Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક નાની સરખી ચિનગારી ભીષણ આગ લગાવી શકે છે, તેવી જ રીતે એક નાની સરખી ચિપ સમગ્ર વિશ્વને બદલી શકે છે, અત્યારે કોમ્પ્યુટર અને ઈન્ટરનેટ યુગમાં સેમિકન્ડકટરનું મહત્ત્વ વધ્યું છે અને ભારતે માઈક્રો પ્રોસેસર ચિપના ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ સફળતા મેળવી છે. બીજી તરફ બિહારની ચૂંટણીના પ્રચારની આંધીમાં નાનો સરખો શબ્દપ્રયોગ પણ પ્રતિસ્પર્ધી રાજકીય પક્ષ માટે પ્રચારનું ઓજાર કેવી રીતે બની જાય છે, તે પણ આપણી સામે જ છે. કોઈ પણ નાનામાં નાની વ્યક્તિ, સંગઠન કે ચીજ-વસ્તુને અન્ડર એસ્ટિમેન્ટ ન કરવી જોઈએ, તે મરાઠા આંદોલન સામે ફડણવીસ સરકારે ઝુકવુ પડ્યું, તેના પરથી પૂરવાર થાય છે.
ખાસ કરીને ચૂંટણી ટાણે ચૂંટણી સભાઓમાં પ્રતિપક્ષો પર પ્રહાર કરતી વખતે એ ખ્યાલ રાખવો પડે કે એવા કોઈ શબ્દો ન વપરાઈ જાય, જેથી વિવાદ ઊભો થઈ જાય અને એ જ પ્રહારો બૂમરેંગ પૂરવાર ન થઈ જાય. અત્યારે મીડિયા અને સોશ્યલ મીડિયામાં કોની ગાળ મોટી અને કોની ગાળ નાની, તેની વધુ ચર્ચા થઈ રહી છે, અને જનતાને સ્પર્શતા મૂળ મુદ્દાઓ હાંસિયામાં ધકેલાઈ ગયા છે. જો કે, ચૂંટણી જ નહીં, કોઈપણ જાહેર મંચ પરથી કે કોઈપણ રીતે ગાળાગાળી કે અસભ્ય કે અનૈતિક શબ્દપ્રયોગોને સ્થાન જ ન હોઈ શકે, અને તેનું ધ્યાન રાખવા શાસક અને વિપક્ષના સર્વોચ્ચ નેતાઓએ પોતાના પક્ષના કાર્યકરો-નેતાઓને તાલીમબદ્ધ કરવા જોઈએ. જો કે, આ બાબતમાં કોઈના વખાણ કરવા જેવા નથી, હમામ મેં સબ નંગે હૈ...
હમણાંથી નાની-મોટી આગ દર્ઘટનાઓના અહેવાલો અવાર-નવાર આવતા હોય છે, અને તેમાં મોટું નુકસાન થતું હોય છે અને મહામુલી માનવજિંદગીઓ પણ હોમાઈ જતી હોય છે, આ તમામ આગ-દુર્ઘટનાઓ પૈકી મોટાભાગે નાની સરખી ચિનગારી, સુક્ષ્મ શોટ-સરકીટ કે બેકાળજી અથવા લાપરવાહી જવાબદાર હોય છે. નાની ચિનગારીમાંથી મહાભયાનક વિનાશ નોતરતી ભીષણ આગ લાગી હોય તેના ઘણાં દૃષ્ટાંતો આપણી સામે આવતા રેહતા હોય છે, તેથી આગ લાગ્યા પછી બુઝાવવાની અત્યંત મુશ્કેલ હોવાથી આગ લાગતી જ અટકે, તે માટે ખૂબ જ ઝીણવટપૂર્વકની કાળજી તથા પૂર્વ આયોજિત સુરક્ષા વ્યવસ્થાઓ વિસ્તારવાની તથા વધુ સઘન બનાવવાની જરૂર છે.
સિક્કાની બીજી બાજુ જોઈએ તો કેટલીક સુક્ષ્મ ચીજવસ્તુઓ ઘણી જ મોટી ક્રાન્તિ લાવી શકે છે. એક નાનકડું બીજ જેવી રીતે વિરાટકાય વૃક્ષ ઉગાડી શકે છે, અનાજના એક નાના બીજમાંથી હજારો દાણાં ઉગે છે અને ટીપે ટીપે પડતો વરસાદ મોટા મોટા જળાશયો ભરી શકે છે, તેવી જ રીતે નાની નાની ચીજવસ્તુઓ ઘણી જ હકારાત્મક અને નકારાત્મક અસરો ઊભી કરી શકતી હોય છે.
એક કહેવત છે કે ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાળ બંધાય, આ પ્રકારની પોઝિટીવ ફલશ્રુતિઓની સાથે એ જ કહેવતમાં કહેવાયુ છે કે ઢીકે ઢીકે શ્વાસ જાય, એટલે કે ઢીકા-પાટુના વધુ પડતા માર થી માણસનો જીવ પણ જઈ શકે છે, જે નકારાત્મક પરિણામ દર્શાવે છે.
ચંદીગઢમાં સ્થપાયેલા સેમિ કન્ડકટર લેબ દ્વારા વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના સહયોગથી ભારતની સર્વપ્રથમ ૩૨-બિટ માઈક્રો પ્રોસેસર ચિપ તૈયાર કરવામાં આવી છે. ઈસરો દ્વારા આ ચિપને સત્તાવાર રીતે વિક્રમ-૩૨૦૧ નામ આપ્યું છે. આ સેમિ કન્ડકટર ચિપ કોમ્પ્યુટર, મોબાઈલ ફોન, રાઉટર, કાર, સેટેલાઈટ, લેપટોપ સહિતની ડિજિટલ ડિવાઈસીસમાં બ્રેઈન (મગજ) નું કામ કરે છે. આ તમામ અદ્યતન અને પ્રવર્તમાન એ.આઈ. તથા ઈન્ટરનેટ યુગના ડિવાઈસીસની તાકાત આ નાની સરખી ચિપ જ હોય છે. આ ચિપનું નિર્માણ કરીને ભારત આ પ્રકારની ચિપ્સનું પ્રોડક્શન વધારીને તેમાં પણ આત્મનિર્ભર થવા જઈ રહ્યું હોવાનો દાવો કરાયો છે.
આ ચિપનું પ્રેઝન્ટેશન દિલ્હીમાં આયોજિત સેમિકોન ઈન્ડિયા-૨૦૨૫ની કોન્ફરન્સમાં રજૂ થયું ત્યારે સેમિ કન્ડકટર ક્ષેત્રે કાર્યરત વિધિના ૫૦ દેશોના નિષ્ણાતો ઉપસ્થિત હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારત સેમિ કન્ડકટર મિશનમાં બીજા તબક્કામાં પ્રવેશી ચૂક્યુ છે અને આ પોલિસી શોર્ટ ટર્મની નથી, પરંતુ દીર્ધકાલીન છે. આ દાવાઓ વડાપ્રધાનની ઉપસ્થિતિમાં કરાયા છે.
આ સેમિ કન્ડકટરનો ઉપયોગ કોમ્પ્યુટર, મોબાઈલફોન વિગેરેમાં તો થશે જ, પરંતુ પાવર મેનેજમેન્ટ, મેમરી, બેસબેન્ડ, એપ્લિકેશન, પ્રોસેસર, ઓટો સેકટર, ઈલેકટ્રીક વ્હીકલ, બેટરી મેનેજમેન્ટ, ઈન્ફોટેન્મેન્ટ, ટેલિકોમ, એડીએએસ સેન્સર્સ, માઈક્રો કન્ટ્રોલર્સ, ડિફેન્સ, એરોસ્પેસ, અંતરિક્ષ, ફાઈવ-જી, ઈન્ડસ્ટ્રીયલ, સેન્સર નોડ્સ આર એફ સ્વીચ વગેરે અનેક સેકટરમાં થઈ શકશે, તેવો દાવો કરાયો છે. જોઈએ, હવે શું થાય છે તે..
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial