Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચીનના આયોજિત સૈન્ય સમારોહના સંદર્ભે અમેરિકાના રાષ્ટ્રપતિના પ્રત્યાઘાતઃ આક્ષેપો દોહરાયા
નવી દિલ્હી તા.૩: શી જિનપિંગ, પુતિન અને કિમ જોંગ અમેરિકા વિરૂદ્ધ કાવતરૂ ઘડી રહ્યા છે, તેમ જણાવી ટ્રમ્પે મોટો આરોપ મુકયો છે અને ચીન, રશિયા અને ઉત્તર કોરિયાના જોડાણ અંગે અમેરિકાએ ચિંતા વ્યકત કરી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આરોપ લગાવ્યો છે કે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન સાથે મળીને અમેરિકા વિરુદ્ધ કાવતરું ઘડી રહૃાા છે.
આ નિવેદન ચીની પીપલ્સ રેઝિસ્ટન્સ વોર અને વિશ્વ ફાસીવાદ વિરોધી યુદ્ધની ૮૦મી વર્ષગાંઠ નિમિત્તે બેઇજિંગમાં આયોજિત ભવ્ય સમારોહ અને લશ્કરી પરેડના પ્રતિભાવમાં આવ્યું છે. ચીની પીપલ્સ રેઝિસ્ટન્સ વોર અને જાપાની આક્રમણ સામે વિશ્વ ફાંસીવાદ વિરોધી યુદ્ધમાં ચીનની જીતની ૮૦મી વર્ષગાંઠ નિમિત્તે બેઇજિંગમાં આયોજિત ભવ્ય સમારોહ અને લશ્કરી પરેડ પર પ્રતિક્રિયા આપતા, યુએસ પ્રમુખ ડોનાલ્ડ જે. ટ્રમ્પે કહૃાું કે શી જિનપિંગ પુતિન અને કિમ જોંગ સાથે મળીને અમેરિકા વિરુદ્ધ કાવતરું ઘડી રહૃાા છે.
તેમણે કહ્યુ કે, સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ એક ખૂબ જ બિનમૈત્રીપૂર્ણ વિદેશી આક્રમણખોરથી મુક્તિ મેળવવા માટે યુનાઇટેડ સ્ટેટ્સે ચીનને આપેલા અપાર સમર્થન અને 'લોહી'નો ઉલ્લેખ કરશે. વિજય અને ગૌરવની શોધમાં ચીનના ઘણાં અમેરિકનો મૃત્યુ પામ્યા. મને આશા છે કે તેમની હિંમત અને બલિદાન માટે તેમને યોગ્ય સન્માન અને યાદ આપવામાં આવશે! રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ચીનના અદ્ભુત લોકો માટે આ ઉજવણીનો એક મહાન અને કાયમી દિવસ રહે. કૃપા કરીને વ્લાદિમીર પુતિન અને કિમ જોંગ ઉનને મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવો, કારણ કે તમે યુનાઇટેડ સ્ટેટ્સ વિરુદ્ધ કાવતરું ઘડી રહૃાા છો. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પ.
ઉલ્લેખનિય છે કે,ચીને જાપાની આક્રમણ સામે ચીની લોકોના પ્રતિકાર યુદ્ધ અને વિશ્વ ફાંસીવાદ વિરોધી યુદ્ધની ૮૦મી વર્ષગાંઠની ઉજવણી માટે બેઇજિંગમાં એક ભવ્ય સમારોહ અને લશ્કરી પરેડનું આયોજન કર્યું હતું. ચીને બુધવારે બેઇજિંગમાં જાપાની આક્રમણ સામે ચીની લોકોના પ્રતિકાર યુદ્ધ અને વિશ્વ ફાંસીવાદ વિરોધી યુદ્ધની ૮૦મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણીની સત્તાવાર શરૂઆત ૮૦ તોપોની સલામી સાથે કરી. ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી સેન્ટ્રલ કમિટીના જનરલ સેક્રેટરી, ચીનના રાષ્ટ્રપતિ અને સેન્ટ્રલ મિલિટરી કમિશનના ચેરમેન શી જિનપિંગે બુધવારે બેઇજિંગમાં જાપાની આક્રમણ સામે ચીની લોકોના પ્રતિકાર યુદ્ધ અને વિશ્વ ફાંસીવાદ વિરોધી યુદ્ધની જીતની ૮૦મી વર્ષગાંઠની ઉજવણી માટે એક મહત્વપૂર્ણ ભાષણ આપ્યું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial