Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હવાઈચોકમાં તિરંગો ફરકાવી ક્રિકેટ પ્રેમીઓ અને મહિલા અગ્રણીઓ સાથે આગેવાનોએ કરી ઉજવણીઃ નારી શક્તિ ઝળકી
નવી મુંબઈમાં ગઈકાલે આઈ.સી.સી. મહિલા વર્લ્ડ કપના ફાઈનલ મુકાબલામાં આફ્રિકાની મહિલા ટીમને જબરી શિકસ્ત આપીને ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શાનદાર જીત મેળવીને વિશ્વવિજતાનો ખિતાબ હાંસલ કર્યો હતો, જે ભવ્ય જીતનો જશ્ન જામનગરમાં પણ ઉજવાયો હતો, સાથોસાથ વુમન પાવર પણ જોવ મળ્યો હતો. જામનગરના હવાઈચોક વિસ્તારમાં શહેર ભાજપના અધ્યક્ષ બીનાબેન કોઠારી, ઉપરાંત ડેત્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શહેર ભાજપના મહિલા કોર્પોરેટરો, અન્ય મહિલા કાર્યકરો ઉપરાંત સ્થાનિક વિસ્તારના ભાજપના પૂર્વ કોર્પોરેટર મનિષ કનખરા તથા અન્ય સ્થાનિક અગ્રણીઓ, ક્રિકેટપ્રેમીઓ વિગેરે રાત્રિના સમયે એકત્ર થયા હતાં, અને ભારતની મહિલા ક્રિકેટ ટીમ ચેમ્પિયન બની, તેની જીતના જશ્નને મનાવવા માટે ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી, સાથોસાથ ઢોલ-નગારાના તાલે તેમજ તિરંગો ઝંડો ફરકાવીને રાસ ગરબાની રમઝટ પણ બોલાવી હતી, અને ભારતની મહિલા ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા હતાં. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે જ્યારે ગઈકાલે દેવ દિવાળીના તહેવારના દિવસે જ સમગ્ર ભારતવાસીઓને દેવ દિવાળીની વિશેષ ભેટ આપી હોવાથી નગરમાં ભવ્ય આતશબાજી પણ જોવા મળી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial