Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં યુવા રોજગાર અને કૌશલ્ય સશકિતકરણ

જિ. પંચાયત પ્રમુખ રિદ્ધિબા જાડેજાની ઉપસ્થિતિમાં

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૨: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં *વિકાસ સપ્તાહ ૨૦૨૫*ની ઉજવણી અંતર્ગત 'યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ' અને રોજગાર મેળો યોજાયો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ રિદ્ધિબા જાડેજાની ઉપસ્થિતિમાં નગરપાલિકા ટાઉનહોલમાં આ કાર્યક્રમ યોજાયો હતો.

આ તકે પ્રાંત અધિકારી કે.કે. કરમટાએ પોતાના ઉદબોધનમાં ઉપસ્થિત યુવાનોને સરકારી ભરતી માટે પરીક્ષાઓની તૈયારી કરવા તેમજ સરકારી કે પ્રાઇવેટ કોઈપણ કાર્યક્ષેત્રમાં શ્રેષ્ઠ કાર્ય કરી વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા  પ્રેરણા અને શુભેરછાઓ આપી હતી.  સ્ટેજ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. મહાનુભાવોનું સ્વાગત પુસ્તક અને પુષ્પ દ્વારા કરવામાં આવ્યું હતું. આઈ.ટી.આઈ. પ્રિન્સિપાલશ્રી શાહે શાબ્દિક સ્વાગત કર્યું હતું તેમજ રોજગાર ઇચ્છુકો માટે 'અનુબંધમ' વેબ પોર્ટલ' વિશે માહિતી આપી હતી. ઉપસ્થિત સૌ રાજ્યકક્ષાના કાર્યક્રમના જીવંત પ્રસારણમાં જોડાયા હતાં અને મુખ્યમંત્રીનું ઉદબોધન સાંભળ્યું હતું.

સિલેક્ટ થયેલા યુવકોને રોજગાર પ્રમાણપત્રો તેમજ આઈ. ટી. આઈ. વિદ્યાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટર,  એપ્રેન્ટ્રીસ કરાર પત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, આ પ્રસંગે રોજગાર કચેરી દ્વારા યોજાયેલ રોજગાર મેળામાં અંદાજિત ૧૪ જેટલા નોકરીદાતા એકમો દ્વારા ૧૬૪ જેટલી જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ યોજવામાં આવ્યાં હતાં.  કાર્યક્રમમાં જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન જીતેન્દ્રભાઈ કણઝારિયા, અગ્રણી ઘનશ્યામસિંહ જાડેજા, અન્ય અગ્રણીઓ આઈ.ટી.આઈ. ઇન્સ્ટ્રક્ટર્સ, નોકરીદાતા કંપનીઓના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં યુવાનો હાજર રહૃાાં હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh