Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૦૯-૦૯-૨૦૨૫ ના સવારે ૧૦ કલાકે....
સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે કારોબાર કરી રહ્યું હતું. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરવામાં આવતા અને ત્યારબાદ મોદીએ પણ ટ્રમ્પનો આભાર વ્યક્ત કરતાં ગયા સપ્તાહ દરમિયાન બન્ને દેશો વચ્ચે ઉભા થયેલા વેપાર તાણમાં ઘટાડાના સંકેત મળ્યા હતા, જેના કારણે રોકાણકારોમાં વિશ્વાસ વધ્યો હતો.
બીજી તરફ, દેશમાં ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેક્સ (જીએસટી) સંબંધિત મુદ્દાઓ હવે સ્પષ્ટ થઈ જતા વેપાર જગતમાં અનિશ્ચિતતા ઓછી થઈ છે અને તેનો સકારાત્મક પ્રભાવ શેરબજારમાં જોવા મળ્યો હતો. ખાસ કરીને, ફેડરલ રિઝર્વની આવતા સપ્તાહે યોજાનારી બેઠકમાં વ્યાજદર ઘટાડવાની ધારણાએ વૈશ્વિક બજારો સાથે ભારતીય બજારને પણ ટેકો આપ્યો હતો, જેના કારણે રોકાણકારોના સેન્ટિમેન્ટમાં સુધારો જોવા મળ્યો હતો.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૦૭%ના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસશ્પી ૫૦૦ ૦.૨૭% અને નેસ્ડેક ૦.૩૭% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૮% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૧૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૯૬૧ અને વધનારની સંખ્યા ૨૧૮૬ રહી હતી, ૧૬૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર માત્ર ઓટો અને કંઝ્યુમર ડિસ્ક્રીશનરી સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.
કોમોડિટી...
એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓક્ટોબર ગોલ્ડ રૂ.૧,૦૮,૭૪૪ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૦૮,૯૧૫ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૦૮,૬૬૮ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૯૭ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૧,૦૮,૯૩૬ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડીસેમ્બર સિલ્વર રૂ.૧,૨૪,૯૨૬ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૨૪,૯૬૫ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૨૪,૭૯૯ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૪૯૨ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૧,૨૪,૯૫૩ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....
એસબીઆઈ લાઈફ (૧૮૧૪) : લાઈફ ઈન્સ્યુરન્સ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૯૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૮૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૩૪ થી રૂ.૧૮૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.૧૮૪૮ ઉપર તેજી તરફી ધ્યાન...!!
સિપ્લા લિ. (૧૫૫૮) : એ/ટી+૧ ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૫૩૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૫૧૭ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૫૭૩ થી રૂ.૧૫૮૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!
એચસીએલ ટેકનોલોજી (૧૪૩૨) : રૂ.૧૪૦૮ નો પ્રથમ તેમજ રૂ.૧૩૯૭ બીજા સપોર્ટથી કમ્પ્યુટર્સ - સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૪૭ થી રૂ.૧૪૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!
ભારત ફોર્જ ( ૧૧૮૪ ) : ઓટો કમ્પોનન્ટ્સ અને ઇક્વિપ્મેંટ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૯૭ થી રૂ.૧૨૦૮ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ.૧૧૪૭ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!
બજારની ભાવિ દિશા.... મિત્રો, હાલની પરિસ્થિતિમાં ભારતની ક્રૂડ તેલની માંગ ચીન કરતા વધુ ઝડપથી વધતી દેખાઈ રહી છે, જે ભારતની આર્થિક વૃદ્ધિ અને રોકાણકારોના વિશ્વાસ માટે સકારાત્મક સંકેત છે. વધતું શહેરીકરણ, લોકોની આવકમાં વધારો અને જીવન ધોરણમાં સુધારો જેવા પરિબળો ભારતના ઊર્જા ક્ષેત્રને મજબૂત કરી રહ્યા છે. ખાનગી અને વાણિજ્યિક વાહનોની વધતી સંખ્યા, પરિવહન ક્ષેત્રનો વિસ્તાર અને ઉદ્યોગોમાં ઊર્જાની વધતી જરૂરિયાતો ક્રૂડ તેલના વપરાશને વધારી રહ્યા છે. આ વધતી માંગ દેશના ઓઈલ-સંબંધિત ક્ષેત્રોમાં રોકાણને પ્રોત્સાહન આપશે, જેના કારણે શેરબજારમાં ઊર્જા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત કંપનીઓ મજબૂત બની શકે છે.
બીજી તરફ, ચીનમાં ક્રૂડ તેલની માંગ ધીમી ગતિએ વધી રહી છે અને મુખ્યત્વે સ્ટોકપાઇલિંગના કારણે જ સ્થિરતા જાળવી રહી છે. લાંબા ગાળે ચીન માટે આટલો મોટો સંગ્રહ જાળવી રાખવો મુશ્કેલ બનશે, જેના કારણે વૈશ્વિક બજારમાં વધારાનું ઓઈલ વેચવું પડકારજનક બની શકે છે. જો વૈશ્વિક સ્તરે ક્રૂડની માંગમાં ખાસ વધારો નહીં થાય, તો ભાવોમાં અસ્થિરતા વધવાની શક્યતા છે. આવી પરિસ્થિતિમાં ભારતનું ઊર્જા ક્ષેત્ર અને ત્યાંથી પ્રેરિત શેરબજાર વધુ મહત્વનું બની શકે છે. તેથી, ભારતીય શેરબજારની ભાવી દિશા ચીનની ધીમી માંગ અને ભારતની તેજી વચ્ચેના તફાવત પરથી નક્કી થવાની છે અને રોકાણકારો ઊર્જા, પરિવહન તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં નવા અવસરો જોેઈ શકશે.