Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં યોજાશે 'રન ફોર યુનિટી'ઃ કલેકટરની અધ્યક્ષતામાં બેઠકઃ આયોજન ઘડાયું

સરદાર પટેલ જયંતિ અને રાષ્ટ્રીય એકતા દિને

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯ઃ જામનગરમાં ૩૧ ઓકટોબર રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે 'રન ફોર યુનિટી' કાર્યક્રમ યોજાશે. સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતિના ભાગરૃપે સવારે ૭ઃ૦૦ વાગ્યાથી રણમલ તળાવ ગેટ નં. ૧ થી રણજીતનગર પટેલ સમાજ સુધી યાત્રાનું આયોજન થશે. કાર્યક્રમના સુચારૃ આયોજન ભાગરૃપે કલેકટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.

ભારતમાં દર વર્ષે તા.૩૧ ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિતે ઊજવવામાં આવે છે. આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના ભાગરૃપે જામનગર જિલ્લા વહીવટીતંત્ર અને જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે રન ફોર યુનિટી-૨૦૨૫ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના સુચારુ આયોજનના ભાગરૃપે જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

બેઠકમાં કલેકટરે જામનગરવાસીઓ ઉત્સાહપૂર્વક રન ફોર યુનિટી કાર્યક્રમમાં ભાગ લે તે પ્રકારે તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા લગત અધિકારીઓને સૂચનો આપ્યા હતા. આ દોડ રણમલ તળાવ ગેઇટ નં.૧ના પાર્કિંગથી, શ્યામજી કૃષ્ણવર્મા સ્ટેચ્યુથી, મયુર મેડિકલ થઈ રણજીતનગર પટેલ સમાજમાં પૂર્ણ થશે. ત્યારબાદ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમની પુર્ણાહુતીના ભાગરૃપે સામુહિક સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે. આ કાર્યક્રમમાં પદાધિકારીઓ, અધિકારીઓ, એનસીસી કેડેટ્સ, હોમગાર્ડસ, શાળાના વિદ્યાર્થીઓ, જામનગરવાસીઓ વગેરે સહભાગી થશે.

આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા ડો. રવીમોહન સૈની, નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર, ડેપ્યુટી મ્યુનીસીપલ કમિશનર ઝાલા તથા લગત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh