Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગરની આજુબાજુના ઘણાં વિસ્તારોનો સમાવેશઃ
ખંભાળિયા તા. ૪: ખંભાળિયા ન.પા. વિસ્તારમાં નવા વિસ્તારોનો સમાવેશ થતા રાજ્ય સરકારે નવું સીમાંકન મંજુર કર્યું છે. નવા સીમાંકનની કામગીરી પૂર્ણ થઈ હોવાનું જાણવા મળે છે.
વધુ સીમાંકન
દેવભૂમિ દ્વારકાના વડા મથક ખંભાળિયાનું નવું સીમાંકન જોઈએ તો પાલિકા ઈજનેર એન.આર. નંદાણિયાના જણાવ્યા મુજબ ધરમપુર ગ્રામ પંચાયતમાં જામનગર રોડ પર દલવાડી હોટલ, રિલાયન્સ પંપ. જે.કે.વી. નગર ચોક, બે-ત્રણ જામનગર રેલવે ફાટક પછીનો વિસ્તાર, યોગેશ્વરનગરનો આખો વિસ્તાર, શ્રીજી સોસાયટી, મહાપ્રભુજી બેઠક સહિતનો વિસ્તાર ન.પા. ખંભાળિયામાં આવી ગયો છે. અગાઉ રેલવે ફાટક પાસેથી તથા મહાપ્રભુજી બેઠક પાસેથી ખંભાળિયાની હદ પૂરી થઈ જતી હતી.
જોઈએ તો અગાઉ સલાયા ફાટકથી ખંભાળિયાની સીમા પૂરી થતી હતી તે હવે સરકારી હોસ્પિટલથી આગળ સલાયા રોડ સુધી, પાયલ હોટલ સુધી, જી.આઈ.ડી.સી. તથા ગોકુલ હોટલ અને માર્કેટીંગ યાર્ડ પણ ખંભાળિયા ન.પા.માં આવી ગયું છે. શક્તિનગર ગ્રામ પંચાયતનો વિસ્તાર જે વધુ મોટો સોસાયટીઓનો તથા ખંભાળિયાની તદ્ન નજીક હતો તે ખંભાળિયાની હદમાં આવી ગયો છે. રામનાથ સોસાયટીમાં ડાબી બાજુનો ભાગ નારાયણનગર, રામનાથ મંદિર, તેની પાછળની અનેક સોસાયટી, ઘી ડેમ સુધીનો વિસ્તાર, બંગલા વાડી, ટેલિફોન એક્સચેન્જ વસ્તાર, તેની આગળનો વિસ્તાર, પોલીસ લાઈન તથા શીરૂ તળાવ સુધી અને ગાયત્રીનગરનો વિસ્તાર પણ ખંભાળિયામાં આવી ગયો છે.
રામનગરમાં રામનાથ તથા સેન્ટકર્વે શાળાની પાછળનો વિસ્તાર, ખામનાથ પાસેનો વિસ્તાર, વાય.કે.જી. સોસાયટી, સ્મશાનની આગળનો વિસ્તાર, ઘી નદીના કાંઠાની શિવમ્ સસાયટી, કણઝાર હોટલ તથા ત્યાંથી પોરબંદર રોડ પરના રેલવે ફાટક સુધીનો વિસ્તાર ખંભાળિયા નગરપાલિકામાં આવી ગયો છે.
વોર્ડ રચના તથા વિકાસ કાર્યોનું આયોજન
ખંભાળિયા નગર પાલિકાનો વિસ્તાર વધતા ટૂંક સમયમાં નવા ભળેલા વિસ્તારોની વોર્ડ રચના થશે તે પછી તે વિસ્તારોમાં વિકાસ કાર્યોનું આયોજન હાથ ધરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial