Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પંજાબમાં ખાલિસ્તાની આતંકીઓના આઈઈડી વિસ્ફોટનો ખતરો
નવી દિલ્હી તા. ૧૩: દિવાળીના તહેવારો દરમિયાન દિલ્હી સહિત દેશમાં આતંકવાદી હુમલાનું હાઈ એલર્ટ અપાયું છે. આતંકવાદી હુમલાઓનો ખતરો દિલ્હીના ભીડભાડવાળા વિસ્તારો અને ધાર્મિક સ્થળો પર પોલીસ તમામ પ્રકારની પરિસ્થિતિઓ માટે હાઈ એલર્ટ પર છે.
પંજાબ અને દિલ્હી-એનસીઆર સહિત દેશભરના મુખ્ય શહેરોમાં આતંકવાદી હુમલાનો ખતરો મંડરાયેલો છે. ઓપરેશન સિંદૂર અને આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને ગુપ્તચર એજન્સીઓ દ્વારા આ ચેતવણી જારી કરવામાં આવી છે. આતંકવાદી હુમલાઓ ખતરો દિલ્હીના ભીડભાડવાળા વિસ્તારો, ખાસ કરીને શોપિંગ બજારો, વિદેશીઓની અવરજવરવાળા વિસ્તારો અને ધાર્મિક સ્થળોને લગતો છે.
આ ગુપ્તચર ચેતણવી તહેવારોની મોસમ સાથે સંબંધિત છે. તહેવારોની મોસમ દરમિયાન સંભવિત આતંકવાદી કાવતરાઓ વિશે સતર્ક રહેવા માટે ઈનપુટ છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, પોલીસ તમામ પ્રકારની પરિસ્થિતિઓ માટે હાઈએલર્ટ પર છે. ગુપ્તચાર માહિતી પંજાબને પણ લાગુ પડે છે. જ્યાં દિવાળી પહેલા આતંકવાદી હુમલા માટે હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સુરક્ષા એજન્સીઓએ ચેતણવી આપી છે કે, ખાલિસ્તાની આતંકવાદી સંગઠનો અને પાકિસ્તાનની આઈએસઆઈ પંજાબ પોલીસના થાણાઓને નિશાન બનાવીને આઈઈડી વિસ્ફોટ કરવાનું કાવતરૃં ઘડી રહ્યાં છે. ગુપ્તચર સૂત્રો સૂચવે છે કે, આતંકવાદીઓ દિવાળી દરમિયાન અશાંતિ ફેલાવવાનો ઈરાદો ધરાવે છે, એવા પણ અહેવાલો છે કે, પાકિસ્તાન અને બાંગ્લાદેશના નકલી એકાઉન્ટસ સોશિયલ મીડિયા પર વાંધાજનક અથવા ઉગ્રવાદી ધાર્મિક પોસ્ટ દ્વારા વાતાવરણને ખલેલ પહોંચાડવાનું કાવતરૃં ઘડી રહ્યાં છે.
દિલ્હી-એનસીઆરની મુખ્ય હોટલો, જ્યાં મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ રહે છે, તે પણ જોખમમાં છે. તેથી પોલીસને સુરક્ષા કડક બનાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. સંવેદનશીલ પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને અધિકારીઓએ તમામ એસએચઓને સ્પષ્ટપણે જણાવ્યું છે કે, સુરક્ષામાં કોઈપણ ખામી સહન કરવામાં આવશે નહીં.
પોલીસે જનતાને દિલ્હી પોલીસની આંખ અને કાન બનવા અપીલ કરી છે. જો તેઓ ક્યાંય પણ કોઈ શંકાસ્પદ વ્યક્તિ અથવા વસ્તુ જુએ કે સાંભળે, તો તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરવી જોઈએ. ભાડૂઆતો અને નોકરોની પોલીસ ચકાસણીની ભલામણ કરવામાં આવે છે. પોલીસ સાયબર યુનિટ અને ૧૪સી સંયુક્ત રીતે દરેક શંકાસ્પદ કોલ પર નજર રાખી રહ્યાં છે. પોલીસનો સોશિયલ મીડિયા સેલ પણ સક્રિય છે.
દિલ્હીના ગૃહમંત્રી, મુખ્યમંત્રી અને અન્ય લોકો વચ્ચે તાજેતરમાં થયેલી મહત્ત્વપૂર્ણ બેઠક બાદ દિલ્હી પોલીસ કાર્યવાહીમાં આવી હોવાનું સૂત્રો સૂચવે છે. બેઠકના બીજા દિવસે શનિવારે, પોલીસ મુખ્યાલયમાં ઉચ્ચ સ્તરીય અધિકારીઓ વચ્ચે મેરેથોન બેઠક યોજાઈ હતી. જેનું પરિણામ સામાન્ય પેટ્રોલિંગ હતું. આ પેટ્રોલિંગમાં તમામ પ્રકારના ખતરાને ધ્યાનમાં રાખીને પોલીસ ગતિવિધિઓ જોવા મળી હતી.
સામાન્ય પેટ્રોલિંગનો અર્થ એ છે કે, બધા પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશન છોડીને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરે, જેમાં ત્યાં છુપાયેલા કોઈપણ ગુનેગારોનો પણ સમાવેશ થાય છે. પોલીસે આવા તમામ ગુનેગારોને ઓળખવા જોઈએ અને તેમની સામે કડાક કાર્યવાહી કરવી જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial