Advertisement
Author: નોબત સમાચાર

રેડીમેઈડના ધંધાર્થી દ્વારા મોટાપાયે દબાણ પ્લાસ્ટિકના પુતળાથી ટ્રાફિક જામની સમસ્યા

ટાઉન હોલ જેવા ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: સામાન્ય રીતે નવરાત્રિ તથા દિવાળીના તહેવારો દરમિયાન વેપારીઓ પોતાની દુકાનો આગળ કમાન લગાવીને, મંડપ બાંધીને, કાઉન્ટર રાખીને પોતાના ધંધાની જાહેરાત અને ચીજવસ્તુઓનું વેચાણ કરતા હોય છે અને તે માટે જામનગર મહાનગરપાલિકાની લગત શાખામાં નિયમ મુજબ ભોં ભાડું ભરતા હોય છે. અગાઉ રસ્તા ઉપર મંડપ, કાઉન્ટર રાખવાનું ભોં ભાડું દરરોજનું ૧૫૦ રૂપિયા જેવું હતું પરંતુ હાલમાં જાણવા મળતી માહિતી મુજબ દરરોજના રૂપિયા ૫૦૦/ અને જગ્યા રોકાણ મુજબનું છે. નગરના મુખ્ય કહી શકાય તેવા રસ્તાઓ વાહનોની દિનપ્રતિદિન વધી રહેલી સંખ્યાને કારણે હવે ટૂંકા પડવા લાગ્યા છે! આને કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ માથાના દુઃખાવા જેવી વકરી છે !

આ વર્ષે તહેવારો દરમિયાન ટ્રાફિક સમસ્યાનો હળવી કરવાના હેતુથી જામનગર મહાનગરપાલિકા દ્વારા જાહેર માર્ગ ઉપર વેપારીઓને મંડપ, કમાન બાંધવા માટે પરવાનગી આપવાનું બંધ કર્યું છે! આપણો સામાન્ય અનુભવ એવો છે કે, * કાયદો પાળે તેના માટે હોયછે! * કાયદાની ઐસીતૈસી કરનારા માટે નહીં!

ટાઉનહોલ જેવા ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં રેડીમેઈડના એક ધંધાર્થી દ્વારા જાહેર માર્ગ ઉપર પ્લાસ્ટિકના પુતળાને રેડીમેઈડ કપડાં પહેરાવીને જાહેરાત અર્થે રાખ્યા છે! જેને કારણે ભીડભંજન મહાદેવ મંદિર તરફથી આવતી મહાકાય કંપનીઓની બસો, એસ.ટી.સહિતની અન્ય બસ ઉપરાંત નાના મોટા વાહનો અને બેડીગેઈટ, સુપરમાર્કેટ તરફથી આવતા વાહનો ગોલાઈ મારતી વખતે ઘણી વખત જાણે હમણાં એકબીજાને અથડાશે તેવી પરિસ્થિતિ પેદા થાય છે !

જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ આજ રસ્તા ઉપર એ.સી.કારમાં પસાર થતા હોયછે! શું તેઓને નહીં દેખાતું હોય?!

તંત્રનું દબાણ હટાવ ખાતું શું કરેછે? તે ધંધાર્થી દ્વારા ખાતાવાળાનું ખિસ્સું ગરમ રાખતા હશે?!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh