Advertisement
Author: નોબત સમાચાર

શેરબજારમાં રોકાણના નામે ત્રણ વર્ષમાં રૂપિયા.૬૨ લાખ મેળવી લીધા પછી હડપ કરી જવાયાઃ ફોજદારી ફરિયાદ

એજન્ટ તરીકે કામ કરતા આસામીએ રોકાણકારો વતી નોંધાવી ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગરના એક આસામીને ત્રણ વર્ષ પહેલાં મળેલા એક શખ્સે શેરબજારમાં રોકાણ માટે કેટલાક આસામીઓને પ્રેરી પોતાની ઓળખ આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીમાં બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવ્યાની આપી આ આસામીને કમીશન મળશે તેમ જણાવ્યા પછી રૂપિયા.૬૨,૯૪,૮૧૩નું રોકાણ મેળવી લઈ અઢી વર્ષમાં તે રકમ હડપ કરી લેતાં એજન્ટ તરીકે કામ કરતા આસામીએ તમામ રોકાણકારો વતી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે જામનગરના જ આ શખ્સ સામે ગુન્હો નોંધી તપાસ આરંભી છે.

જામનગરના ગુરૂ:દ્વારા વિસ્તારમાં આવેલા પાંચ બંગલા પાસે વસવાટ કરતા દેવેનભાઈ મોહનભાઈ પટેલ નામના આસામીએ જામનગરના ગાંધીનગર પાસે નવા રેલવે સ્ટેશન નજીક વસવાટ કરતા હીરેન ભરતભાઈ લાખાણી સામે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રૂ:ા.૬૨,૯૪,૮૧૩ની રકમ વિશ્વાસમાં લઈને મેળવી લીધા પછી હડપ કરી જવા અંગે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ હીરેન લાખાણી સહિતના વ્યક્તિઓનો વર્ષ ૨૦૨૩ના ફેબ્રુઆરી મહિનામાં પરિચય થયા પછી આ શખ્સે શેરબજારમાં રોકાણ માટે પોતાની પાસે એજન્ટ તરીકે કામ કરવા વાત કરી હતી. પોતાની ઓળખ આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝમાં અગાઉ બ્રાંચ મેનેજર તરીકે કામ કર્યાની આપી દેવેન પટેલને અન્ય વ્યક્તિઓના રોકાણને મેળવી ડિમેટ એકાઉન્ટ ખોલી આપી શેરબજારમાં રોકાણ કરવા પ્રેરવા માટે સમજાવ્યા હતા.

ત્યારપછી દેવેન પટેલ દ્વારા કેટલાક વ્યક્તિઓનું રોકાણ મેળવવામાં આવ્યું હતું. જેમાં રોકાણના નફા પર દેવેન પટેલને ૦૭ ટકા કમીશન પેટે આપવામાં આવ્યા હતા અને રોકાણકારોને જો નુકસાન થાય તો મૂડી પરત કરવાની પણ ખાતરી અપાતા જુદા જુદા વ્યક્તિઓ પાસેથી દેવેનભાઈએ રૂ:ા.૬૨, ૯૪,૮૧૩ની રકમ મૂડી પેટે મેળવી રોકાણ કરાવ્યું હતું.

ત્યારપછી થોડા સમય માટે થોડો થોડો નફો અને રકમ પરત આપી હીરેન લાખાણીએ વિશ્વાસ ગાઢ બનાવ્યો હતો અને તે પછી આ શખ્સે મોટું નુકસાન થયું છે તેમ જણાવી દેવેનભાઈ તથા અન્ય વ્યક્તિઓની મૂડીની રકમ હડપ કરી લીધી હતી. ગયા વર્ષના ઓક્ટોબર મહિના સુધી ચાલેલા સંવાદ પછી રોકાણકારોની રકમ પરત નહીં મળે તેમ લાગતા આખરે ગઈકાલે દેવેનભાઈએ ફરિયાદ નોંધાવી છે. પીઆઈ પી.પી. ઝાની સૂચનાથી પીએસઆઈ એમ.એચ. મહેતાએ ગુન્હો નોંધી તપાસ શરૂ: કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh