Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહાનુભાવોની ઉપસ્થિતિમાં ધનરાજભાઈ નથવાણીના હસ્તે ભૂમિ પૂજનઃ
ખંભાળિયા તા. ૮: દ્વારકા જિલ્લાના કલેક્ટર તન્ના, જીતુભાઈ લાલની ઉપસ્થિતિમાં ખંભાળિયામાં પોણાબે કરોડના ખર્ચે બનનારા શ્રી રામ સંકીર્તન મંદિરનું ભૂમિપૂજન ધનરાજ નથવાણીના હસ્તે થયું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં મહાદેવ વાડા વિસ્તારમાં ર૦૧૭ ની સાલમાં બનેલ શ્રી રામ સંકીર્તન મંદિર કે જે પ્રેમભિક્ષુક મહારાજની યાદમાં બનાવાયું છે, ત્યાં વિશાળ ભવ્ય મંદિર પોણાબે કરોડના ખર્ચે બનાવવા માટે રિલાયન્સના અગ્રણી તથા સાંસદ અને ખંભાળિયાના વતની પરિમલ નથવાણી દ્વારા ફાળો અપાતા ગઈકાલે તા. ૭-૮-ર૦રપ ના મંદિરનું ભૂમિપૂજન ધનરાજ નથવાણીના હસ્તે પંડિતોની ઉપસ્થિતિમાં થયું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં લોહાણા સમાજના ગુજરાત પ્રમુખ તથા જામનગરના અગ્રણી તથા ખંભાળિયા શ્રી રામ સંકીર્તન મંડળના ટ્રસ્ટી જીતુભાઈ લાલ દ્વારા પોણા બે કરોડના ખર્ચે કેવું રામ તથા હનુમાન મંદિર બનશે તેની જાણકારી આપી હતી તથા જામાનગરની જેમ ખંભાળિયામાં પણ નવા બનનાર આ મંદિરમાં ભવિષ્યમાં અખંડ રામધૂન થાય તથા લોકો જેમ દ્વારકાધીશ દર્શન કરવા જાય છે તેમ અહીં આવતા થાય તેવો પણ આશાવાદ વ્યક્ત કર્યો હતો.
ધનરાજ નથવાણી દ્વારા વિશાળ સંખ્યામાં ખંભાળિયાના નગરજનો આ કાર્યક્રમમાં જોડાયા હોય, તેમનો આભાર માનીને ભગવાન તથા ધાર્મિક બાબતોમાં લોકોની વધતી જતી શ્રદ્ધાને આવકારદાયક ગણાવીને ભવિષ્યમાં બનનાર ભવ્ય મંદિરનો લાભ મોટી સંખ્યામાં ભાવિકો લે તથા આયોજન માટે ટ્રસ્ટીઓનો પણ આભાર માન્યો હતો.
પ૦ વર્ષથી રામધૂમ પ્રેમ પરિવાર ચલાવે છે
ખંભાળિયા શ્રી રામ સંકીર્તન મંદિરના પ્રમુખ તથા ટ્રસ્ટીઓ દિપકભાઈ દત્તાણી તથા હરિશભાઈ જોષીએ જણાવેલ કે પ૦ વર્ષથી પ્રેમ પરિવાર રામધૂન શરણેશ્વર મંદિરમાં ચલાવતા હતાં. તે પછી ર૦૧૭ માં મહાદેવ વાડાનું મંદિર બનાવાયું અને તે પછી હવે પોણાબે કરોડનું ભવ્ય મંદિર બનશે.
આ મંદિર શ્રી રામ તથા હનુમાનનું બનશે તથા શ્રી રામ સંકીર્તન મંદિરમાં રખાતા પરંપરાગત્ ફોટા, મૂર્તિઓ શ્રીરામજી, શ્રી હનુમાનજી, શ્રી મહાદેવ, શ્રી પ્રેમભિક્ષુકજી મહારાજ તથા કાશ્મીરીબાપુના ફોટા પણ રખાશે.
હાલ દરરોજ સાંજે બે કલાક શ્રી રામધૂન ચાલે છે તથા પ્રસંગોપાત ર૪ કલાક પણ રામધૂન થાય છે. શ્રી રામ સંકીતર્ન મંદિરના પટાંગણમાં જ નર્મદેશ્વર તથા કાશી વિશ્વનાથ મહાદેવના પ્રાચીન શિવ મંદિરો છે તથા બાળકો માટે ક્રિડાંગણ પણ છે.
કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં આગેવાનો જોડાયા હતાં, જેમાં જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના, જિલ્લા ન્યાયાધીશ સમીર વ્યાસ, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, પાલિકા પ્રમુક રચનાબેન મોટાણી, પૂર્વ પ્રમુખ પાલિકા દિનેશભાઈ દત્તાણી, પરાગભાઈ બરછા, મનુભાઈ સોમૈયા, જતિનભાઈ ગણાત્રા, સંજયભાઈ દત્તાણી, પ્રભાત ચાવડા, જયેશભાઈ ગોકાણી, મુકેશ કાનાણી, અનિલભાઈ તન્ના, મનુભાઈ તન્ના, જામનગરના અગ્રણી ગિરીશભાઈ ગણાત્રા, ભાવિક બરછા વિગેરે જોડાયા હતાં તથા પ્રસાદીનો કાર્યક્રમ પણ યોજાયો હતો.
ટ્રસ્ટીઓ દ્વારા ધનરાજ નથવાણીનું સન્માન
ખંભાળિયા શ્રી રામ ંસંકીર્તન મંદિરમાં પોણાબે કરોડના ખર્ચે શ્રી રામ, હનુમાન મંદિર બનાવવા માટેનું યોગદાન આપનાર પરિમલ નથવાણીના પ્રતિનિધિ ધનરાજ નથવાણીનું શ્રી રામ સંકીર્તન મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા મંદિરની પ્રતિકૃતિ આપી પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં દિપકભાઈ દત્તાણી, જીતુભાઈ લાલ, બી.સી. ઠાકર, નિશીથભાઈ ઢેબર, પ્રવિણભાઈ છગ, જેઠાભાઈ નકુમ, હરિશભાઈ જોષી વિગેરે જોડાયા હતાં તથા આભાર વ્યક્ત કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial