Advertisement
Author: નોબત સમાચાર

બીસીસીઆઈ અને પીસીબીએ આઈસીસી સમક્ષ સામસામી ફરિયાદો નોંધાવતા તંગદિલી વધી

એશિયાકપમાં ભારત-પાક.ની ટીમો વચ્ચે ઘર્ષણ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૨૫: એશિયા કપ-૨૦૨૫ દરમિયાન ભારત-પાક. વચ્ચે કથળેલા સંબંધોની અસર થઈ હોય તેમ બીસીસીઆઈએ પાક. ખેલાડી સાહિબજાદા સામે આઈસીસીને ફરિયાદ કરી અને પીસીબીએ સૂર્યકુમાર સામે રાવ કરી હોવાથી મામલો બીચકયો છે. અને તંગદિલી વધી છે.

એશિયા કપ ૨૦૨૫માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણની સ્થિતિ આગળ વધતી દેખાઈ રહી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (બીસીસીઆઈ) ભારત સામે સુપર ફોર મેચ દરમિયાન ગન સેલિબ્રેશન કરનાર સાહિબજાદા ફરહાન સામે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલમાં ફરિયાદ નોંધાવી છે. પાકિસ્તાનના બોલર હરિસ રઉફ પણ તેમાં સામેલ છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આઈસીસીમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ સામે ફરિયાદ નોંધવા અપીલ કરી છે.

સૂત્રોના જણાવ્યાનુસાર, બીસીસીઆઈએ હરિસ રઉફ અને સાહિબજાદા ફરહાન સામે આઈસીસીમાં ફરિયાદ નોંધાવી છે. પીસીબીએ પણ સૂર્યકુમાર યાદવ સામે વિરોધ નોંધાવ્યો છે. રવિવારે (૨૧મી સપ્ટેમ્બર) એશિયા કપ ૨૦૨૫માં સુપર ૪ મેચ દરમિયાન પાકિસ્તાની ક્રિકેટર હરિસ રઉફ અને સાહિબઝાદા ફરહાન દ્વારા કરવામાં આવેલા ઉશ્કેરણીજનક હરકતો અંગે ભારતે આઈસીસીમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.

બીસીસીઆઈએ બુધવારે (૨૪મી સપ્ટેમ્બર) ઈમેઇલ દ્વારા આ ફરિયાદ નોંધાવી હતી. જો હરિસ રઉફ અને સાહિબજાદા ફરહાન લેખિતમાં આરોપોનો ઈનકાર કરે છે, તો તેઓ આઈસીસી એલીટ પેનલ રેફરી રિચી રિચાર્ડસન સમક્ષ સુનાવણીનો સામનો કરી શકે છે. બીજી તરફ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પણ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ સામે ઔપચારિક વિરોધ નોંધાવીને બદલો લીધો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે,  સૂર્યાકુમારે મેચ દરમિયાન ખેલ ભાવના વિરુદ્ધ વર્તન કર્યું હતું. આઈસીસી આ બાબતે શું વલણ અપનાવે છે તે જોવું રસપ્રદ રહેશે, કારણ કે બંને બોર્ડ વચ્ચેનો આ વિવાદ ગંભીર સ્વરૂપ લઈ રહૃાો હોય તેવું લાગે છે. ઉલ્લેખનીય છે કે, એશિયા કપ ૨૦૨૫માં સુપર ફોરની બીજી મેચમાં ભારતે પાકિસ્તાનને ૬ વિકેટથી હરાવી વિજયનો પરચમ લહેરાવ્યો હતો. આ મેચમાં પાકિસ્તાનના ખેલાડીઓની પણ શરમજનક હરકતો પણ જોવા મળી હતી. આ મેચમાં પાકિસ્તાનના ખેલાડી સાહિબજાદા ફરહાને પણ હાફ સેન્ચુરી ફટકારી હતી. ત્યારે ફરહાનને તેનું સેલિબ્રેશન પણ બંદૂકની જેમ બેટ પકડીને 'ગન સેલિબ્રેશન' કર્યું હતું. બીજી તરફ હરિસ રઉફ બાઉન્ડ્રી પર ઊભો હતો. ત્યારે તેણે ફાઇટર જેટની નકલ કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh