Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેટલાક મૃતદેહોના માત્ર અંગો જ મળતા ફરજીયાત ડીએનએનો વિકલ્પ
નવી દિલ્હી તા. ૧રઃ દિલ્હી કાર બ્લાસ્ટ મામલે આઠ મૃતદેહ જ ઓળખાયા છે. બાકીના એકનું માથું જ નથી, બીજાના શરીરના ટૂકડા મળયા છે, તેથી આતંકી ડો. ઉંમર મોહમ્મદ માર્યો ગયો હોવા અંગે સસ્પેન્સ સર્જાતા ફરજીયાત ડીએનએ કરાશે, તેમ જાણવા મળે છે.
દિલ્હીના લાલ કિલ્લા ૫ાસે થયેલા ભીષણ બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા લોકોમાંથી ૮ ની ઓળખ થઈ ગઈ છે.પરંતુ દિલ્હી પોલીસ અને એનઆઈએ સહિતની તપાસ એજન્સીઓ માટે બાકીના મૃતદેહોની ઓળખ કરવી એક મોટો પડકાર બની ગયો છે.
આ મૃતદેહો એવી સ્થિતિમાં છે કે, તેમની ઓળખ પરંપરાગત પદ્ધતિઓથી લગભગ અશક્ય છે. આ સ્થિતિમાં બ્લાસ્ટનો મુખ્ય સૂત્રધાર મનાતો આતંકી ડો. ઉંમર મોહમ્મદ જીવિત છે કે મૃત્યુ પામ્યો છે, તે એક મોટું રહસ્ય બની ગયું છે.
તપાસ એજન્સીઓ માટે બાકીના મૃતદેહોની ઓળખ કરવી અત્યંત મુશ્કેલ છે. એક મૃતદેહ એવો છે જેનું માથું જ નથી. જ્યારે બીજો મૃતદેહ માત્ર શરીરના કેટલાક ટૂકડાઓ (પેટનો ભાગ અને કપાયેલી આંગળીઓ) ના રૂપમાં મળ્યો છે. આ કારણે હવે તપાસ એજન્સીઓ પાસે ડીએનએ ટેસ્ટ જ એકમાત્ર વિકલ્પ બચ્યો છે.
આ રહસ્ય ઉકેલવા માટે તપાસ એજન્સીઓએ આ બ્લાસ્ટના મુખ્ય સૂત્રધાર ડો. ઉંમર મોહમ્મદની માતાનું ડીએનએ સેમ્પલ લીધું છે. આ સેમ્પલને ઘટના સ્થળેથી મળેલા શરીરના અજાણ્યા ટૂકડાઓ સાથે મેચ કરવામાં આવશે. જો ડીએનએ મેચ થશે, તો તે પુષ્ટિ થશે કે ડો. ઉંમર મોહમ્મદ પણ આ બ્લાસ્ટમાં માર્યો ગયો છે.
અધિકારીઓએ જણાવ્યું કે, પ્રારંભિક તપાસ મુજબ આ બ્લાસ્ટ "ભૂલથી" થયો હોય શકે છે. એજન્સીઓનું માનવું છે કે, જ્યારે ફરીદાબાદમં એક આંતરરાજય આતંકી મોડ્યુલનો પર્દાફાશ થયો ત્યારે ડો. ઉંમર ગભરાઈ ગયો અને ઉતાવળમાં બનાવાયેલા એક્સપ્લોઝિવ ડિવાઈસને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી રહ્યો હતો. આ ઉતાવળમાં જ કદાચ અકસ્માતે વિસ્ફોટ થઈ ગયો.
ઘટના સ્થળે તથા આજુબાજુના સીસીટીવી ફૂટેજથી સ્પષ્ટ થયું છે કે, બ્લાસ્ટ સમયે આઈ-ર૦ કારમાં ડો. ઉંમર મોહમ્મદ એકલો જ હતો અને તે પોતે જ કાર ચલાવી રહ્યો હતો. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે કાર જમીનથી ઘણા ફૂટ ઉપર ઉછળી ગઈ હતી અને નજીકની પોલીસ ચોકીની દીવાલ અને છતને પણ નુકસાન થયું હતું.
તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે, ડો. ઉંમર ફરીદાબાદમાં તેના સાથીઓની ધરપકડના સમાચાર મળ્યા બાદ લગભગ ત્રણ કલાક સુધી સુનહરી મસ્જિદની પાર્કિંગમાં પોતાની કારમાં બેસીને ઈન્ટરનેટ પર અપડેટ્સ સર્ચ કરતો રહ્યો હતો. એજન્સીઓએ તેની કારના ૧૧ કલાકના રૂટને ટ્રેસ કરવામાં સફળતા મળેવી છે.
બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા ૮ લોકોની ઓળખ થઈ છે, તેમાં મોહસીન (મેરઠ), અશોકકુમાર (બસ કંડક્ટર-અમરોહા), લોકેશ (અમરોહા), દિનેશ મિશ્રા (શ્રાવસ્તી), પંકજ (ઓલા-ઉબર ડ્રાઈવર), અમર કટારીયા (શ્રીનિવાસપુરી), નૌમાન અંસારી (રીક્ષાચાલક) અને મોહમ્મદ જુમ્માન (રીક્ષા ચાલક) નો સમાવેશ થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial