Advertisement
Author: નોબત સમાચાર

ભાજપના વરિષ્ઠ નેતા વિજયકુમાર મલ્હોત્રાનું ૯૩ વર્ષની વયે નિધનઃ શોક

તબિયત બગડતા એઈમ્સમાં દાખલ કરાયા હતા

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૩૦: ભાજપના વરિષ્ઠ નેતાનું ૯૩ વર્ષની વયે નિધન થયુ છે. દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં. તેઓના નિધન પછી રાજકીય ક્ષેત્રે શોક છવાયો છે.

વરિષ્ઠ ભાજપ નેતા વિજય કુમાર મલ્હોત્રાનું ૩૦ સપ્ટેમ્બર, મંગળવારની સવારે નિધન થયું. એઈમ્સ દિલ્હીએ પ્રેસ રિલીઝ કરીને આ સમાચારની પુષ્ટિ કરી. એઈમ્સે જણાવ્યું કે તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ૩૦ સપ્ટેમ્બરની સવારે ૯૩ વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા.

વિજય કુમાર મલ્હોત્રાનો જન્મ ૩ ડિસેમ્બર, ૧૯૩૧ના રોજ અખંડ ભારતના લાહોર (હવે પાકિસ્તાન)માં થયો હતો. ભાગલા પછી તેમનો પરિવાર ભારત આવ્યો અને તેમણે દિલ્હીમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો. આગળ જતાં તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી હિન્દી સાહિત્યમાં પી.એચ.ડી.ની પદવી મેળવી. તેઓ વિદ્યાર્થી જીવનથી જ અભ્યાસ, સાહિત્ય અને સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય રહૃાા. વિજય કુમાર મલ્હોત્રાએ રાજકારણની શરૂઆત જનસંઘથી કરી હતી. તેઓ દિલ્હી જનસંઘના અધ્યક્ષ રહૃાા અને ૧૯૮૦માં ભાજપની રચના થયા પછી પાર્ટીના પ્રથમ દિલ્હી પ્રદેશ અધ્યક્ષ બન્યા. તેમની ઓળખ સંગઠનને સારી રીતે ચલાવનાર નેતા તરીકેની હતી.

દિલ્હીમાં ભાજપનો જનાધાર ઊભો કરવામાં તેમની મોટી ભૂમિકા રહી. વિજય કુમાર મલ્હોત્રા પોતાના લાંબા કરિયરમાં પાંચ વખત સાંસદ અને બે વખત ધારાસભ્ય બન્યા. ૧૯૯૯ની લોકસભા ચૂંટણીમાં દક્ષિણ દિલ્હી બેઠક પરથી તેમણે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહને મોટા માર્જિનથી હરાવ્યા હતા, જે તેમની સૌથી મોટી રાજકીય જીત ગણાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh