Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈકોસીસ્ટમનું જીવંત ઉદાહરણ 'વનતારા'
ભારતની સુપ્રીમ કોર્ટે ૯ માર્ચ ૨૦૨૬ના આપેલા પોતાના ચુકાદા દ્વારા રીટ પિટિશન નંબર ૧૧૧૩/૨૦૨૫ને ફગાવી દેતાં એક ફાઉન્ડેશને વનતારા વિરૂદ્ધ કરેલા એ તમામ આરોપોને નકારી કાઢ્યા છે, જેમાં દાવો કરાયો હતો કે વિદેશોમાંથી કરાયેલી સંખ્યાબંધ પ્રાણીઓની આયાતમાં સીઆઈટીઈએસ હેઠળ આવતાં આંતરરાષ્ટ્રીય વન્યજીવ વ્યાપારી નિયમોનું ઉલ્લંઘન કરાયું છે.
અદાલતને આ અરજીમાં કોઈ તથ્ય જણાયું નથી અને અગાઉ અદાલત દ્વારા નિયુક્ત સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) દ્વારા વનતારાને આપવામાં આવેલી 'ક્લીનચીટ'ની પુનઃપુષ્ટિ કરાઈ છે. અગાઉ આ એસઆઈટીના તારણોને અગાઉની કોઓર્ડિનેટ બેન્ચ દ્વારા સ્વીકારવામાં આવ્યા હતા. એસઆઈટી અને સીઆઈટીઈએસ સેક્રેટરીએટ બંનેએ સ્વતંત્ર રીતે તપાસ કરી હતી અને તેઓએ નિષ્કર્ષ પર આવ્યા હતા કે વનતારાની આયાત પ્રક્રિયા કે દસ્તાવેજોમાં કોઈપણ સ્થાનિક અથવા આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરાયું નથી કે ક્યાંય અનિયમિતતા જોવા મળી નથી.
અદાલતે એમ પણ ઠેરવ્યું હતું કે, કાયદેસર રીતે આપવામાં આવેલી મંજૂરીઓ પર માત્ર એ કારણસર જ પ્રશ્ન ઉઠાવી શકાય નહીં કે પ્રાણીઓના સ્થાનાંતરણ પછી જ આક્ષેપો ઉદભવ્યા છે. અદાલતે એવું પણ અવલોકન કર્યું કે જે પ્રાણીઓ પહેલેથી જ કાયદેસર અને પ્રેમાળ વાતાવરણમાં સ્થાયી થઈ ગયા હોય, તેમને ખલેલ પહોંચાડવી તે પોતે જ એક પ્રકારની ક્રૂરતા ગણાશે.
આ આદેશ સાથે વનતારાની કામગીરી સામેના વધુ એક પડકારનો અંત આવ્યો છે. જવાબદારીપૂર્ણ અને માનવીય અભિગમ સાથે પ્રાણીઓની સંભાળ પરત્વે વનતારાની પ્રતિબદ્ધતાને દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા પણ સંપૂર્ણપણે ન્યાયસંગત ઠેરવવામાં આવી છે.
વનતારા વિશે
વનતારામાં દરેક આવનારૃં પ્રાણી પોતાની સાથે એક કહાણી લઈને આવે છે, જે ઘણીવાર ઈજા, ઉપેક્ષા, દુર્વ્યવહાર, વિસ્થાપન અથવા વિપરીત પરિસ્થિતિઓ સામે ટકી રહેવાને લીધે સર્જાયેલી હોય છે, અને તે પીડાદાયક સફર તેના બચાવ, રિકવરી અને ગૌરવપૂર્ણ જીવનમાં પરિવર્તિત થાય છે. ગુજરાતના જામનગરમાં એક વિશાળ કુદરતી લેન્ડસ્કેપ પર સ્થિત, વનતારા એક જીવંત ઇકોસિસ્ટમ તરીકે કાર્યરત છે જ્યાં પ્રાણીઓના ઘરો કુદરતી આવાસોને પ્રતિબિંબિત કરે છે અને ગમેત્યાં વિચરણની આઝાદી, સામાજિકીકરણ, ખોરાક-પાણી અને સાર્વત્રિક સુખાકારી માટે જરૂરી અન્ય વર્તણૂકોને સાહજિક બનાવે છે. તેની વિશ્વકક્ષાની વન્યજીવ હોસ્પિટલોમાં અદ્યતન તબીબી સંભાળથી જ ઉપચાર શરૂ થઈ જાય છે, અને તે નિરંતર પુનર્વસન, જે-તે પ્રજાતિ માટેના વિશિષ્ટ ન્યૂટ્રીશન, સંવર્ધન અને આ દુભાયેલા જીવોનો આત્મવિશ્વાસ પ્રસ્થાપિત કરીને તેમનો તણાવ ઘટાડે તેવું વાતાવરણ ઉપલબ્ધ કરાવીને સતત ચાલુ રહે છે. એકસમયે વર્ષો સુધી જકડી રખાયેલા અથવા પરેશાની ભોગવી ચૂકેલા હાથીઓ અહીં હાથીઓ માટેની વિશાળકાય કેર ફેસિલિટીમાં સાંકળોના કોઈ પણ જાતના બંધન વિના ચાલીને, ખુલ્લા જળાશયોમાં સ્નાન કરીને અને સમુદાય સાથે સંવેદનાનો નાતો સાધીને પોતાની આઝાદીને ફરી માણે છે. જ્યારે હૃાુમન કોન્ફલિક્ટ એરિયામાંથી રેસ્ક્યુ કરાયેલી અથવા સાંકડા પાંજરામાંની કેદમાંથી ઉગારીને અહીં લવાયેલી બિગ કેટ્સને મોકળાશભરી જગ્યા ફાળવાય છે જેથી તે પોતાના કુદરતી આવાસમાં જ હોય તેવું અનુભવી શકે. વિજ્ઞાન, સહાનુભૂતિ અને જીવન પ્રત્યે ઊંડા આદર થકી માર્ગદર્શન મેળવીને, વનતારા વાસ્તવમાં પશુચિકિત્સકો, જીવવિજ્ઞાનીઓ, ક્યુરેટર્સ અને કેરગિવર્સને એકસાથે લાવ્યું છે જેથી જીવનની ગુણવત્તાને અર્થપૂર્ણ રીતે સુધારી શકાય, દરેક બીજી તકને ગરિમાપૂર્ણ જીવનમાં તબદિલ કરી શકાય, આગળ વધતા દરેક કદમને રિકવરીની દિશામાં માંડી શકાય, તેમજ દરેક જીવનને પાંગરવાની વધુ સારી તક પૂરી પાડી શકાય.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial