Advertisement
Author: નોબત સમાચાર

મીઠાપુરમાં ટાટા કંપનીએ યોજી ૨૪મી ઓખામંડળ સાયકલો થોન

કે.એસ. સોમ શેખરન નાયરની સ્મૃતિમાં

                                                                                                                                                                                                      

મીઠાપુર તા. ૧૪: ટાટા કેમિકલ્સ લિમિટેડે ગુજરાતના મીઠાપુરમાં ૯ નવેમ્બરના  ૨૪મી શ્રી કે એસ સોમશેખરન નાયર મેમોરિયલ ઓપન ઓખામંડલ સાયક્લોથોનનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. આ દિવસે સામુદાયિક સુખાકારી અને એકતાની ભાવનાની ઉજવણી કરવા માટે ટાટા કેમિકલ્સના કર્મચારીઓ સહિત સમુદાયના અનેક સભ્યો સાથે આવ્યા હતા. આ કાર્યક્રમમાં સોમન નાયર તરીકે જાણીતા સ્વ. શ્રી કે એસ સોમશેખરન નાયરના વારસાને સન્માનિત કરવામાં આવ્યો હતો જેમણે ૧૯૮૪થી ૧૯૮૭ સુધી મીઠાપુર પ્લાન્ટમાં એસ્ટેટ અને સિક્યોરિટી ઓફિસર તરીકે સેવાઓ આપી હતી.

આ સાયક્લોથોનનું ટાટા કેમિકલ્સ ટાઉનશિપમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બે રેસ કેટેગરીઝ હતીઃ ૪૨ કિમી એન્ડ્યુરન્સ રેસ અને ૧૪ કિમીની સ્પ્રિંટ જેમાં ઓખામંડલ પ્રદેશના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભારતીય સમય મુજબ સવારે ૬.૧૫ કલાકે શરૂ થયેલી આ ઇવેન્ટમાં ટાટા કેમિકલ્સના ૧૪૭ કર્મચારીઓ સહિત ૨૬૬ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમણે સૌએ આરોગ્ય અને સુખાકારી માટેનો ઉત્સાહ અને પ્રતિબદ્ધતા દર્શાવી હતી. ભાગ લેનાર દરેક વ્યક્તિને ફિનિશર મેડલ, ટી-શર્ટ, ટાઇમિંગ બિબ્સ, હાયડ્રેશન સપોર્ટ અને પોષણયુક્ત નાસ્તા સહિતની રેસની જરૂૂરી સામગ્રી આપવામાં આવી હતી જેણે સુનિશ્ચિત કર્યું હતું કે દરેક સાયકલિસ્ટને ઉજવણી કર્યાનો અને પોતાની સંભાળ રખાયાની અનુભૂતિ થાય.

આ વર્ષે ૩૧ મહિલા સહભાગીઓ સાથે સાયક્લોથોનમાં અત્યાર સુધીની સૌથી વધુ લોકોએ ભાગ લીધાનો રેકોર્ડ નોંધાયો છે. ભાવેશ સુમાનિયાએ ૧ કલાક ૧૮ મિનિટ અને ૨૨ સેકન્ડમાં ૪૨ કિમીની રેસ પૂરી કરીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ત્યારબાદ જતીન માણેક અને ઇમ્તિયાઝ રઝા અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે રહૃાા હતા.

કર્મચારીઓની કેટેગરીમાં જગદીશસિંહ વાઢેર ૧ કલાક ૨૭ મિનિટ અને ૧૬ સેકન્ડમાં ૪૨ કિમી પૂર્ણ કરીને પ્રથમ સ્થાને રહૃાા હતા. નિકુંજ પુરોહિત અને ભવદીપ જોશી અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે રહૃાા હતા.

ટાટા કેમિકલ્સ લિમિટેડના વાઇસ પ્રેસિડેન્ટ અને સાઇટ હેડ રિનો રાજે રેસમાં ભાગ લેનારાઓને સંબોધતા જણાવ્યું હતું કે  કે એસ સોમશેખરન નાયરે અપાર સમર્પણ અને પ્રામાણિકતાનું ઉદાહરણ આપ્યું હતું જે આજે પણ મીઠાપુરના સમુદાયને પ્રેરણા આપે છે. આ સાયક્લોથોન ફક્ત તેમની સ્મૃતિને શ્રદ્ધાંજલિ નથી પણ સ્વાસ્થ્ય અને ફિટનેસના મહત્ત્વપૂર્ણ ઉજવણી પણ છે. આ કાર્યક્રમની સફળતા પાછળ સમુદાય અને અમારા કર્મચારીઓની ઉત્સાહી ભાગીદારીની અમે ખૂબ પ્રશંસા કરીએ છીએ.

વિજેતા ભાવેશ સુમાનિયાએ જણાવ્યું હતું કે  કે એસ સોમશેખરન નાયર મેમોરિયલ સાયક્લોથોનનો ભાગ બનવું એ ખરેખર સન્માનની વાત છે. આ કાર્યક્રમ સુંદર રીતે એકતા અને સુખાકારીની ભાવનાને પ્રોત્સાહન આપે છે અને હું ટાટા કેમિકલ્સ અને સમગ્ર સમુદાયનો તેમના ઉત્સાહી ભાગીદારી બદલ હ્ય્દયપૂર્વક આભાર માનું છું જેમણે આ કાર્યક્રમને આટલો પ્રભાવશાળી બનાવ્યો છે.

સાયક્લોથોનની ૨૪મી એડિશન શ્રી કે એસ સોમશેખરન નાયરના પ્રેરણાદાયી વારસાને જાળવી રાખવા, સુખાકારીને પ્રોત્સાહન આપવા અને સમુદાયના બંધનોને મજબૂત બનાવવા માટે ટાટા કેમિકલ્સની સતત પ્રતિબદ્ધતા દર્શાવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh