Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત, રાજસ્થાન, અરબી સમુદ્રમાં 'ત્રિશૂળ' સેનાભ્યાસથી પાકિસ્તાનની રાડ ફાટી!
નવી દિલ્હી તા. ૧રઃ ઓપરેશન શિંદૂર પછી હવે પાક. સરહદે ભારતીય સેનાની ત્રણેય પાંખોએ યુદ્ધાભ્યાસ શરૂ કર્યો છે, અને ટેન્ક-ફાઈટર જેટ ગર્જ્યા હોવાથી પડોશી દેશ પાકિસ્તાનમાં હડકંપ મચ્યો છે.
રાજસ્થાનના જેસલમેરના રણ પ્રદેશમાં, જે ભારત-પાકિસ્તાન સરહદને અડીને આવેલો છે, ત્યાં ત્રણેય ભારતીય સેનાઓ દ્વારા 'ઓપરેશન ત્રિશૂળ' નામનો યુદ્ધાભ્યાસ ચાલી રહ્યો છે. આ ૧ર દિવસીય અભ્યાસના ૧૧ મા દિવસે સેનાએ વિશાળ યુદ્ધાભ્યાસ 'મરૂજવાલા' યોજ્યો હતો.
આને ઓપરેશન શિંદૂર' પછીનો ત્રણેય સેનાઓનો સૌથી મોટો સંયુક્ત અભ્યાસ ગણવામાં આવે છે. ભારતીય સુરક્ષા દળોએ રાજસ્થાન, ગુજરાત અને ઉત્તર અરબ સાગરમાં ત્રિ-સેવા અભ્યાસ 'ત્રિશૂળ' હાથ ધર્યો હતો અને ધરતીથી લઈને આકાશ સુધીની પોતાની મારક ક્ષમતાનું જોરદાર પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન સધર્ન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠે ચાલી રહેલી એક્સરસાઈઝ 'ત્રિશૂળ' દરમિયાન આર્મી એવિએશનની ઓપરેશનલ તૈયારી અને એકીકરણની સંપૂર્ણ સમીક્ષા કરી.
પ્રાપ્ત થતા અહેવાલો મુજબ આર્મી કમાન્ડરે જેસલમેરમાં એક ફોર્વર્ડ ઓપરેટિંગ એવિએશન બેઝની મુલાકાત લીધી હતી. આ બેઝ રણ વિસ્તારમાં 'મરૂજવાલા' અભ્યાસ અને 'અખંડ પ્રહાર' અભ્યાસના ભાગરૂપે જમીની મેનૂવર ફોર્સ સાથે મળીને ર૪એક્સ૭ દિવસ-રાત ઓપરેશન કરી રહ્યો છે. 'ઓપરેશન ત્રિશૂળ' હેઠળ ત્રણેય સેના આર્મી, એરફોર્સ અને નેવીના યુનિટએ એકસાથે દુશ્મન ચોકીઓ અને આતંકવાદી ઠેકાણાઓ પર હુમલાનું પ્રદર્શન કર્યું હતું.
અભ્યાસમાં ડ્રોન દ્વારા દુશ્મન ઠેકાણાઓની ઓળખ કરાઈ અને આસપાસના ગામો ખાલી કરાવવામાં આવ્યા. હેલિકોપ્ટરે ટી-૯૦ ટેન્કને કવર ફાયર આપ્યું, જ્યારે એઆઈ-સક્ષમ ડ્રોન અને રોબોટિક મ્યૂલ દ્વારા સૈનિકો સુધી હથિયાર અને ફર્સ્ટ એઈડ પહોંચાડવામાં આવી હતી.
આ દરમિયાન રણમાં ટેન્ક, તોપો, હેલિકોપ્ટર અને ફાઈટર જેટની સંયુક્ત કાર્યવાહી જોવા મળી. સધર્ન કમાન્ડના લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠે આ અભ્યાસનું નેતૃત્વ કર્યું હતું અને જેએઆઈનો મંત્ર સમજાવ્યો હતો.
'મરૂજ્વાલા' દ્વારા સ્વદેશી હથિયારો, સંચાર પ્રણાલીઓ અને કાઉન્ટર-ડ્રોન ટેકનિકોને રણની કઠોર પરિસ્થિતિઓમાં ચકાસવામાં આવ્યા. આ યુદ્ધાભ્યાસ માત્ર શક્તિ પ્રદર્શન જ નહોતું, પરંતુ આધુનિક યુદ્ધમાં ભારતીય સેનાઓની સંયુક્ત કાર્યવાહી અને તકનિકી આત્મ નિર્ભરતાનો પણ પુરાવો બન્યો.
આ અભ્યાસ હેઠળ ભારતીય સેનાએ રણમાં પણ મોટા પાયે અભ્યાસ કર્યો છે. આ અભ્યાસમાં થાર રેપ્ટર બ્રિગેડના હેલિકોપ્ટર અને સુદર્શન ચક્રના ટેન્કોએ સાથે મળીને અભ્યાસ કર્યો છે. આ અભ્યાસમાં હેલિકોપ્ટરએ ઘણી મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી, જેમાં જાસૂસી કરવી, સૈનિકોને ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા અને જમીની સૈનિકોને હવાઈ મદદ પહોંચાડવાનો સમાવેશ થાય છે. ઉલ્લેખનિય છે કે, આ એક્સરસાઈઝ સધર્ન કમાન્ડના રણ યુદ્ધાભ્યાસ 'મરૂજ્વાલા' અને 'અખંડ પ્રહાર'નો પણ એક ભાગ હતો.
આ એક્સરસાઈઝનું નેતૃત્વ સધર્ન કમાન્ડ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં આર્મીની મિકેનાઈઝ્ડ અને આર્મર્ડ કોરની ટેન્કોની સાથે એરફોર્સના ફાઈટર જેટ્સે પણ પોતાનું દમખમ બતાવ્યું. સધર્ન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠે યુદ્ધ ક્ષેત્રનું નિરીક્ષણ કરીને સૈનિકોની કાર્યક્ષમતાની પ્રશંસા કરી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ભારતીય સેના કોઈપણ પરિસ્થિતિમાં દુશ્મનોનો મુકાબલો કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે.
આ યુદ્ધાભ્યાસના કારણે પડોશી દેશ પાકિસ્તાનમાં હડકંપ મચ્યો છે, અને ભારતના ઓપરેશન શિંદૂરના અનુભવ પછી થરથર ધ્રુજતા પાકિસ્તાને સરહદો પર પેટ્રોલીંગ વધાર્યું હોવાના અહેવાલો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial