Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં હાઈ-વે નજીકના ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી આજે પણ યથાવત્

પોલીસ બંદોબસ્ત સાથે તંત્રની કડક કામગીરીઃ

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ર૭: યાત્રાધામ દ્વારકામાં વહીવટી તંત્ર દ્વારા ફૂલડોલ ઉત્સવ પૂર્વે જ ગઈકાલથી શરૂ કરાયેલ ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી આજે બીજા દિવસે પણ યથાવત્ રહી હતી. હાઈ-વે ઓથોરિટીની જગ્યાપર વર્ષોથી જમાવેલા દબાણો પર તંત્રએ કડક કામગીરી હાથ ધરતા શહેરમાંથી પસાર થતાં હાઈ-વે માર્ગોમાં હાથી ગેઈટથી ઈસ્કોન ગેઈટ સુધીના વિસ્તારોમાં સપાટો બોલાવી માર્ગમાં અવરોધરૂપ બનતા કાચા-પાકા દબાણોને પોલીસ બંદોબસ્ત સાથે રાખી જેસીબીની મદદથી જમીનદોસ્ત કરવામાં આવી રહ્યા છે.

તંત્રની કડક કામગીરીના પગલે દબાણકારોમાં ફફડાટ વ્યાપ્યો છે. સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર તંત્ર દ્વારા આગામી આયોજનરૂપે શહેરના કોમર્શિયલ તેમજ રહેણાંક વિસ્તારોમાં સરકારી જમીનો પરના દબાણકારો પૈકી ૪૦ થી વધુ એકમોને નોટીસ પાઠવવામાં આવી છે. તે જોતા આગામી દિવસોમાં પણ હાઈ-વે સંલગ્ન દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાય તેવી પૂરી સંભાવના છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh