલા હાર્દિકસિંહ ઉર્ફે બાપુડી તથા ધ્રુવરાજસિંહ જાડેજા નામના બે શખ્સે માર મારવાની અને મારી નાખવાની ધમકી આપી હતી. પંદરેક દિવસ પહેલા સહદેવસિંહના પુત્ર ઋષિરાજસિંહ સાથે આ શખ્સને માથાકૂટ થઈ હતી અને ત્યારે ઋષિરાજસિંહને માર મારવામાં આવ્યો હતો. તે પછી આ બંને શખ્સોએ સહદેવસિંહને પણ ધમકી આપતા પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

લાલપુર તાલુકાના રકકા ગામમાં રહેતા હનીફ ઉમરભાઈ આદમણી નામના યુવાન શનિવારે સવારે  ગામમાં હતા ત્યારે મામદ ઓસમાન શેઢા ઉર્ફે ભંભો, જુમા મામદ શેઢા ઉર્ફે ભુદો, રહીમ મામદ શેઢા, નઈમ નુરમામદ મકરાણી, નુરમામદ પૂંજાભાઈ મકરાણી, કાસમ જુમાભાઈ શેઢા ઉર્ફે સદામ નામના છ શખ્સે ધોકાથી હુમલો કરી માર માર્યો હતો.

કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં રહેતા અને ત્યાં જ દુલ્હન નોવેલ્ટી નામની દુકાન ચલાવતા શબ્બીરભાઈ સતારભાઈ મુલતાની નામના વેપારીની દુકાને ૧૦-૧૨ દિવસ પહેલા સાહિલ ગફારભાઈ મુલતાની નામનો શખ્સ નશો કરીને આવ્યો હતો.

આ શખ્સને સમીરભાઈએ પોતાની દુકાને નશો કરીને ન આવવાનું કહેતા સાહિલ ચાલ્યો ગયો હતો. આ બાબતનો ખાર રાખી શનિવારે સાંજે જ્યારે શબ્બીરભાઈ પોતાની દુકાને હાજર હતા ત્યારે તેઓ પોતાના મિત્ર આદિલ મુલતાની સાથે મોબાઇલમાં ગેેમ રમતા હતા ત્યારે ચઢી આવેલા સાહિલ ગફારભાઈ મુલતાનીએ પોતાની પાસે રહેલી છરી બહાર કાઢી તેના બે ઘા ઝીંકી દીધા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. લોહી લુહાણ થઈ ગયેલા શબ્બીરભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. તેમના ભાઈ શકીલ સતારભાઈ મુલતાનીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના ખેતીવાડી ફાર્મ નજીક ભીલવાસમાં રહેતા આકાશ ધીરૂભાઈ પરમાર તથા તેના માસીના દીકરા ગુરૂ જયંતિભાઈ પરમાર ચારેક દિવસ પહેલાં પોતાના ઘર તરફ જતા હતા ત્યારે શબરીનગર પાસે ઘનશ્યામસિંહ ધીરૂભા જાડેજા સહિતના શખ્સો નશાની હાલતમાં બેઠા હતા. આ શખ્સોને દારૂ પીને સોસાયટીમાં ન આવવા માટે આકાશે કહેતા ઝઘડો થયો હતો અને તે પછી સમાધાન સધાયું હતું. આ બાબતનો ખાર રાખી શનિવારની રાત્રે જ્યારે આકાશના ભાઈ નિરજ ઉર્ફે સોનુ પોતાના સસરાના ઘરે સુતો હતો ત્યારે ધસી આવેલા ઘનશ્યામસિંહ, દેવેન્દ્રસિંહ ધીરૂભા જાડેજા, ભૂરો ગોપાલભાઈ કાપડીયા ઉર્ફે વીકકી, નિલેશ મુકેશભાઈ અઘેરા નામના ચાર શખ્સે પાઈપ-ધોકાથી હુમલો કરી માર માર્યાે હતો. નિરજે બૂમો પાડતા તેના સસરા દોડી આવ્યા હતા. આ યુવાનને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેને ત્રણ ફ્રેક્ચર થઈ ગયાનું ખૂલ્યું છે. નિરજે ફરિયાદ કરી છે.

જામનગરના બંગલા વાડી વિસ્તારમાં રહેતા મજીદમિંયા કાદરમિંયા બુખારીની પુત્રી અને બાજુની શેરીમાં રહેતા બાળકો વચ્ચે સાયકલ ચલાવવા બાબતે બોલાચાલી થયા પછી ગઈકાલે સાંજે જુનેદ ચાકી, આસીફ ચાકી, અલ્તાફ ચાકી નામના ત્રણ શખ્સે મજીદમિંયા તથા તેના જમાઈ વસીમને ગાળો ભાંડ્યા પછી વસીમને ઢીકાપાટુથી માર માર્યાે હતો. વચ્ચે પડેલા મજીદમિંયાને પણ ધોકા ફટકારવામાં આવ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh