Advertisement
Author: નોબત સમાચાર

પૂર્વ કોર્પોરેટર સહિતના વ્યક્તિઓ સામે નોંધાયેલા જુગારના ગુન્હામાં થયો છૂટકારો

રેઈડમાં જોગવાઈનું પાલન ન થયાની દલીલ ગ્રાહ્યઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: જામનગરના ગુલાબનગરમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના મકાનમાં પોલીસે દરોડો પાડી પૂર્વ કોર્પોરેટર તેમજ અન્ય કેટલાક વ્યક્તિઓને જુગાર રમતા પકડી પાડ્યા હોવાનો દાવો કરી ગુન્હો નોંધ્યો હતો. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીઓનો છૂટકારો ફરમાવ્યો છે.

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા અને ભાજ૫ના પૂર્વ નગરસેવક જશરાજ દામજીભાઈ પરમારના મકાનમાં થોડા સમય પહેલાં પોલીસે દરોડો પાડી ત્યાંથી જુગાર રમતા જશરાજ પરમાર, વનરાજસિંહ જાડેજા, અરવિંદસિંહ રાયજાદા વગેરે વ્યક્તિઓને પકડી પાડી જશરાજ પરમાર પોતાના મકાનમાં જુગાર રમાડવા બહારથી માણસો બોલાવી જુગારના સાધનો પૂરા પાડતા હોવાનો આરોપ મૂકાયો હતો.

ઉપરોક્ત કેસ ચાલવા પર આવતા બચાવ પક્ષે દલીલ કરી હતી કે, જે મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો તેની માલિકીનો આધાર કબજે કરાયો નથી, મકાન પર જશરાજભાઈ કોર્પોરેટર લખેલુ છે તે માની જશરાજભાઈનું મકાન હોવાનું જણાવાયું છે, આરોપીના ઓળખના પુરાવા લેવામાં આવ્યા નથી અને પોલીસે રેઈડ અંગેની જોગવાઈનું પાલન કર્યું નથી. હિતશત્રુઓએ ખોટી બાતમી આપી હતી અને પોલીસ દ્વારા ખોટી ફરિયાદ નોંધવામાં આવી હતી.

ઉપરોક્ત દલીલોને ગ્રાહ્ય રાખી અદાલતે આરોપી જશરાજ પરમાર, વનરાજસિંહ જાડેજા, અરવિંદસિંહ રાયજાદા વગેરેનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ સુરેશ પરમાર, અનિલ પરમાર, પરેશ નકુમ રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh