Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાળકને સારવારમાં ખસેડવામાં આવ્યું:
જામનગર તા. ૩૦: જામનગરના વિકાસગૃહમાં અનામી પારણામાં ગઈકાલે કોઈ વ્યક્તિએ તાજા જ જન્મેલા બાળકને ત્યજી દેતા આ બાળકને સારવારમાં ખસેડવામાં આવ્યું છે.
જામનગરના કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહની બહાર આ સંસ્થાના સંચાલકો દ્વારા અનામી પારણું રાખવામાં આવ્યંુ છે. જેમાં કોઈ વ્યક્તિ જન્મ આપેલા બાળકને કોઈ કારણથી ત્યજી દેવા ઈચ્છે તો તેમાં મૂકી શકે છે.
આ પારણાંમાં ગઈકાલે સવારે નવેક વાગ્યે કોઈ વ્યક્તિ તાજુ જ જન્મેલુ બાળક મૂકીને જતી રહી હતી. તેની જાણ થતાં આ બાળકને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં બાળકોના વિભાગમાં ખસેડવામાં આવ્યું છે જ્યાં તેની તબીયત નાદુરસ્ત જણાવાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial